Home /News /career /JEE Advance 2021: જેઇઇ એડવાન્સ પરીક્ષા 3 ઓક્ટોબરે, શિક્ષણ મંત્રીએ જાહેર કરી તારીખ
JEE Advance 2021: જેઇઇ એડવાન્સ પરીક્ષા 3 ઓક્ટોબરે, શિક્ષણ મંત્રીએ જાહેર કરી તારીખ
વિદ્યાર્થીઓએ પોતાની સાથે એડમિટ કાર્ડ રાખવાનું રહેશે. એડમિટ કાર્ડ વગર પ્રવેશ મળશે નહીં. પરીક્ષામાં એડમિટ કાર્ડ સાથે જ એન્ટ્રી મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ગેજેટ અથવા ઈલેક્ટ્રોનિકની ચીજો સાથે લઈ જઈ નહીં શકે. બ્લૂટુથ હેડફોન વગેરે પરીક્ષા કેન્દ્રમાં લઈ જવાની મનાઈ છે.
JEE Advance 2021: IITમાં એડમિશન માટે જેઇઇ એડવાન્સ 2021 પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે
નવી દિલ્હી. આઇઆઇટી (IIT)માં પ્રવેશ માટે જેઇઇ એડવાન્સ 2021 (JEE Advance 2021) પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)એ ટ્વીટ કરીને જણાવ્યું કે જેઇઇ એડવાન્સ 2021 પરીક્ષા 3 ઓક્ટોબરે યોજાશે. પરીક્ષાનું આયોજન કોવિડ પ્રોટોકોલ (Covid Protocol)નું પાલન કરીને થશે. આ ઉપરાંત શિક્ષણ મંત્રીએ જેઇઇ મેન (JEE Mains)ના ત્રીજા ચરણમાં પરીક્ષા નહીં આપી શકનારા અભ્યર્થીઓ માટે પણ અગત્યની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં પૂર (Maharashtra Floods) અને ભારે વરસાદને કારણે જેઇઇ મેન 2021ના ત્રીજા ચરણની પરીક્ષા ન આપી શકનારા અભ્યર્થીઓને પરીક્ષા આપવાની તક પ્રદાન કરવામાં આવશે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ એવા સ્ટુડન્ટ્સને પરીક્ષામાં સામેલ થવાની વધુ એક તક આપશે. તેમણે જણાવ્યું કે તેમાં મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના એવા સ્ટુડન્ટ્સ સામેલ હશે જે 25 અને 27 જુલાઈની પરીક્ષા આપી નહોતા શક્યા. મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભૂસ્ખદલના કારણે ઘણા બધા સ્ટુડન્ટ્સ 20 અને 220 જુલાઈએ યોજાયેલી JEE Main 2021ના ત્રીજા ચરણની પરીક્ષા નહોતા આપી શક્યા.
JEE (Advanced) 2021 examination for admission in #IITs will be held on the 3rd October, 2021. The examination will be conducted adhering to all Covid-protocols.@DG_NTA@PIBHRD@EduMinOfIndia@IITKgp@PMOIndia
નોંધનીય છે કે, JEE Main 2021ની એપ્રિલમાં યોજાનારી ત્રીજા ચરણની પરીક્ષા અત્યારે લેવાઈ રહી છે. ત્રીજા ચરણમાં ત્રણ દિવસ 20, 22 અને 25 જુલાઈએ પરીક્ષા થઈ ચૂકી છે. આજે 27 જુલાઈએ પરીક્ષા યોજાશે. જેઇઇ મેનના ચોથા ચરણની પરીક્ષા ઓગસ્ટના અંતિમ સપ્તાહ અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં આયોજિત કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર