Jamnagar: જામનગરના યુવાનો માટે ITIમાં શરુ કરાયો આ ખાસ કોર્ષ, જાણો સંપૂર્ણ વિગત
Jamnagar: જામનગરના યુવાનો માટે ITIમાં શરુ કરાયો આ ખાસ કોર્ષ, જાણો સંપૂર્ણ વિગત
જામનગર ITI માં બ્રાસ ઉદ્યોગને લગતા કોર્ષ શરૂ થશે
બ્રાસ સીટી તરીકે જામનગર ખુબ જ જાણીતું છે. પીતળ ઉદ્યોગ માટે જામનગર દેશના ટોચના શહેરમાં સ્થાન પામી ચૂક્યું છે. આથી સ્થાનિક યુવાનો બ્રાસ ઉદ્યોગની તાલીમ મેળવી શકે તે માટે જામનગરમાં ITI માં ખાસ કોર્ષ શરુ કરવામાં આવ્યો છે.
સંજય વાઘેલા, જામનગર: આજના હરીફાઈના યુગમાં નોકરી મળવી ખુબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. યુવાનો નોકરી મેળવવા માટે ખુબ જ મહેનત કરતા હોઈ છે, જો કે ઇન્ડસ્ટ્રીઅલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI) માં વિવિધ કોર્ષ કરીને પણ યુવાનો નોકરી મેળવી શકે છે. ડિપ્લોમા કે ડિગ્રીની જેમ જ આઈટીઆઈમાં ટેક્નિકલ જ્ઞાન મેળવીને સારી એવી નોકરી યુવાનો મેળવી શકે છે. એટલું જ નહીં સમયની માંગ પ્રમાણે ITI માં પણ વિવિધ નવા કોર્ષ ચલાવવામાં આવે છે.
આ સ્પેશ્યલ કોર્ષ ટૂંકાગાળાના હોઈ છે. જેમ કે ત્રણ મહિના, છ મહિના, યુવાનો આવા સર્ટિફિકેટ કોર્ષ કરી સ્થાનિક કક્ષાએ રોજગાર મળેવી શકે છે. આવો જ એક સ્પેશ્યલ કોર્ષ જામનગર (ITI Special course in Jamnagar) માં આ વર્ષેથી જ શરુ કરવામાં આવનાર છે. જેમાં બ્રાસ ઉદ્યોગ (Brass Industries Jamnagar) ની તાલીમ આપવામાં આવશે. તો આવો જાણીએ શું છે આ કોર્ષ અને કેવી રીતે તેમાં પ્રવેશ મેળવવો.
રાજ્યમાં પાંચ જિલ્લામાં જામનગરનો સમાવેશ
બ્રાસ સીટી તરીકે જામનગર ખુબ જ જાણીતું છે. પીતળ ઉદ્યોગ માટે જામનગર દેશના ટોચના શહેરમાં સ્થાન પામી ચૂક્યું છે. આથી સ્થાનિકયુવાનો બ્રાસ ઉદ્યોગની તાલીમ મેળવી શકે તે માટે જામનગરમાં ITI માં ખાસ કોર્ષ શરુ કરવામાં આવ્યો છે. રાજયમાં પાંચ આઈટીઆઈમાં વિશેષ કોર્ષ કાર્યરત કરાશે. જેમાં જામનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોશલ્ય સ્કીલ યુનિર્વિટી (The Kaushalya Skill University) https://kaushalyaskilluniversity.ac.in/# હેઠળ અલગ- અલગ કોર્ષને રાજયના પાંચ શહેરમાં અમલી કરાશે.
કોર્ષ અંગે સામાન્ય વિગત
આ કોર્ષ અંગે જામનગર ITI ના પ્રિન્સિપાલ એમ. એમ. બોચીયાએ વિગતે વાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે બ્રાસ ઉત્પાદન માટે છ માસનો સર્ટીફીકેટ કોર્ષ, 1 વર્ષનો ડીપ્લોમાં અને ત્રણ વર્ષમાં ડીગ્રી કોર્ષ આઈટીઆઈમાં આ વર્ષથી અમલી થશે. જેમાં 40 જેટલી બેઠકો વિધાર્થીઓને પ્રવેશ મળી શકશે. એટલું જ નહીં આ કોર્ષ માટે રાજ્ય સરકારે બજેટમાથી પાંચેય ITI માટે ખાસ પાંચ કરોડની ગ્રાન્ટ પણ ફાળવી છે.
જામનગર સિવાય ગુજરાતના બીલીમોરા, મોરબી, પાલનપુર, અંકલેશ્વરમાં સ્થાનિક ઉઘોગને અનુલક્ષીને કોર્ષ શરૂ કરાશે. જામનગર ITI સહીત ગુજરાતના બીલીમોરા, મોરબી, પાલનપુર, અંકલેશ્વરમાં સ્થાનિક ઉઘોગને અનુલક્ષીને કોર્ષ શરૂ કરાશે. આ સ્પેશ્યલ કોર્ષમાં થીયરી તેમજ પ્રેકટીલની સાથે વિદ્યાર્થીઓને બ્રાસ ઉઘોગની ખાસ તાલીમ પણ આપવામાં આવશે.
ITI માં તાલીમ મેળવ્યા બાદ પણ યુવાનો સ્થાનિક કક્ષાએ નોકરી મેળવી રહ્યા છે. આ માટે સમયાંતરે ITI માં રોજગાર ભરતી મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. આ ભરતી મેળાની મદદથી એકથી વધુ કંપની હોઈ છે જેઓ લાયકાત ધરાવતા યુવાનોની સીધી ભરતી કરે છે. આજે યુવાનો સરકારી નોકરી તરફ વળ્યાં છે, તો બીજી બાજુ અનેક મોટી ખાનગી કંપનીઓમાં લાયક ઉમેદવારોની જરૂરિયાત હોયછે. જેમાં નોકરી મેળવી સારો પગાર મેળવી યુવાનો સ્થાઈ થઇ શકે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર