Home /News /career /મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બની કરો અઢળક કમાણી, કેવી રીતે શરૂ કરી કરી શકાય? જુઓ તમામ માહિતી
મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બની કરો અઢળક કમાણી, કેવી રીતે શરૂ કરી કરી શકાય? જુઓ તમામ માહિતી
મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ બની કરો કમાણી
Peta Heading= Business Opportunity- વિદ્યાર્થી, વેપારી, ગૃહિણી, નિવૃત્ત લોકો કોઈ પણ AMFI સાથે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બની અને વધારાની કમાણી માટે તક ઊભી કરી શકે છે. (MF Distributer) જોડાવા ઇચ્છુક અરજદારોએ પરીક્ષા પાસ કરવી પડશે. કરો કમાણી કમિશન દ્વારા, જાણો અરજી કરવાની અને કમિશનની વિગતો-
જો તમે એક વિદ્યાર્થી છો, નોકરી કરો છો, અથવા બિઝનેસમેન છો, જો કમાણી વધારવા માંગતા હો, તો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બનવાની એક સારી તક છે.(mutual fund distributer) એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI એમ્ફી) એ 12 જુલાઈના રોજ જાહેરાત કરી છે, તેઓ નવા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને જોડવા 'કરીયે શરૂ?' (karain shuru?) નામનું અભિયાન શરુ કર્યું છે.(business opportunity)
AMFIનું આ અભિયાન લોકોને ટીવી, અખબાર, ડિજિટલ માધ્યમ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સ ડિસ્ટ્રીબ્યુટર્સને વધુ કમાણી કરવા વધુ સારી તકો આપી રહ્યું છે. AMFI, તેના આ અભિયાન દ્વારા, લોકોને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સની કારકિર્દી કેટલી આકર્ષક અને ફાયદેમંદ છે તે વિશે જણાવે છે. કૉલેજનો વિદ્યાર્થી, ગામડાની વ્યક્તિ અથવા નાના વેપારી, ગૃહિણી કોઈ પણ AMFI સાથે આ બિઝનેસમાં જોડાઈ શકે છે. નિવૃત્ત લોકો પણ આમાં જોડાઈ વધારાની કમાણી માટે તક ઊભી કરી શકે છે.
દેશમાં હાલ માત્ર 1.25 લાખ ડિસ્ટ્રીબ્યુટર્સ છે
AMFIના ચેરમેન એ. બાલાસુબ્રમણ્યમનું કહેવું છે કે ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે, અને 2030 સુધીમાં 100મિલિયન AUMને પાર કરી જશે. હાલ દેશમાં માત્ર 1.25 લાખ મ્યુચ્યુઅલ ફંડ વિતરકો છે અને અમારું અભિયાન આ સંખ્યાને વધારવામાં મદદ કરશે. ડિસ્ટ્રીબ્યુટર્સની સંખ્યામાં વધારો થવાથી, તે MFના રોકાણકારોની સંખ્યામાં પણ વધારો થશે.
5 હજારના રોકાણથી શરૂઆત
બાલાસુબ્રમણ્યમે જણાવ્યું કે, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બનવા માટે માત્ર રૂ. 5,000નું પ્રારંભિક રોકાણની જરૂર છે. સમય સાથે નવા ફોલિયો ખુલશે અને ડિસ્ટ્રીબ્યુટરને બજારના આધારે ઇન્વેસ્ટમનેટ વધતા ટૂંક સમયમાં નફો થવાનું શરૂ થશે. જો છેલ્લા 20 વર્ષના આંકડાઓ પર નજર કરીયે તો ડિસ્ટ્રીબ્યુટર્સે 16 ગણો નફો કર્યો છે.
અહીં અરજી કરી શકો છો
મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે AMFI માં જોડાવા ઇચ્છુક અરજદારોએ પરીક્ષા પાસ કરવી પડશે. આ માટે માહિતી AMFI અથવા એસેટ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા મેળવી શકાય છે. આ ઉપરાંત, www.MFDkareinshuru.com પર પરીક્ષા અને અરજી સંબંધિત અન્ય તમામ માહિતી ઉપલબ્ધ છે.
એમ્ફીના ડાયરેક્ટર વિશાલ કપૂર કહે છે કે, અમારું અભિયાન લોકોને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ વિશે ઘણી જાણકારી આપશે. જે તેમને અમારી સાથે જોડાવા માટે પ્રેરિત કરશે. 2030 સુધીમાં દેશમાં લગભગ 100મિલિયન મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ્સ ખોલવાનો અંદાજ છે. અમારી સાથે દરેક વર્ગ, ક્ષેત્ર અને ધંધાના લોકોને જોડવાનો અમારો પ્રયાસ છે.
મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પોતાની કમાણી કમિશન દ્વારા કરે છે, જે દરેક ફંડ માટે અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે, ELSS ફંડ્સ માટે 4.5% થી 10% સુધીનું કમિશન મળશે, જ્યારે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ પર તમને લગભગ 0.5% થી 2.5% કમિશન મળે છે. ડેટ ફંડમાં રોકાણ માટે 0.2% થી 0.8% સુધીનું કમિશન મળી રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર