Jobs and Career: ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (The Industrial Development Bank of India, IDBI) એ કોન્ટ્રાક્ટના ધોરણે આસિસ્ટન્ટ મેનેજર અને એક્ઝિક્યુટિવ્સની 1544 જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયાની તૈયારી કરી છે. સત્ર 2022-23 માટે બેંકના PGDBF કોર્સની ચેનલ દ્વારા ઉમેદવારોને આસિસ્ટન્ટ મેનેજર, ગ્રેડ - A તરીકે નિયુક્ત કરવામાં આવશે.
ઉમેદવારો 1544 ખાલી જગ્યાઓ માટે idbibank.in પર 17 જૂન સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો માત્ર એક જ પોસ્ટ માટે અરજી કરી શકે છે, બેંક દ્વારા કોઈપણ ફીના રિફંડ વિના એકથી વધુ અરજીઓ નકારી કાઢવામાં આવશે. એક્ઝિક્યુટિવ અને આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટેની ભરતી પરીક્ષા અનુક્રમે 9 જુલાઈ અને 23 જુલાઈના રોજ ઓનલાઈન મોડમાં લેવામાં આવશે.
ખાલી પડેલા પદો વિશે વિગતો કુલ - 1544 પદો
એક્ઝિક્યુટિવ પદ - 1044
આસિસ્ટન્ટ મેનેજર - 500
આ ભરતી સરકારની હાલની અનામત નીતિઓને આધીન રહેશે. ભરતી શરૂઆતમાં એક વર્ષના સમયગાળા માટે કરવામાં આવશે જેને વધુ બે વર્ષ સુધી લંબાવી શકાય છે, સંતોષકારક કામગીરી અને બેંકની જરૂરિયાતને આધીન આ કામના સમયને વધારી શકાય છે.
આ પદો માટે અરજદાર પાસે ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે, ઉમેદવારોએ પહેલા બેંકનો એક વર્ષનો PGDBF પ્રોગ્રામ પૂર્ણ કરવો પડશે. 3.5 લાખ રૂપિયાની પ્રોગ્રામ ફી ઉમેદવારોએ ઉપાડવાની રહેશે.
વય મર્યાદા:
એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો 1 એપ્રિલ, 2022ના રોજ 20 થી 25 વર્ષની વયના હોવા જોઈએ. આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે વય મર્યાદા 21 થી 28 વર્ષ છે. જો કે SC/ST અને PwBD કેટેગરીના ઉમેદવારોને 10 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવી છે.