Home /News /career /JEE Advanced 2022: JEE Advanced 2022નું પરીણામ જાહેર, આર.કે. શિશિર છોકરામાં તો તનિષ્કા કાબરા છોકરીઓમાં ટોપર

JEE Advanced 2022: JEE Advanced 2022નું પરીણામ જાહેર, આર.કે. શિશિર છોકરામાં તો તનિષ્કા કાબરા છોકરીઓમાં ટોપર

આર.કે. શિશિર છોકરામાં તો તનિષ્કા કાબરા છોકરીઓમાં ટોપર

JEE Advanced Topper List 2022 Released: JEE Advanced Topper List 2022 પણ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષામાં આર.કે. શિશિરે પ્રથમ રેન્ક પ્રાપ્ત કરીને ટોચનું સ્થાન મેળવ્યું છે. IIT દિલ્હી ઝોનની તનિષ્કા કાબરા 16મો રેન્ક મેળવીને મહિલાઓમાં ટોપર બની છે. મીડિયા રિપોર્ટના અનુસાર આ પરીક્ષામાં કુલ 10 ઉમેદવારોએ પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ બોમ્બેની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીએ JEE Advanced 2022નું પરીણામ જાહેર કરી દીધું છે. આ સાથે JEE Advanced Topper List 2022 પણ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં આર.કે. શિશિરે પ્રથમ રેન્ક પ્રાપ્ત કરીને ટોચનું સ્થાન મેળવ્યુ છે. IIT દિલ્હી ઝોનની તનિષ્કા કાબરા 16મો રેન્ક મેળવીને મહિલાઓમાં ટોપર બની છે.

    આર કે શિશિરને પ્રથમ રેન્ક મળ્યો


    આ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા ટોપર IIT બોમ્બે ઝોનના આર.કે. શિશિરે 360માંથી 314 માર્કસ મેળવ્યા છે. મહિલાઓમાં ટોપર બનેલી તનિષ્કા કાબરાએ IIT પ્રવેશ પરીક્ષામાં 360માંથી 277 માર્કસ મેળવીને 16મો રેન્ક મેળવ્યો છે. IIT મદ્રાસ ઝોનની પલ્લી જળસાક્ષી 24મો રેન્ક મેળવીને બીજા નંબર પર આવી છે, તેના પછી IIT બોમ્બેની જલાધિ જોશી 32મો રેન્ક મેળવીને ત્રીજી ટોપર બની છે.

    આ પણ વાંચોઃ નિટનું પરિણામ જાહેર, દેશના ટોપ 50માં ગુજરાતના પાંચ

    10 ઉમેદવારોએ પ્રથમ રેન્ક મળ્યો


    આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://jeeadv.ac.in/ પર ક્લિક કરીને ટોપર્સ લિસ્ટ જોઈ શકે છે. ઘણા બધા મીડિયા રિપોર્ટના અનુસાર આ પરીક્ષામાં કુલ 10 ઉમેદવારોએ પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. આમાં આર.કે. શિશિર, વાંગપલ્લી સાઈ સિદ્ધાર્થ, પોલિસેટી કાર્તિકેય, દયાલા જોન જોસેફ, લવેશ મહાર, ઓજસ મહેશ્વરીનો, ગોયકોટી વિગ્નેશ, ઓમકાર રમેશ શિરપુર, તાડ સિમીપુર સામેલ છે.

    આ પણ વાંચોઃ  પ્રવેશ પરીક્ષાથી ગભરાવવાની જરૂર નથી, આ રીતે પાસ કરો

    296 વિદેશી વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા


    જેઈઈ 2022માં પેપર 1 અને 2 બંનેમાં કુલ 1,55,538 ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. કુલ 40712 ઉમેદવારોએ JEE Advanced 2022ની પરીક્ષા માટે ઉત્તીર્ણ થયા છે. કુલ યોગ્ય ઉમેદવારોમાંથી 6516 મહિલાઓ છે. આ ઉપરાંત, કુલ 296 વિદેશી ઉમેદવારોએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 280 ઉમેદવારો બંને પેપરમાં ઉપસ્થિત રહ્યા હતા. આમાંથી 145 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે.

    આ પરીક્ષામાં સફળ ઉમેદવાર JoSAA કાઉન્સેલિંગ માટે અરજી કરી શકે છે, જે IIT પ્રવેશ માટે આયોજિત કરવામાં આવે છે. કાઉન્સેલિંગ પ્રક્રિયા 12 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: IIT BOMBAY, JEE ADVANCED, Result news

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन