Jobs alert: જેટ એરવેઝમાં જનરલ મેનેજર, ગ્રાઉન્ડ ઓપરેશન્સ ટ્રેનિંગમાં હેડ સહિતની પોસ્ટ પર થઈ રહી છે ભરતી
Jobs alert: જેટ એરવેઝમાં જનરલ મેનેજર, ગ્રાઉન્ડ ઓપરેશન્સ ટ્રેનિંગમાં હેડ સહિતની પોસ્ટ પર થઈ રહી છે ભરતી
જેટ એરવેઝમાં ભરતી
Jet Airways recruitment: આ ભરતી અભિયાન હેઠળ કોઈપણ લાયક ઉમેદવાર અરજી કરી શકે છે. આ સાથે જ કંપનીએ પોતાના પૂર્વ કર્મચારીઓને પણ અરજી કરવા પ્રોત્સાહિત કર્યા છે.
Jobs and Career: ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાથી જેટ એરવેઝ (Jet airways) કોમર્શિયલ સર્વિસ (Commercial flight service) શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેના અનુસંધાને જેટ એરવેઝ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર કર્મચારીઓની ભરતી (Jet Airways Recruitment) કરવામાં આવનાર છે. આ ભરતી અભિયાન હેઠળ કોઈપણ લાયક ઉમેદવાર અરજી કરી શકે છે. આ સાથે જ કંપનીએ પોતાના પૂર્વ કર્મચારીઓને પણ અરજી કરવા પ્રોત્સાહિત કર્યા છે.
જેટ એરવેઝ દ્વારા રિટેઇલ અને કોર્પોરેટ સેલ્સમાં જનરલ મેનેજર, ગ્રાઉન્ડ ઓપરેશન્સ ટ્રેનિંગમાં હેડ, DGR ઈન્સ્ટ્રક્ટર અને પેસેન્જર સર્વિસ સિસ્ટમ (PSS) ટ્રેનર અને અન્યની જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે
ભરતી અંગે જેટ એરવેઝે ટ્વિટ કર્યું હતું કે, અમે ઇતિહાસ રચતી ટીમમાં જોડાવા માટે જનરલ મેનેજર (જીએમ) રિટેલ અને કોર્પોરેટ સેલ્સની શોધ કરી રહ્યા છીએ.
આદર્શ ઉમેદવારને 10થી 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ - ખાસ કરીને એરલાઇન અથવા મુસાફરી ઉદ્યોગમાં. ઉમેદવાર સંભવિત ગ્રાહકો અને ટ્રેડ પાર્ટનરને ઓળખવામાં ઝડપી હોવો જોઈએ અને કોમર્શિયલ રિલેશનને મેનેજ કરવામાં સારો હોવો જોઈએ. ઉમેદવાર ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. માર્કેટિંગ કે સેલ્સમાં એમબીએને પ્રાધાન્ય આપવામાં આવશે.
હેડની જગ્યા માટે- ગ્રાઉન્ડ ઓપરેશન્સ ટ્રેનિંગ માટે લાયક ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી અને ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
ડીજીઆર ઈન્સ્ટ્રક્ટર માટે- આદર્શ ઉમેદવાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) માન્ય ડેન્જરસ ગુડ્સ ઇન્સ્ટ્રક્ટર હોવો આવશ્યક છે. તેને ઓછામાં ઓછા 5 વર્ષનો તાલીમનો અનુભવ હોવો જરૂરી છે.
પેસેન્જર સર્વિસ સિસ્ટમ (પીએસએસ) ટ્રેનર્સ - આ પોસ્ટ માટે આદર્શ ઉમેદવાર પાસે ટ્રેનરના ઉપયોગ તરીકે પીએસએસ સિસ્ટમમાં ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ હોવો જોઇએ અને તેની પાસે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.
અહીં નોંધનીય છે કે, જેટ એરવેઝના સેલ્સને વધારવામાં અને તેને નેક્સ્ટ લેવલ પર લઈ જવામાં મદદ કરી શકે તેવા હાઈ પર્ફોર્મિંગ કરનારા સેલ્સ પ્રોફેશનલ્સની પણ એરલાઇન શોધ કરી રહી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા ગત 20 મેના રોજ એર ઓપરેટર સર્ટિફિકેટને ફરીથી માન્ય કરવામાં આવ્યા બાદ જેટ એરવેઝે અનેક હોદ્દા માટે ભરતી પ્રકારની શરૂ કરી દીધી છે. એર ઓપરેટર સર્ટિફિકેટના કારણે એરલાઇન 2019 પછી પ્રથમ વખત કોમર્શિયલ ફ્લાઇટ ફરી શરૂ કરી શકશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર