Home /News /career /Career Guidance: એન્જિનિયરિંગના અભ્યાસ બાદ કેવી નોકરી મળશે, જાણો એન્જિનિયરિંગ સેક્ટરની જોબ ડિટેઈલ્સ

Career Guidance: એન્જિનિયરિંગના અભ્યાસ બાદ કેવી નોકરી મળશે, જાણો એન્જિનિયરિંગ સેક્ટરની જોબ ડિટેઈલ્સ

એન્જિનિયરિંગની ફિલ્ડની નોકરી વિશેની તમામ માહિતી

Engineering Sector Job - એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ખુબ અસમંજસમાં હોય છે કે તેઓને ભણ્યા બાદ તેમની ફિલ્ડમાં ક્યાં પ્રકારની નોકરી મળશે, આજે આપણે જાણી શું એન્જિનિયરિંગની ફિલ્ડની નોકરી વિશેની તમામ માહિતી

    Job Options After Engineering: એન્જિનિયરિંગ એક એવી ફિલ્ડ છે જે તમને જલ્દીથી નોકરીની તકો પુરી પાડે છે. આ ફિલ્ડમાં જવા ઉમેદવારે ગણિત, કેમેસ્ટ્રી, ફિઝિક્સ વિષયો સાથે 12મું પાસ કરેલ હોવું જોઈએ. આમાં કારકિર્દી બનાવવા માટે ઉમેદવાર પાસે કેટલીક આવશ્યક સ્કીલ્સ હોવી જરૂરી છે. તો ઉમેદવાર આ સેક્ટરમાં જલ્દી આગળ વધી શકશે. એન્જિનિયરિંગ ફિલ્ડમાં વિદ્યાર્થીને કેટલાક મુખ્ય વિષયોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. જો તેઓ આ સેક્ટરમાં પ્રગતિ કરવા અને સારા પૈસા કમાવવા માંગતા હોય, તો ધ્યાનમાં રાખવું કે તેમના વિષયનું જ્ઞાન ખૂબ જ સારું હોવું જોઈએ.

    કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ / આઈટી


    એન્જિનિયરિંગ સેક્ટરમાં આ એક સારી અને ડિમાન્ડ વાળી ફિલ્ડ છે. આ ફિલ્ડમાં કોમ્પ્યુટરના સ્પેશ્યલાઇઝેશન સંબંધિત ઘણા પ્રકારના કોર્સ છે. જે ભારતમાં જ નહીં વિદેશમાં પણ તેની માંગ છે. આ ફિલ્ડમાં સિર્ટીફીકેટથી લઈને ડિપ્લોમા, ડિગ્રી અને માસ્ટર પણ ઉપલબ્ધ છે. આ ફિલ્ડમાં સરેરાશ વાર્ષિક પગાર પેકેજ 4.5 લાખથી 6 લાખ સુધી હોય છે. અનુભવ પછી આ પગાર વધે છે. પગાર વધારવાની સાથે આ ક્ષેત્રમાં પ્રમોશન પણ ખૂબ જ ઝડપથી મળે છે, સારી વાત એ છે કે વર્કિંગ સ્ટાઈલની સાથે પ્રોફાઈલ પણ સારી છે. દિવસે-દિવસે આ ફિલ્ડમાં વ્યાવસાયિકોની માંગ વધી રહી છે.

    ઇલેક્ટ્રોનિક્સ & કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ


    એન્જિનિયરિંગની આ ફિલ્ડ ઉમેદવારો માટે ઘણી ફાયદાકાર છે. જો ઉમેદવાર પ્રતિભાશાળી હોય તો આ ફિલ્ડમાં ખૂબ જ ઝડપથી આગળ વધી શકે છે. પ્રાઇવેટ નોકરીઓ સાથે, PSUs, BHEL, Electronics Corporation of India વગેરે જેવી સરકારી સંસ્થાઓમાં પણ સારી પ્રોફાઇલ જોબ ઑફર્સ થાય છે. આ ફિલ્ડમાં ઉમેદવારને નોકરી મળ્યા પછી, શરૂઆતમાં 2 લાખથી 3 લાખ સુધીના પેકેજ ઓફર થાય છે. ઈલેક્ટ્રોનિક્સની ઘણી બ્રાન્ચ છે, જેમાં ઘણું બધું પ્રેક્ટિકલ કામ કરવામાં આવે છે. થોડા વર્ષોના અનુભવ પછી આ પગાર લગભગ 5 લાખ સુધી થઈ જાય છે.

    ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ


    યુવાનો દ્વારા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની શાખાને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તેથી જ આ શાખામાં નોકરીની માંગ મોટાભાગે રહે છે. આ ફિલ્ડમાં ઉમેદવારને સારો પગાર પેકેજ ઓફર કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્ર ઉપરાંત સરકારી સંસ્થાઓમાં પણ નોકરીઓ મળી શકે છે. ભારત ઉપરાંત વિદેશમાં પણ આ સેક્ટરમાં નોકરીની અપાર સંભાવનાઓ છે. આ ફિલ્ડમાં નોકરીની અમર્યાદિત તકો ઉપલબ્ધ છે. જેમાં લાખો જેટલા પગાર પેકેજ ઉપલબ્ધ છે. આ ફિલ્ડના એન્જિનિયરોને ઘણી મોટી કંપનીઓ હંમેશા બોલાવતી રહે છે.

    મેકેનિકલ એન્જિનિયરિંગ


    મિકેનિકલ એ એન્જિનિયરિંગની સૌથી જૂની શાખાઓમાંની એક છે. આ શાખામાં પૈસાની કોઈ કમી નથી. તેથી, એક કારણ એ પણ છે કે યુવાનો સૌથી વધુ આ બ્રાંન્ચમાં જોડાવાનું પસંદ કરે છે. આ ફિલ્ડમાં ઘણી ખાલી જગ્યાઓ માટે સમય સમય ભરતી કરવામાં આવે છે. વિદેશમાં આ ફિલ્ડના ઉમેદવારને ખૂબ જ મોટા અને સારા પગારના જોબ પેકેજ ઓફર કરવામાં આવે છે. આ સેક્ટરની કંપનીઓ 2.5 લાખથી 4.50 લાખ સુધીના પેકેજ આપે છે. આ ફિલ્ડમાં ઘણી મોટી પ્રોફાઇલ્સ પર નોકરીઓ ઉપલબ્ધ છે. પ્રાઈવેટથી લઈને સરકારી સુધી અનેક જગ્યાઓ સમયાંતરે ભરતી આવતી રહે છે.

    આ પણ વાંચો: career Tips: એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે બેસ્ટ છે આ પાર્ટ ટાઈમ જોબ, આવક સાથે સ્કિલ પણ વધશે

    સિવિલ એન્જિનિયરિંગ / એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ


    હાલના સમયને જોતા વિદ્યાર્થીઓને સિવિલ અથવા એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગની ફિલ્ડ ખૂબ જ પસંદ પડે છે. વિદ્યાર્થીની પહેલી પસંદ છે એમ ક્હીયે તો પણ ખોટું નથી. આજના સમયમાં આ સેક્ટરની વેલ્યુ ઘણી વધી ગઇ છે, કારણ કે તેનું સીધું જોડાણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફિલ્ડ સાથે છે. આ ક્ષેત્રનો વ્યાપ ખાનગી તેમજ સરકારી સંસ્થાઓમાં પણ નોંધપાત્ર છે. આ ફિલ્ડમાં ઉમેદવારને લાખોનો પગાર આપવામાં આવે છે. એન્જિનિયરિંગ સેક્ટરમાં સૌથી વધુ સેલેરી આપવામાં આવતું માનવામાં આવે છે. આ સેક્ટરમાં 2 થી 3 લાખનું સ્ટાર્ટીંગ પેકેજ હોય છે. અનુભવ મેળવ્યા પછી, આ ફિલ્ડમાં પગાર વાર્ષિક 5 થી 6 લાખ રૂપિયા થઈ જાય છે. આ પ્રોફેશનમાં પ્રેક્ટિકલ નોલેજ ઘણું મહત્વ ધરાવે છે.

    પેટ્રોલિયમ એન્જિનિયરિંગ


    આ એક એવી ફિલ્ડ છે જેમાં દરરોજ નવા સંશોધનો થઈ રહ્યા છે. આ એન્જિનિયરિંગની એક કોમ્પ્લેક્સ ફિલ્ડ છે. આ સેક્ટરના એન્જિનિયર માટે સારી નોકરીઓની કોઈ કમી નથી. એવું માનવામાં આવે છે કે આ ફિલ્ડના એન્જિનિયરોને વિશ્વમાં સૌથી વધુ પગાર મળે છે. અત્યારે આ ફિલ્ડમાં પ્રોફેશનલ્સની અછત છે. ONGC, HPCL, OVL અને અન્ય સરકારી ક્ષેત્રોમાં પણ સારી નોકરીની તકો છે. આ સેક્ટરમાં જે ફ્રેશર્સ નોકરીઓ મેળવે છે તેને વાર્ષિક 3 થી 7 લાખ રૂપિયાનો પગાર મળે છે. જો વિદેશમાં નોકરી હોય તો પ્રોફેશનલને જે પગાર મળે છે તે વાર્ષિક 50,000 થી 80,000 ડોલરની વચ્ચે હોય છે.
    Published by:Krunal Rathod
    First published:

    Tags: Career and Jobs, Career Guidance, એન્જીનીયરીંગ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन