Home /News /career /JEE Main 2023: એન્જીનિયરીંગમાં એડમિશન લેવા માગતા વિદ્યાર્થીઓ માટે ખાસ, ફક્ત બે વાર યોજાશે પરીક્ષા
JEE Main 2023: એન્જીનિયરીંગમાં એડમિશન લેવા માગતા વિદ્યાર્થીઓ માટે ખાસ, ફક્ત બે વાર યોજાશે પરીક્ષા
jee main 2023
જાન્યુઆરી સત્રની પરીક્ષામાં ભાગ લેનારા માટે એનટીએની વેબસાઈટ પર ઓનલાઈન અરજી વિંડો ઓપન થઈ ગઈ છે. ઈચ્છુક ઉમેદવાર 12 જાન્યુઆરી રાતના નવ વાગ્યા સુધી ઓનલાઈન અરજી અને રાતના 11.50 મીનિટ સુધી ઓનલાઈન ફી જમા કરી શકશે.
નવી દિલ્હી: એન્જીનિયરીંગમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને JEE Main 2023માં ચાર નહીં ફક્ત બે વાર પરીક્ષા આપવાનો મોકો મળશે. તેની સાથે જ નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જેઈઈ મેન 2023નું શિડ્યૂલ જાહેર કરી દીધું છે. જાન્યુઆરીમાં આયોજીત થનારી કંમ્પ્યુટર આધારીત પ્રવેશ પરીક્ષાને સત્ર-એક અને એપ્રિલમાં આયોજીત થનારી પરીક્ષાને સત્ર બે કહેવાશે.
જાન્યુઆરી સત્રની આયોજીત થનારી પરીક્ષાને 24, 25, 27, 28, 29, 30 અને 31 તારીખને સવારે અને સાંજની શિફ્ટમાં હિન્દી, અંગ્રેજી સહિત કુલ 13 ભારતીય ભાષામાં લેવામાં આવશે. જાન્યુઆરી સત્રની પરીક્ષામાં ભાગ લેનારા માટે એનટીએની વેબસાઈટ પર ઓનલાઈન અરજી વિંડો ઓપન થઈ ગઈ છે. ઈચ્છુક ઉમેદવાર 12 જાન્યુઆરી રાતના નવ વાગ્યા સુધી ઓનલાઈન અરજી અને રાતના 11.50 મીનિટ સુધી ઓનલાઈન ફી જમા કરી શકશે.
આ સંબંધમાં એનટીએના વરિષ્ઠ ડિરેક્ટર ડોક્ટર સાધના પરાશર તરફથી કહેવામાં આવ્યું છે કે, ગુરુવારે મોડી સાંજે શૈક્ષણિક સત્ર 2023-24 માટે જેઈઈ મેનનું શિડ્યૂલ જાહેર કરી દીધું છે. જેઈઈ મેનના પેપર એકના મેરિટથી આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈઆઈટી, કેન્દ્રીય ગ્રાન્ટેડ ટેકનિક સંસ્થા સહિત રાજ્ય સરકારોની એન્જીનિયરીંગ કોલેજેમાં બીઈ અને બીટેક પ્રોગ્રામમાં સીટ મળશે. જ્યારે પેપર બેથી બેચરલ ઓફ આર્કિટેક્ચર અને બેચલર ઓફ પ્લાનિંગમાં એ઼ડમિશન માટે મેરિટ તૈયાર થશે. જો કે, જેઈઈ મેમ 2023વના મેરિટથી ટોપ અઢી લાખ સફળ ઉમેદવાર આઈઆઈટીમાં એડમિશન માટે જેઈઈ એડવાંસ્ડ માટે લેવામાં આવશે.
અરજીમાં EWS અને અનામત વર્ગની જાણકારી આપવી જરુરી
એનટીએની વેબસાઈટ પર જઈને વિદ્યાર્થી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. તેમાં નામ, જન્મતારીખ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખ્યા બાદ અકાઉન્ટ ઓપન થશે. વિદ્યાર્થી ધ્યાન આપે કે, EWS અને અનામત વર્ગની જાણકારી આપવી ફરજિયાત છે. જો આ જાણકારી ઓનલાઈન અરજી પત્રમાં નથી ભરી, તો એડમિશન સીટના સમય તેમને લાભ નહીં મળે.
જેઈઈ મેન 2023ની પરીક્ષા 13 ભારતીય ભાષામાં લેવાશે
એનટીએ તરફથી જાહેર કરવામાં આવેલી જાણકારી અનુસાર, જેઈઈ મેઈન્સ 2023ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પાસે હિન્દી, અંગ્રેજી સહિત કુલ 13 ભાષાનો વિકલ્પ હશે. તેમાં મુખ્ય રીતે અસમિયા, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ જેવી ભાષા સામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર