Home /News /career /Job opening: ભારતીય રેલ્વેથી લઈને એરપોર્ટ ઓથોરિટી જેવી વિવિધ સંસ્થામાં નોકરીઓની છે વિપુલ તક, જાણો ડિટેલ્સ

Job opening: ભારતીય રેલ્વેથી લઈને એરપોર્ટ ઓથોરિટી જેવી વિવિધ સંસ્થામાં નોકરીઓની છે વિપુલ તક, જાણો ડિટેલ્સ

સરકારી નોકરી

Recruitment 2022: નોકરીની શોધમાં ભટકતા યુવાનો માટે સારી તકો સામે આવી છે. રેલ્વેથી લઈને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા જેવી ઘણી સંસ્થાઓમાં વિવિધ જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. વિવિધ ક્ષેત્રો માટે જાહેર કરાયેલી નોકરીઓ માટે તમે તમારી શૈક્ષણિક લાયકાત પ્રમાણે અરજી કરી શકો છો. આ ખાલી જગ્યાઓની વિગતો અહીં રજૂ કરી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    Recruitment 2022: નોકરીની શોધમાં ભટકતા યુવાનો માટે સારી તકો સામે આવી છે. રેલ્વેથી લઈને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા જેવી ઘણી સંસ્થાઓમાં વિવિધ જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. વિવિધ ક્ષેત્રો માટે જાહેર કરાયેલી નોકરીઓ માટે તમે તમારી શૈક્ષણિક લાયકાત પ્રમાણે અરજી કરી શકો છો. આ ખાલી જગ્યાઓની વિગતો અહીં રજૂ કરી છે.

    ઇન્ડિયન રેલ્વે રિક્રુટમેન્ટ


    ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડે કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. આ 80 પોસ્ટ માટે ITI ડિપ્લોમા ધરાવતા 10 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. જેની માટે વય મર્યાદા 15થી 25 વર્ષ છે. અહીં 5થી 9 હજારનું સ્ટાઈપીન્ડ આપવામાં આવશે. વધુ વિગતો જાણવા માટે irctc.com/new-openings.html પર વિઝીટ કરો

    અરજી કરવાની છેલ્લી તારીખ - 25 ઓક્ટોબર, 2022

    આ પણ વાંચો:  વિડીયો બનાવીને આ યુવક કમાય છે દર મહિને દસ લાખ રૂપિયા, શું તમે પણ કરી શકો આ કામ?

    એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા રિક્રુટમેન્ટ


    ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ 44 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ્સ માટે જે-તે ક્ષેત્રમાં ITI ડિપ્લોમા ધરાવતા 10 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે વય મર્યાદા 26 વર્ષ છે. તેમને મહિને 9 હજાર સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. સિલેક્શન ઈન્ટરવ્યુ અને ડીવી રાઉન્ડના આધારે થશે. વધુ વિગતો જાણવા માટે www.aai.aero પર જાઓ.

    અરજી કરવાની છેલ્લી તારીખ - 07 નવેમ્બર, 2022

    AIIMS ઋષિકેશ રિક્રુટમેન્ટ 2022


    AIIMS ઋષિકેશમાં વિવિધ 17 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. MBBS અને એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. જેની માટે વય મર્યાદા 56 વર્ષ છે. તો પગાર પે મેટ્રિક્સ લેવલ 10થી 14 મુજબ હશે. વધુ વિગતો જાણવા માટે aiimsrishikesh.edu.in પર વિઝીટ કરો.

    અરજી કરવાની છેલ્લી તારીખ - 31 ઓક્ટોબર 2022

    NIEIT દિલ્હી


    નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજી, નવી દિલ્હીએ સાયન્ટિસ્ટ C અને Dની પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવી છે. MSc/MCA ઉમેદવારો આ 27 પોસ્ટ માટે અરજી કરી શકે છે. જેની વય મર્યાદા 35થી 40 વર્ષ છે અને અરજી ફી રૂ. 800 છે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા થશે.

    અરજી કરવાની છેલ્લી તારીખ - 04 નવેમ્બર, 2022

    બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયા, કોલકાતા


    બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયા, કોલકાતાએ જુનિયર રિસર્ચ ફેલોની 33 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પીજી કરેલ ઉમેદવારો, જેમની ઉંમર 28 વર્ષથી વધુ ન હોય તેઓ આ પદો માટે અરજી કરી શકે છે. જેની એપ્લિકેશન ફી રૂ. 400 છે. વિગતો જાણવા bsi.gov.in પાર જાઓ અને ત્યાંથી જ ઓનલાઈન અરજી કરો.

    અરજી કરવાની છેલ્લી તારીખ - રોજગાર સમાચારમાં જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 30 દિવસની અંદર

    આ પણ વાંચો:  Gujarat Forest Recruitment 2022: ગુજરાત વનરક્ષક ભરતી માટે અરજી કરતાં પહેલા આટલું ખાસ જાણી લો

    સરદાર પટેલ યુનિવર્સિટીમાં જોબ ઓપનિંગ


    સરદાર પટેલ યુનિવર્સિટી ઓફ પોલીસ, જોધપુરે 28 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઇવ દ્વારા સિનિયર અને જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે MTech/MC/ME/B.Sc ઉમેદવારો અરજી કરી શકે છે. જેની માટે વય મર્યાદા 18થી 40 વર્ષ છે. પગાર પે મેટ્રિક્સ લેવલ 4 લેવલ 14 મુજબ મળશે. અરજી ફી 950 રૂપિયા છે. www.policeuniversity.ac.in પર જઈને તમે વધુ વિગતો જાણી શકો છો અને ઓનલાઈન અરજી કરી શકો છો.

    અરજી કરવાની છેલ્લી તારીખ - 02 નવેમ્બર, 2022
    First published:

    Tags: Jobs and Career