Home /News /career /Jobs in Jamnagar: બેરોજગાર યુવાનો માટે નોકરીની તક, યોજાયો ભરતીમેળો, જુઓ Video

Jobs in Jamnagar: બેરોજગાર યુવાનો માટે નોકરીની તક, યોજાયો ભરતીમેળો, જુઓ Video

X
જામનગરમાં

જામનગરમાં ભરતી મેળાનું આયોજન

જામનગરમાં આઈટીઆઈ કેમ્પસમાં આવેલી રોજગાર કચેરીમાં (Jobs in Jamnagar) છાસવારે ભરતી મેળાનું આયોજન કરવામાં આવતું રહે છે. આ ભરતી મેળામાં (Jobs fair in Jamnagar) બેરોજગાર યુવક-યુવતીને નોકરી મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવે છે

    Sanjay Vaghela, Jamnagar: આજના ટેક્નોલોજીના યુગમાં પણ વિવિધ કંપનીઓમાં મેનપાવરની જરૂરિયાત એટલી જ રહે છે. બીજી બાજુ હરીફાઈના સમયમાં નોકરી મળવી એટલું જ મુશ્કેલ બની રહે છે. મોટાભાગના યુવાનો આજે સરકારી નોકરી પાછળ દોડી રહ્યા છે. પરંતુ ખાનગી કંપનીઓમાં પણ લાયકાત ધરાવતા ઉમેદવારોની એટલી જ જરૂર (Jobs in Jamnagar) છે. શિક્ષણ મેળવ્યા બાદ યુવાનોને નોકરી મેળવવા માટે પણ પરિશ્રમ કરવો પડે છે. જો કે સરકાર દ્વારા દરેક જિલ્લામાં રોજગાર કચેરી બનાવી ત્યાં યુવાનો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી સારી જગ્યાએ નોકરી મેળવી શકે છે. તો બીજી બાજુ કોઈ ખાનગી કંપનીને લાયકાત ધરાવતા ઉમેદવારોની જરૂર પડે તો તેઓ પણ સીધો જ રોજગાર કચેરીનો સંપર્ક કરતા હોઈ છે. તો રોજગાર કચેરી દ્વારા પણ અવાર નવાર રોજગાર ભરતી મેળાનું પણ આયોજન કરતા હોઈ છે. જેમાં એકથી વધુ કંપનીના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ હાજર રહે છે. આવા જ એક ભરતી મેળાનું (Jobs fair in Jamnagar)જામનગર રોજગાર કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.

    પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં આઈટીઆઈ કેમ્પસમાં આવેલી રોજગાર કચેરીમાં છાસવારે ભરતી મેળાનું આયોજન કરવામાં આવતું રહે છે. આ ભરતી મેળામાં બેરોજગાર યુવક-યુવતીને નોકરી મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવે છે. આ ભરતી મેળામાં ધોરણ 10-12 પાસ, ITI- ડિપ્લોમા, સહીતના ઉમેદવાર માટે વિવિધ કંપનીના નોકરીદાતા હાજર રહ્યા હતાં અને ઉમેદવારનું ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં 60થી વધુ ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી અને નોકરી માટે ઑફર કરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે ભરતી મેળા માટે બેરોજગાર યુવાનોને અને નોકરીદાતાઓને અનુબંધમ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવા અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ રોજગાર મેળામાં તમામને બોલાવવામાં આવ્યા હતા. આ રોજગાર ભરતીમેળામાં કુલ 8 કંપનીમાંથી અધિકારીઓ આવ્યા હતા. અને 150થી વધુ ઉમેદવાર હાજર રહ્યા હતા. ભરતી મેળામાં શોર્ટ લિસ્ટ થયાં બાદ ઉમેદવારોને ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે, ત્યાર બાદ સિલેકશન કરવામાં આવે છે.

    આ પણ વાંચો:  આ સાઇક્લિંગ ક્લબ પર્યાવરણ અંગે ફેલાવે છે અનોખી જનજાગૃતિ, જુઓ Video

    આ ભરતી મેળામાં કોમ્પ્યુટર ઓપરેટર, ધોરણ 10-12 પાસ, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, આઈટીઆઈના વિવિધ ટ્રેડ પાસ ઉમેદવારો માટે નોકરીની તક હતી. જામનગરના વધુમાં વધુ યુવક અને યુવતીઓને નોકરી મળી રહે તે માટે જામનગરમાં ITI કેમ્પસમાં આવેલી રોજગાર કચેરી દ્વારા અવારનવાર રોજગાર ભરતી મેળો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ખાનગી કંપનીઓ અને સંસ્થાઓ દ્વારા લાયક ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. આથી બેરોજગાર યુવાનોએ વધુમાં વધુ આ ભરતીમેળાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.

    યુવાનો નોંધી લો આ વેબસાઈટ


    રાજ્ય સરકાર દ્વારા બેરોજગાર યુવાનો અને વિવિધ કંપનીઓ ને સરળતા રહે તે માટે ખાસ અનુબંધમ નામની વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે, જેમાં ઉમેદવાર અને કંપનીએ જાતે જ રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. બાદમાં બંને સીધા જ પોતાની જરૂરિયાત મુજબ એક બીજાનો સંપર્ક કરી નોકરી મેળવી કે નોકરી આપી શકે છે. આ વેબસાઈટનું નામ છે  http://anubandham.gujarat.gov.in દરેક યુવાનોએ આ વેબસાઈટ પર પોતાની વિગતો ભરી નોંધણી કરાવી લેવી જોઈએ, જેથી તેઓને સરળતાથી નોકરી મળી શકે છે. તો નોકરીદાતાઓએ પણ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે આથી તેઓ પણ આ પોર્ટલ પરથી જ લાયક ઉમેદવારોને નોકરીની ઓફર કરી શકે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Jamnagar News, Jamnagar Samachar, Jobs in Gujarat, નોકરી, સરકારી નોકરી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन