Home /News /career /Sarkari Naukri 2022: પાટણમાં જિલ્લા બાળ સુરક્ષા વિભાગમાં ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો

Sarkari Naukri 2022: પાટણમાં જિલ્લા બાળ સુરક્ષા વિભાગમાં ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો

નોટિફિકેશન

જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી 2022: સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત પાટણ ખાતે કરાર આધારી કુલ ખાલી 2 પાદો પાર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જાણો વધુ માહિતી.

Jobs and Career :  ગુજરાતમાં વિવિધ સંસ્થાઓમાં સરકારી નોકરીઓની બમ્પર ભરતી નીકળી છે. ત્યારે  સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતું, ગુ.રા. ગાંધીનગર હસ્તકના જીલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણ માટે 11 મહિનાના કરાર આધારિત સુરક્ષા અધિકારી અને ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી કરવામાં આવશે.

ભરતી સંબંધિત જરૂરી માહિતી:


સંસ્થા: જિલ્લા બાળ સુરક્ષા એકમ

કુલ ખાલી જગ્યા: 2 (સુરક્ષા અધિકારી-1, આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર-1)

અરજી માટેની અંતિમ તારીખ: 25 ઓગસ્ટ 2022

ઉંમર વર્ષ: 21 - 40  વર્ષ

પગાર ધોરણ:


સુરક્ષા અધિકારી - 21000 પ્રતિ માષ

આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર - 12000 પ્રતિ માષ

નોકરીનું સ્થળ: પાટણ

શૈક્ષણિક લાયકાત અને અનુભવ:


સુરક્ષા અધિકારી: MRMMSWIMRS મનોવિજ્ઞાન/સમાજ શાસ્ત્ર અનુસ્નાતક સાથે. લઘુત્તમ 55%. બાલ કલ્યાણ ક્ષેત્રમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર: સ્નાતક/ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર(DCA) લાગુત્તમ 50%. CCC ટાઈપિંગ 40 શબ્દ પ્રતિ મિનિટ. MS ઓફિસ અને ડેટા એન્ટ્રીનો બે વર્ષનો અનુભવ.

આ પણ વાંચોઃ-Gujarat SWM Bharti 2022: કમિશ્નર ગ્રામ વિકાસ કચેરીમાં SWM કન્સલ્ટન્ટની ભરતી, રૂ.40,000 સુધી પગાર


અરજી કરવાની રીત: ઇચ્છુક લાયક ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સની નકલ, "જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, સેવા સદન ભોય તળીયે, બ્લોક બી નં. ૧૧, મુ.તા-જિ-પાટણ" ના સરનામે મોક્લવવાની રહેશે.

નોટિફિકેશન


ખાસ નોંધ: જેમની અરજી 25 ઓગસ્ટ બાદ મળશે તે સ્વીકારવામાં આવશે અહીં. લાયક ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ભરતી સંબંધિત તમામ નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ પાટણને આધીન રહેશે.

આ પણ વાંચોઃ-BOB Recruitment 2022: બેન્ક ઓફ બરોડામાં ભરતી, પગાર 20 હજાર


ઉલ્લેખનીય છે કે કમિશ્નર ગ્રામ વિકાશ કચેરી ગાંધીનગર ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ભાગ 2 યોજના અંતર્ગત SWM કન્સલ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી છે.

આ ભરતી 11 મહિનાના કરાર આધારિત રહેશે. તેમજ તમારી અરજી નક્કી કરેલા સમય બાદ મળશે તો માન્ય ગણાશે નહિ. વધુ માહિતી અને અરજી ફોર્મ માટે સત્તાવાર વેબસાઈટ www.ruraldev.gujarat.gov.in  નો ઉપયોગ કરવાનો રહેશે.
First published:

Tags: Career and Jobs, Governmet Jobs, GPSC Recruitment, Jobs and Career

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો