Home /News /career /

JEE Main June Session Admit Card 2022: આગામી 23મીથી જેઈઈ મેઈન પરીક્ષા, ટૂંકમાં જ જાહેર થશે એડમિટ કાર્ડ

JEE Main June Session Admit Card 2022: આગામી 23મીથી જેઈઈ મેઈન પરીક્ષા, ટૂંકમાં જ જાહેર થશે એડમિટ કાર્ડ

જીઈઈ મેઈન એડમિટ કાર્ડ

Jee main admit card: પરીક્ષા માટે સમયસર સફળતાપૂર્વક અરજી ફોર્મ સબમિટ કરનાર અરજદારો jeemain.nta.nic.in પરથી જેઇઇ મેઇન્સ એડમિટ કાર્ડ 2022 ડાઉનલોડ કરી શકાશે.

    એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઇઇ મેઇન 2022ના એડમિટ કાર્ડ (JEE Main June Session Admit Card) નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર થઈ શકે છે. પરીક્ષા માટે સમયસર સફળતાપૂર્વક અરજી ફોર્મ સબમિટ કરનાર અરજદારો jeemain.nta.nic.in પરથી જેઇઇ મેઇન્સ એડમિટ કાર્ડ 2022 ડાઉનલોડ કરી શકાશે. આ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોને તેમના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ અથવા પાસવર્ડની જરૂર પડશે.

    NTAએ સત્ર 1 માટે જેઇઇ મેઇન એડમિટ કાર્ડ 2022ની જાહેર કરવામાં વિલંબ કર્યો છે. જેઇઇ મેઇન 2022 માટેનું એડમિટ કાર્ડ પરીક્ષાના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા જાહેર કરવાનું હોય છે. આગામી જેઇઇ મેઇન પરીક્ષાની તારીખ 23, 24, 25, 26, 27, 28 અને 29 જૂન છે.

    હવે જ્યારે પરીક્ષા શરૂ થવામાં 4 દિવસ બાકી છે, ત્યારે ઉમેદવારોના જેઇઇ મેઇન 2022 એડમિટ કાર્ડ જાહેર થવાની પૂરી સંભાવના છે. કારણ કે છેલ્લી કેટલીક પરીક્ષાઓના ટ્રેન્ડ પર નજર કરવામાં આવે તો, પરીક્ષા શહેર ઇન્ટિમેશન સ્લિપ જાહેર થયા બાદ ઉમેદવારોના એડમિટ કાર્ડ પરીક્ષા શરૂ થવાની તારીખના ચાર દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યા છે.

    એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું?

    - સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ jeemain.nta.nic.in અથવા nta.ac.in પર જાઓ

    - હવે જેઇઇ મેઇન 2022 સત્ર 1ની એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.

    - ત્યાં માંગવામાં આવેલી જાણકારી દાખલ કરો અને લોગીન કરો.

    - હવે એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. તેની પ્રિન્ટ કાઢી લો.

    - એડમિટ કાર્ડમાં આપવામાં આવેલી ગાઇડલાઇન્સ અને જાણકારીને સારી રીતે વાંચી લો.

    આ પણ વાંચોઃ-PGVCL recruitment 2022: ગુજરાતમાં 400 લાઇનમેનની જગ્યાઓ માટે ભરતી, 10 પાસ સાથે આ કોર્સ કરનારાઓ માટે તક

    અહીં ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોએ એડમિટ કાર્ડની સાથે માન્ય ફોટો આઈડી અને ફોટો સાથે પરીક્ષા કેન્દ્રમાં હાજર રહેવાનું રહેશે. વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડમાં આપેલા રિપોર્ટિંગ સમયે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું થશે. અન્ય કોઈપણ અપડેટ્સ માટે, વિદ્યાર્થીઓએ ઉપરની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી હિતાવહ છે.

    આ પણ વાંચોઃ-Sarkari Naukri: UPSC, DRDO, બેંક ઓફ બરોડામાં આવી ભરતી, સરકારી નોકરીની સુવર્ણ તક

    જેઇઇ મેઇનના જૂન સત્રના એડમિટ કાર્ડ માટે જરૂરી વિગતો

    જેઇઇ મેઇન 2022 સત્ર 1 એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જાહેર થાય તેવી અપેક્ષા છે.

    જેઇઇ મેઇન્સ હોલ ટિકિટ રિલીઝનો સમય- ટૂંક સમયમાં જાહેર થશે

    આ વિગતો હશે- પરીક્ષાની તારીખ, પરીક્ષા કેન્દ્ર, વ્યક્તિગત વિગતો, રોલ નંબર

    જેઇઇ મેઇનની સત્તાવાર વેબસાઇટ - jeemain.nta.nic.in 2022

    જેઇઇ મેઇન પરીક્ષાની તારીખ: 23 જૂનથી 29 જૂન, 2022
    Published by:ankit patel
    First published:

    Tags: JEE

    આગામી સમાચાર