Home /News /career /Job Alert: DRDOથી લઈને અગ્નિવીર સુધીના રિક્રુટમેન્ટ થયા શરુ, આ અઠવાડિયે આ નોકરીઓ માટે કરી શકો છો અરજી

Job Alert: DRDOથી લઈને અગ્નિવીર સુધીના રિક્રુટમેન્ટ થયા શરુ, આ અઠવાડિયે આ નોકરીઓ માટે કરી શકો છો અરજી

ભારતીય સેના હાલમાં કુલ છ મેન્ડરિન ભાષાના દુભાષિયા(ઇન્ટરપ્રિટર્સ)ની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરી રહી છે

Job Recruitment 2022: ગૃહ મંત્રાલય ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)માં 766 જગ્યાઓ ભરવા માંગે છે, પસંદ કરેલા ઉમેદવારોને રૂ. 1,51,100 સુધી પગાર મળી શકે છે

Job Recruitment 2022: એક પરફેક્ટ નોકરી (Job)શોધવી મુશ્કેલ કામ છે અને તેથી જ ઘણા લોકો બેરોજગાર (unemployed)છે. તમારા માટે આદર્શ જોબની (Job Alert)શોધમાં તમને મદદ કરવા માટે અમે વિવિધ રોલ માટે સક્રિયપણે ઉમેદવારોની શોધ કરી રહેલ કેટ્લીક કંપનીઓની લિસ્ટ તૈયાર કરી છે. જોઈ લો અહીં આપેલું લિસ્ટ.

ભારતીય સૈન્યમાં મેન્ડેરિન ઇન્ટરપ્રિટર્સ (MANDARIN INTERPRETERS)ની ભરતી

ભારતીય સેના હાલમાં કુલ છ મેન્ડરિન ભાષાના દુભાષિયા(ઇન્ટરપ્રિટર્સ)ની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરી રહી છે. આ છ ખાલી જગ્યાઓમાં નાગરિક ઉમેદવારો માટેની પાંચ બેઠકો અને ભૂતપૂર્વ સેવા અધિકારી માટે એક બેઠકનો સમાવેશ થાય છે. જેઓ 18થી 42 વર્ષની વયમર્યાદામાં આવે છે અને જરૂરી શૈક્ષણિક આવશ્યકતાઓ ધરાવતા હોય તેઓ તેમની અરજીઓ પોસ્ટ દ્વારા તેની વેબસાઈટ પર આર્મી દ્વારા આપવામાં આવેલા સરનામે મોકલી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ છે.

લેક્ચરશિપ, આસિસ્ટન્ટ પ્રોફેસર અને JRF ભરતી

વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF), લેક્ચરશિપ (LS) અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે CSIR-UGC NET પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવશે. એલિજિબિલિટી ક્રાઈટેરિયા સાથે મેળ ખાતા અરજદારો 10 ઓગસ્ટ પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પણ વાંચો - 12 પાસ લોકો માટે ખુશ ખબર, IOCLએ બહાર પાડી આ પદો પર ભરતી

DRDO, DST અને ADAમાં ભરતી

રિક્રુટમેન્ટ એન્ડ એસેસમેન્ટ સેન્ટર (RAC)એ DRDO, DST અને ADA ખાતે scientist Bની જગ્યાઓ માટે અરજીઓ સ્વીકારવાનું શરૂ થઇ ગયું છે. જેની માટે કુલ 630 જગ્યાઓ ઉપલબ્ધ છે. જેઓ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે અને સાયન્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે, તેમજ જે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસના અંતિમ વર્ષમાં છે, તેઓ ઑનલાઇન અરજી કરી શકે છે. પસંદગી માટે અરજદારના GATE સ્કોરનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ ઇન્ટરવ્યુ રાઉન્ડ થશે. અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ 29 જુલાઈ છે.

IBની ACIO, SA, JIO અને અન્ય પોસ્ટ્સ માટે ભરતી

ગૃહ મંત્રાલય ઇન્ટેલિજન્સ બ્યુરો(IB)માં 766 જગ્યાઓ ભરવા માંગે છે. આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (ACIO), સિક્યુરિટી આસિસ્ટન્ટ (SA), અને જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર (JIO) ની જગ્યાઓ IB દ્વારા જાહેર કરાયેલ લિસ્ટમાં સામેલ છે. પસંદ કરેલા ઉમેદવારોને રૂ. 1,51,100 સુધી પગાર મળી શકે છે. રસ ધરાવતા લોકો 19 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પણ વાંચો - શું તમારી જૂની જોબથી હવે તમને પણ આવે છે કંટાળો, તો અપનાવો આ ટિપ્સ અને જલ્દી જ મેળવો નવી નોકરી

ભારતીય નૌકાદળમાં અગ્નિવીરની ભરતી

ભારતીય નૌકાદળ ચાર વર્ષના સમયગાળા માટે અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર (SSR) તરીકે કામ કરવા માટે લાયકાત ધરાવતા અરજદારોને શોધી રહી છે. નેવી 2,800 અગ્નિવીર સિનિયર સેકન્ડરી રિક્રુટ (SSR)ની જગ્યાઓ ભરવા માંગે છે, જેમાંથી 560 મહિલાઓ માટે ફાળવવામાં આવી છે. પ્રથમ વર્ષમાં પગાર રૂ. 30,000 પ્રતિ માસથી શરૂ થશે અને સેવાના ચોથા કે અંતિમ વર્ષમાં રૂ. 40,000 સુધી વધી શકે છે. આ માટે ઉમેદવારોએ 22 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Governmet Jobs, Jobs, Jobs alert, Jobs news, Jobs Vacancy

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन