Home /News /career /JEE Main or NEET 2022: કેમિસ્ટ્રીની તૈયારી કરતી વખતે NCERTના આ ટૉપિક્સને ભૂલશો નહીં

JEE Main or NEET 2022: કેમિસ્ટ્રીની તૈયારી કરતી વખતે NCERTના આ ટૉપિક્સને ભૂલશો નહીં

આ પરીક્ષાઓ માટે NCERTના તમામ ચેપ્ટર મહત્વપૂર્ણ છે

Education news: મોટાભાગના પ્રશ્નો મેમરી આધારિત અને NCERTના હોવાથી વિદ્યાર્થીઓને જેઇઇ મેઇન અને નીટમાં કેમેસ્ટ્રીમાં સારા ગુણ મેળવવાનું પ્રમાણમાં સરળ લાગે છે.

એન્જિનિયરિંગ (Engineering) અને મેડિકલ કોલેજો (Medical colleges) માટે અંડરગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષા તરીકે ઓળખાતી જેઇઇ મેઇન (JEE Main) અને નીટ (NEET)માં રેન્ક નક્કી કરવા માટે કેમેસ્ટ્રી (Chemistry) મહત્વપૂર્ણ વિષય છે. મોટાભાગના પ્રશ્નો મેમરી આધારિત અને NCERTના હોવાથી વિદ્યાર્થીઓને જેઇઇ મેઇન અને નીટમાં કેમેસ્ટ્રીમાં સારા ગુણ મેળવવાનું પ્રમાણમાં સરળ લાગે છે.

આ પરીક્ષાઓ માટે NCERTના તમામ ચેપ્ટર મહત્વપૂર્ણ છે. અલબત અમુક પ્રકરણો સામાન્ય કરતાં વધુ મહત્વ ધરાવે છે. જો તમે અન્ય લોકો કરતાં આગળ વધવા માંગતા હોવ તો વસુંધરા ગાઝિયાબાદની શેઠ આનંદરામ જયપુરિયા સ્કૂલમાં ધોરણ 11 અને 12 ના રસાયણશાસ્ત્ર વિભાગના વડા / એકેડેમિક કો-ઓર્ડિનેટર સરિતા ખોકરે સૂચવેલા આ વિષયો તૈયાર કરી શકો છો.

ફિઝિકલ કેમેસ્ટ્રી

થર્મોડાયનેમિક્સ, કેમિકલ કાઇનેટીક્સ અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, ફિઝિકલ કેમેસ્ટ્રીના સૌથી મહત્વપૂર્ણ ચેપ્ટર પૈકીના છે. તેમાંથી એકને પણ અવગણવું જોઈએ નહીં. તે ચેપ્ટરમાં આંકડાકીય વેલ્યૂ સંબંધિત પ્રશ્નો અને ન્યુમેરિકલ્સ સિંગલ ચોઈસ તરીકે સાચા MCQ હોવાની સંભાવના વધારે છે. વિદ્યાર્થીઓને આ ચેપ્ટર્સમાં વિસ્તૃત અભ્યાસથી લાભ થશે.

આ પણ વાંચો: ફોરેસ્ટ ગાર્ડની નોકરી માટે કરો અરજી, ઉમેદવારો માટે જરૂરી છે ધોરણ 12 પાસ

ઓર્ગેનિક કેમિસ્ટ્રી

ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો વિભાગ જેઇઇ અને નીટમાં મુખ્ય અભ્યાસક્રમ ધરાવે છે અને તમામ ટૉપિક્સ એટલા જ મહત્વપૂર્ણ છે. ઓર્ગેનિકના બધા રીએક્શન અને મિકેનિઝમ્સ પર પકડ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઘણી વખત વિષયોની ફેરતપાસ કરવાની જરૂર પડે છે. નોમેનકલેચર, ઇલેક્ટ્રોન ડિસ્પ્લેસમેન્ટ ઇફેક્ટ્સ, રૂપાંતરણો અને નેમ રીએક્શન પરના પ્રશ્નો મોટે ભાગે પૂછવામાં આવે છે. આ ઉપરાંત જીઓસી (GOC) અને કાર્બોનિલ સંયોજનો, એમાઇન્સ અને આલ્કોહોલની રાસાયણિક પ્રતિક્રિયાઓ જેવા વિષયો પર પ્રશ્નો આધારિત હોય છે. બાયોમોલેક્યુલ્સ, રોજિંદા જીવનમાં રસાયણશાસ્ત્ર અને પોલિમર જેવા પ્રકરણોને અવગણી શકાય નહીં, કારણ કે આ વિષયોમાંથી પણ કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે.

આ પણ વાંચો: વીજળી વિભાગમાં એન્જીનિયરિંગની જગ્યાઓ માટે ભરતી શરૂ

ઈનઓર્ગેનિક કેમેસ્ટ્રી

આ વિભાગમાં વિવિધ તત્વો અને તેમના સંયોજનોના રસાયણશાસ્ત્રનો સમાવેશ થાય છે, જેમાં ગુણધર્મોના વલણોનો પણ સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ ગુણધર્મો અને તેમના ટ્રેન્ડ અને યોગ્ય કારણો સાથે અપવાદરૂપ કેસને સમજવાની જરૂર હોય છે. રસાયણશાસ્ત્ર NCERTનું સઘન અને આયોજિત વાંચન તેમજ NCERTના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી છે. પી-બ્લોક અને ડી-બ્લોક જેવા પ્રકરણો માટે ટ્રેન્ડ શીખવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સારો સ્કોર કરવા માટે કોઓર્ડિનેશન સંયોજનમાં ખ્યાલોની સંપૂર્ણ સમજની જરૂર છે.

નોંધ: NCERTના ગ્રાફ અને કોષ્ટકોને અવગણવા જોઈએ નહીં.
First published:

Tags: Jee main, NCERT, Neet