Home /News /career /Railway Recruitment 2022: 10 પાસ માટે રેલવેમાં આવી ઢગલાબંધ નોકરી, લાખો રૂપિયામાં મળશે સેલરી

Railway Recruitment 2022: 10 પાસ માટે રેલવેમાં આવી ઢગલાબંધ નોકરી, લાખો રૂપિયામાં મળશે સેલરી

central railway recruitment 2022

રજીસ્ટ્રેશન પ્રક્રિયા 15 ડિસેમ્બર, 2022 ખુલી ગઈ છે અને 15 જાન્યુઆરી 2023ના રોજ બંધ થઈ જશે. સેન્ટ્રલ રેલવેએ એપ્રેન્ટિસના કુલ 2422 પદ પર ભરતી બહાર પાડી છે.

મુંબઈ: મધ્ય રેલવેએ એપ્રેન્ટિંસ પદ પર અરજી કરનારા ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે. ઉમેદવાર જે પદ માટે અરજી કરવા માગે છે, તે આરઆરસી સીઆરની સત્તાવાર વેબસાઈટ rrccr.comના માધ્યમથી અરજી કરી શકશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા 15 ડિસેમ્બર, 2022 ખુલી ગઈ છે અને 15 જાન્યુઆરી 2023ના રોજ બંધ થઈ જશે. સેન્ટ્રલ રેલવેએ એપ્રેન્ટિસના કુલ 2422 પદ પર ભરતી બહાર પાડી છે.

આ પણ વાંચો: Sarkari Naukri 2022: રેલવેમાં નોકરી કરવા માગતા યુવાનો માટે થઈ રહી છે ભરતી, 47000થી વધારે મળશે સેલરી

વેકેન્સીની વિગતો



  • મુંબઈ કલસ્ટર- 1659 જગ્યા

  • ભૂસાવલ કલસ્ટર- 418 જગ્યા

  • પુણે ક્લસ્ટર- 125 જગ્યા

  • નાગપુર ક્લસ્ટર- 114 જગ્યા

  • સોલાપુર ક્લસ્ટર- 79 જગ્યા


શૈક્ષણિક લાયકાત


સેન્ટ્રલ રેલવેના આ તમામ પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 50 ટકા ગુણ સાથે 10મું પાસ કરેલું હોવું જોઈએ અથવા સમકક્ષ યોગ્યતા હોવી જોઈએ. તેની સાથે જ સંબંધિત ટ્રેડમાં નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અથવા નેશનલ કાઉંસિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અથના નેશનલ કાઉંસિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અથવા સ્ટેટ કાઉંસિલ ફોર વોકેશનલ ટ્રેનિંગમાં પ્રોવિઝનલ સર્ટિફિકેટ હોવું જોઈએ.

વય મર્યાદા


આ પદ પર અરજી કરી રહેલા ઉમેદવારોની ઉંમર 24 વર્ષ સુધી નક્કી કરેલી છે.

આ પણ વાંચો: ખરમાસ શરૂ થતાં જ આ 4 રાશિઓના આવશે અચ્છે દિન ધનલાભની સાથે નોકરી-વેપારમાં પણ થશે ફાયદો

અરજી ફી


જનરલ, ઓબીસી, ઈડબ્લ્યૂએસ ઉમેદવારોને 100 રૂપિયા અરજી ફી ચુકવવાની રહેશે. આ ઉપરાંત મહિલા ઉમેદવાર સહિત અન્ય વર્ગને કોઈ ફી આપવાની રહેશે નહીં.

પસંદગી પ્રક્રિયા


ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધાર પર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ 10માં પ્રાપ્ત અંકની સાથે ટ્રેડમાં આઈટીઆઈ અંકના આધાર પર તૈયાર કરવામાં આવશે.
First published:

Tags: Central government jobs