Air Force: મહિલાઓ ધો. 12 પાસ કરી આવી રીતે બની શકે છે ફ્લાઈંગ ઓફિસર

ફ્લાઈંગ ઓફિસર માટે ધોરણ-12 પાસ જરૂરી

Job in Indian Air Force: સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહિલાઓને રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી એટલે કે, NDAની પરીક્ષામાં ભાગ લેવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ મહિલાઓ માટે ત્રણેય સંરક્ષણ દળોમાં અધિકારીઓ તરીકે ભરતીનો બીજો વિકલ્પ પણ ખુલી ગયો છે.

  • Share this:
મુંબઈ: દેશમાં ઘણા યુવાનો સંરક્ષણ દળોમાં અથવા સરકારી નોકરી (Sarkar Naukri) મેળવવા માંગે છે. ભારતીય સેના, ભારતીય વાયુસેના (Indian Air Force) અને ભારતીય નૌસેના (Indian Navy)માં કામ કરવું એ આદર અને પ્રતિષ્ઠાની વાત છે. આ ક્ષેત્રમાં સર્વિસને ઉત્તમ જીવનશૈલીની સાથે કારકિર્દીના શ્રેષ્ઠ વિકલ્પો પૈકીનું એક માનવામાં આવે છે. જોકે, ભારતીય સેનાના 1,40,000 લશ્કરી દળોમાંથી માત્ર 0.56 ટકા મહિલાઓ છે. જ્યારે વાયુસેના (1.08 ટકા) અને નૌકાદળ (6.5 ટકા)માં મહિલાઓની ટકાવારી થોડી સારી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહિલાઓને રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી એટલે કે, NDAની પરીક્ષામાં ભાગ લેવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ મહિલાઓ માટે ત્રણેય સંરક્ષણ દળોમાં અધિકારીઓ તરીકે ભરતીનો બીજો વિકલ્પ પણ ખુલી ગયો છે.

શુ કહ્યું હતું સુપ્રીમ કોર્ટે?

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, લશ્કરી દળો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ તેમાં લિંગ સમાનતાની જરૂર છે. અમે ઇચ્છીએ છીએ કે, કોર્ટ દખલ કરે તે પહેલાં તેઓ લિંગ સમાનતા સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લે.

સુપ્રીમના આદેશની શું અસર થઈ?

આ આદેશના પાલનમાં UPSCએ એનડીએની પરીક્ષામાં મહિલાઓ પાસેથી અરજીઓ મંગાવી છે. આ ભરતીઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ આજે એટલે 8 ઓક્ટોબર, 2021 છે. અરજી કરવા ઇચ્છતી મહિલા ઉમેદવારો એપ્લિકેશન પોર્ટલ upsconline.nic.in પર અરજી કરી શકે છે.

ફ્લાઈંગ ઓફિસર (Flying officer) બનવાની લાયકત

• કોઈપણ માન્ય બોર્ડમાંથી ધો.12ની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ.
• મહિલા ઉમેદવારોએ ફિઝિકલ, કેમેસ્ટ્રી અને ગણિત વિષય સાથે ધો.12ની પરીક્ષા કે સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ.
• 2021ની પરીક્ષામાં ભાગ લેવા માટે ઉમેદવારનો જન્મ 2 જાન્યુઆરી 2003 પહેલા અને 1 જાન્યુઆરી 2006 બાદ થયો હોવો જોઈએ નહીં.

ફ્લાઈંગ ઓફિસર બનવા પસંદગી પ્રક્રિયા અને તાલીમ

NDA (2)ની પરીક્ષા આગામી 14 નવેમ્બરના રોજ લેવાશે. તેમાં સારું પ્રદર્શન કરનાર ઉમેદવારોને SSBના ઈન્ટરવ્યૂ રાઉન્ડ અને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ SSBના તબક્કામાં પ્રદર્શનના આધારે સફળ મહિલા ઉમેદવારોને તેમના મેરીટ અને પસંદગી મુજબ એકેડમી અને શારીરિક તાલીમ આપવામાં આવશે.

આ પણ વાંચો: Police Bharti:ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, પોલીસ સંવર્ગની 27847 જગ્યાઓની કરાશે ભરતી

પાસ થયા બાદ ઉમેદવારોને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દ્વારા બીટેક, બીએસસી, બીએસસી (કોમ્યુટર)ની ડિગ્રી આપવામાં આવશે. ત્યારપછી ફ્લાઈંગ કે નોન ટેક્નિકલ ગ્રાઉન્ડ બ્રાન્ચના ઉમેદવારોને હૈદરાબાદ સ્થિત એરફોર્સ એકેડમીમાં મોકલવામાં આવશે. જ્યારે કેડેટ ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ)ને બેંગ્લોર સ્થિત એરફોર્સ કેડેટ ટેકનોલોજી કોલેજમાં મોકલવામાં આવશે. જ્યાં એકથી દોઢ વર્ષ તાલીમ લેનાર ઉમેદવારને વાયુસેનામાં ફ્લાઈંગ ઓફિસર તરીકે નિમણૂક મળશે.
Published by:Vinod Zankhaliya
First published: