News 18 Gujarati Jobs: દેશના સૌથી વિશાળ મીડિયા સમૂહ નેટવર્ક 18માં (Network 18) તમારા માટે રોજગારીની (Jobs in Media) તક ખુલી છે. જો તમે એક ડિજિટલ પત્રકાર (Digital Journalist) છો અથવા તો ડિજિટલ પત્રકારત્વ (Digital Journalism) કરવા માંગો છો તો તમારા માટે નોકરીની તક છે. ન્યૂઝ 18 ગુજરાતીમાં (Jobs in News 18 gujarati) સબ એડિટર અને સિનિયર સબ એડિટરની નોકરીની (Senior Sub Editor and Sub Editor Jobs in News 18 gujarati) ભરતી બહાર પાડવામાં આવી છે. હરણફાળ ભરી રહેલા ડિજિટલ પત્રકારત્વમાં સૌથી શ્રેષ્ઠ ડિજિટલ ટીમ સાથે જોડાઈ અને તમે તમારી કારકીર્દી ઘડી શકો છો. અમને જરૂર છે અનુભવી અને ફ્રેશર્સ યુવા પત્રકારોની જે ડિજિટલ મીડિયાની સમજ ધરાવે છે અથવા તો ડિજિટલ મીડિયામાં કરિયર બનાવવા માંગે છે.
જગ્યા : ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ડિજિટલ ટીમ માટે સબ એડિટર અને સિનિયર સબ એડિટરની ભરતી બહાર પાડવામાં આવી છે. આ બંને પદ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગ્રેજ્યુએશન સાથે પત્રકારત્વની ડિગ્રી ધરાવતા અથવા ડિપ્લોમાં કરેલા તેમજ પત્રકારત્વનો અભ્યાસ ન કર્યો હોય તેવા ઉમેદવારો પણ આ નોકરી માટે એપ્લાય કરી શકે છે.
અનુભવ
સબ એડિટર અને સિનિયર સબ એડિટરની જગ્યા માટે તમે 0-5 વર્ષનો અનુભવ ધરાવતા હોવ તે આવશ્યક છે. ફ્રેશર્સ માટે પણ આ નોકરીની તક છે. અમને જરૂર છે. ઉત્સાહી યુવક-યુવતીઓની જે ટ્રેન્ડ, સમાચાર, તેમજ કહાણીઓ માટે પેશનેટ છે, જે પત્રકારત્વના નવા આયામો સાથે ઝડપભેર આગળ વધવા માંગે છે.
શૈક્ષણિક યોગ્યતા સાથે ગુજરાતીમાં લખવવાનો અનુભવ ધરાવતા ઉમેદવારો અથવા તો ગુજરાતી પત્રકારત્વને ડિજિટલ માધ્યમમાં કરવા માંગતા ઉમેદવારો માટે આ ઉજ્જવળ તક છે. ઈન્ટરનેટના હરણફાળ યુગમાં જો તમે સોશિયલ મીડિયાની સમજ ધરાવો છો તો તે તમારા માટે આ નોકરી યોગ્ય તક છે.
મીડિયામાં કરિઅર બનાવવાની ઉત્તમ તક, News 18 ગુજરાતી વેબસાઇટ આપે છે તમને અવસર. ગ્રેજ્યુએટ છો, જર્નાલિઝમનો અનુભવ છે, ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવો છે તો અપ્લાય કરો. News 18 ગુજરાતી વેબસાઇટ માં જરૂર છે 0-5 વર્ષનાં અનુભવી સબ એડિટર અને સિનિયર સબ એડિટરની #WeAreHiring@HareshSutharpic.twitter.com/IgtOq7SUSh
આ નોકરી માટે એપ્લાય કરવા માટે તમે તમારો અપડેટેડ રિઝ્યૂમ અહીં આપવામાં આવેલા બે ઈમેલ એડ્રેસ પર મોકલી શકો છો. ટાઇટલમાં ન્યૂઝ 18 ગુજરાતી જોબ સાથે જે પોસ્ટ વર એપ્લાય કરવા માંગો છો તે ટાંકશો.
અરજીઓમાંથી પસંદ થયેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા તેમજ ઈન્ટરવ્યૂના માધ્યમથી પસંદ કરવામાં આવશે. આ બંને નોકરીઓ માટે આજે જ આવેદન કરો અને ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલના ડિજિટલ વિભાગ સાથે કામ કરવાની તક ઝડપો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર