Job vacancy: માત્ર એક રજીસ્ટ્રેશન અને સમગ્ર દેશભરમાં કોઈપણ જગ્યાએ મેળવો રોજગારી

પ્રતિકાત્મક

આ પોર્ટલના માધ્યમથી ઉમેદવારને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રાષ્ટ્રિય કક્ષાએ રોજગાર લક્ષી સેવાઓ જેવી કે સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે રોજગારીનો લાભ લઇ શકાય છે.

  • Share this:
ગાંધીનગરઃ અત્યારના સમયમાં બેરોજગારીનો (Unemployment) દર વધારે છે ત્યારે સરકાર તરફથી યુવાનોને રોજગારી (employment) આપવા માટે અલગ અલગ પ્રયાશો કરવામાં આવી રહ્યા છે. સરકાર (Government) તરફથી અનેક વિભાગોમાં નોકરીઓ બહાર (Job vacancy) પાડવામાં આવતી હોય છે. પરંતુ ક્યારેક એવું બને કે યુવકોના ધ્યાનમાં ન આવતા નોકરીની તકથી વંચિત રહેતા હોય છે. પરંતુ હવે ભારત સરકારના (Government of India) શ્રમ અને રોજગાર મંત્રાલય (Ministry of Labor and Employment) દ્વારા દેશના રોજગાર વાંચ્છુ નવયુવાનો માટે એક નવી નેશનલ કેરીયર સર્વિસ (National Career Service) નામની સેવા શરુ કરવામાં આવી છે.

આ સેવા દેશભરના રોજગાર વાંચ્છુંક તથા નોકરીદાતાને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. આ પોર્ટલના માધ્યમથી ઉમેદવારને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રાષ્ટ્રિય કક્ષાએ રોજગાર લક્ષી સેવાઓ જેવી કે સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે રોજગારીનો લાભ લઇ શકાય છે.

સ્થાનિક સેવાઓ પૂરી પાડતા લોકો (પ્લમ્બર, ડ્રાઇવર, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન કામદાર) "લોકલ સર્વિસ પ્રોવાઇડર" તરીકે પોતાની નામ નોંધણી કરાવી શકે છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ હોટલ પાર્કઇનમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, ગ્રાહકો પાસે રૂ.2500 લઈને પીડિતાને માત્ર રૂ.500 અપાતા

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! માતા-પિતા વગરની નાની બહેન ઉપર નરાધમ ભાઈ કરતો હતો દુષ્કર્મ, થઈ ધરપકડ

આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

તેમજ રોજગાર ,સ્વરોજગાર અને કારકિર્દી માર્ગદર્શન મેળવી શકે છે, તથા દેશભરમાં બહાર પડતી સરકારી જાહેરાતો અંગે માહિતી મેળવી શકાય છે. ઉમેદવાર પોતાની જરૂરિયાત મુજબની બધીજ રોજગાર સેવાઓનો લાભ લઇ શકે છે.



આવી રીતે કરો રજીસ્ટ્રેશન
JOB SEEKER રજીસ્ટ્રેશન ઓનલાઈન પોર્ટલ www.ncs.gov.in પર અથવા રોજગાર કચેરીની લીંક https://forms.gle/6nLKk1BeLT4WKfat7  પર પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તથા વધુ માહિતી માહિતી હેલ્પ લાઈન નંબર 6357390390, ફેસબુક પેઈજ - www.facebook.com/mccgandhinagar.govt અથવા પોતાના જિલ્લાની રોજગાર વિનિમયની કચેરીનો રુબરુ પણ સંપર્ક કરી શકે છે.
Published by:ankit patel
First published: