Home /News /career /Jobs : ખેતી બેંકમાં નોકરીની તક, ગુજરાતના 17 જિલ્લાઓમાં વિવિધ પદો પર ભરતી
Jobs : ખેતી બેંકમાં નોકરીની તક, ગુજરાતના 17 જિલ્લાઓમાં વિવિધ પદો પર ભરતી
ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકમાં ભરતીની તક
ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ની આ ભરતીમાં કુલ જગ્યા 163 છે. જેમાં ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)ની 78, ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)ની 72 તથા ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)ની 13 જગ્યા ખાલી છે.
ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકમાં વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ખાસ વાત એ છે કે ભરતી ગુજરાતના 17 અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવશે. આ માટેની જાહેરાત 27 મે 2023 ના રોજ જાહેર થઇ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જૂન 2023 છે. આ માટેની ઓફિશિયલ વેબસાઇટ https://www.khetibank.org/ છે
ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ની આ ભરતીમાં કુલ જગ્યા 163 છે. જેમાં ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)ની 78, ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)ની 72 તથા ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)ની 13 જગ્યા ખાલી છે.
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ખેતી બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ખેતી બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.khetibank.org/ પર અરજી કરી શકે છે.