Jobs for ITI Pass: એનટીપીસીમાં આઇટીઆઇ પાસ માટે નોકરીની સુવર્ણ તક, 21 સપ્ટેમ્બર પહેલા કરો અરજી

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં નોકરીની તક.

NTPC Recruitment 2021: એનટીપીસીમાં આર્ટિસન ટ્રેની પદો માટે ભરતી પ્રક્રિય, ફ્રીમાં કરો અરજી, વાંચો તમામ વિગતો

  • Share this:
    NTPC Recruitment 2021: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં (National Thermal Power Corporation- NTPC) ટ્રેની પદો પર નોકરીની ભરતી પ્રક્રિયા (NTPC Recruitment Process) હાથ ધરવામાં આવી રહી છે. તેના માટે અરજી ઓનલાઇન કરી શકાય છે. એનટીપીસીની નોટિસ મુજબ, આર્ટિસન ટ્રેનીની કુલ 53 વેકન્સી છે. આર્ટિસન ટ્રેની પદો માજ્ઞે અરજી એનટીપીસીની વેબસાઇટ www.ntpc.co.in પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ (NTPC Form Download) કરી શકો છો. ભરાયેલું અરજી ફોર્મ નિર્ધારિત સરનામા પર પહોંચાડવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર છે. અરજી ફોર્મ, વિભાગાધ્યક્ષ, માનવ સંસાધન વિભાગ, મૌદા સુપર થર્મલ પોસર પ્રોજેક્ટ, મૌદા- રામટેક રોડ, પોસ્ટ- મૌદા, જિલ્લો- નાગપુર, મહારાષ્ટ્ર, પિન- 441104 સરનામા પર મોકલવાનું છે.

    નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં આર્ટિસન ટ્રેની (NTPC Artisan Trainee Recruitment 2021) પદ માટે લઘુત્તમ યોગ્યતા સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇટી (ITI) કે ડિપ્લોમા ધારક (Diploma Holder) હોવા જોઈએ. એનટીપીસી ટ્રેની ભરતી (NTPC Trainee Recruitment) માટે અરજી કરવાનો કોઈ ચાર્જ નથી. તેનું નોટિફિકેશન ચેક કરવા માટે 11થી 17 સપ્ટેમ્બરનું રોજગાર સમાચાર પત્ર જુઓ.

    NTPC Artisan Trainee Recruitment 2021: વેકન્સીનું વિવરણ



















    આર્ટિસન ટ્રેની (ફિટર) 26 પદ
    આર્ટિસન ટ્રેની (ઇલેક્ટ્રિશિયન) 6 પદ
    આર્ટિસન ટ્રેની (ઇન્સ્ટ્રૂમેન્ટ મિકેનિક) 21 પદ
    કુલ 53 પદ

    આ પણ વાંચો, Jobs for 12th Pass: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ધો-12 પાસ માટે નોકરીની તક, 34 હજાર સુધી મળશે પગાર, ફટાફટ કરો અપ્લાય

    NTPC Artisan Trainee Recruitment 2021: અરજી કરવા માટેની યોગ્યતા


    ઉમેદવારોને માન્યતા પ્રાપ્ત બોર્ડ કે સંસ્થાનથી સંબંધિત વિષયમાં આઇટીઆઇ પાસ કરેલું હોવું જોઈએ. આ પદો પર ભરતી માટે ઉંમર મર્યાદા 42 વર્ષ રાખવામાં આવી છે. આ ઉપરાંત સરકારી નિયમો મુજબ, ઉંમર મર્યાદમાં છૂટ આપવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારોને નોટિફિકેશનમાં જણાવ્યા મુજબના ફોર્મટ મુજબ બાયોટેડા મોકલવાનો રહેશે. સૌથી ખાસ વાત એ છે કે આ પદો માટે કોઈ અરજી ફી નથી.

    NTPC Artisan Trainee Recruitment 2021: ઉમેદવારોની પસંદગી આવી રીતે થશે

    એનટીપીસી આર્ટિસન ટ્રેની (NTPC Artisan Trainee Recruitment) માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા (Written Examination) અને સ્કિલ ટેસ્ટના (Skill Test) માધ્યમથી કરવામાં આવશે. લેખિત પરીક્ષા મલ્ટીપલ ચોઇસ (Multiple Choice- MCQ) પ્રકારની હશે. તેમાં વિષય સાથે સંબંધિત પ્રશ્નની સાથે એપ્ટીટ્યુડ સાથે જોડાયેલા પ્રશ્ન પણ હશે. આ પરીક્ષાને પાસ કરનારા ઉમેદવારોનો સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટમાં મળેલા માર્ક્સને જોડીને એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટના આધાર પર ફાઇનલ સિલેક્શન થશે.

    આ પણ વાંચો, OLA આપશે 10 હજાર મહિલા કર્મચારીઓને નોકરી, મહિલાઓ ચલાવશે દુનિયાનો સૌથી મોટો ઈ-સ્કૂટર પ્લાન્ટ

    અરજી મોકલવા માટેનું સરનામું અંગ્રેજીમાં નોંધી લો

    Head of Department, Human Resource Department, Mouda Super Thermal Poser Project, Mouda- Ramtek Road, Post: Mouda, District: Nagpur, Maharashtra, Pin- 441104.
    Published by:Mrunal Bhojak
    First published: