દેશની બીજી સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસે (Infosys)13 ઓક્ટોબરે જણાવ્યું હતું કે, તે આ વર્ષે લગભગ 45,000 ફ્રેશર્સની (freshers jobs at Infosys) ભરતી કરશે. ઇન્ફોસિસની આ જાહેરાત એવા સમયે આવી છે, જ્યારે તેનો એટ્રિશન (attrition) રેટ એટલે કે કંપની છોડનારા કર્મચારીઓના દરમાં નોંધપાત્ર વધારો થયો છે. આઇટી કંપનીઓ વચ્ચે સારી ટેકનોલોજી પ્રતિભાને લેવાની સ્પર્ધા જામી છે.
કર્મચારીઓની નોકરી બદલવાનો દર સતત વધી રહ્યો છે
કંપનીના બીજા ક્વાર્ટરના પરિણામો અપેક્ષા કરતા વધુ સારા આવ્યા છે. સપ્ટેમ્બર 2021ના અંતમાં ઇન્ફોસિસની આઇટી સેવાઓની આવક વધીને રૂ. 29,602 કરોડ થઇ છે. અગાઉ જૂન ક્વાર્ટરમાં તે 27,896 કરોડ રૂપિયા હતું. ઇન્ફોસિસે તેની આવક માર્ગદર્શિકા 14-16%થી વધારીને 16.5-17.5% કરી છે. તે જ સમયે, કર્મચારીઓની નોકરી બદલવાનો દર સતત વધી રહ્યો છે. સપ્ટેમ્બરમાં તે વધીને 20.1 ટકા થયો છે, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં 13.9 ટકા હતો.
45 હજારને નોંકરી આપશે
કંપનીના સીઓઓ યુ.બી પ્રવિણ રાવે જણાવ્યું હતું કે, "બજારમાં તમામ સંભવિતતાઓનો લાભ લેવા માટે, અમે આ વર્ષે અમારા કોલેજ ગ્રેજ્યુએટ હાયરિંગ પ્રોગ્રામને 45,000 સુધી વિસ્તૃત કરી રહ્યા છીએ. આ ઉપરાંત, અમે અમારા કર્મચારીઓની જરૂરિયાતોનું ચકાસીશું, જેમાં આરોગ્ય અને સુખાકારીનાં પગલાં, રિસ્કિલિંગ પ્રોગ્રામ્સ અને કારકિર્દી વૃદ્ધિની તકોનો સમાવેશ થાય છે.
રાવે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં કંપનીના 86 ટકાથી વધુ કર્મચારીઓને ઓછામાં ઓછી પ્રથમ ડોઝની રસી આપવામાં આવી છે. હવે હાઇબ્રિડ વર્ક મોડલ (Hybrid Work Model) અપનાવવાની તૈયારી કરી રહ્યા છે.
આ સાથે રાજ્યમાં પણ મોટી ભરતી થવાના એંધાણ છે. અનેક ઉમેદવારે ખૂબ જ આતુરતાથી પોલીસ કોન્સ્ટેબલની ભરતી (Police constable bharti)ની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતમાં 10,988 પોલીસની ભરતી માટે લોકરક્ષક દળ (Gujarat Lokrakshak Dal recruitment) એટલે કે LRD ભરતી બોર્ડના અધ્યક્ષ પદે IPS હસમુખ પટેલ (IPS Hasmukh Patel)ને નિયુક્ત કરવામા આવ્યા છે. જે બાદમાં એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે, ટૂંક સમયમાં ભરતીની જાહેરાત કરવામાં આવશે. આ માટે અનેક ઉમેદવારો સોશિયલ મીડિયા માધ્યમથી LRDની ભરતી ક્યારે આવશે તેવો સવાલ પૂછી રહ્યા છે. આ મામલે હવે ખુદ આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ ભરતી ટૂંક સમયમાં યોજાશે તેમ જણાવ્યું છે.IPS હસમુખ પટેલના જણાવ્યા પ્રમાણે બહુ ઝડપથી વિભાગ તરફથી આ મામલે નોટિફિકેશ જાહેર કરવામાં આવશે. જે બાદમાં ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર