Home /News /career /

Job in Jamnagar: ટોચની કાર કંપનીમાં જોઈએ છે લાયકાત ધરાવતા કર્મચારી, વાંચો સંપૂર્ણ વિગત

Job in Jamnagar: ટોચની કાર કંપનીમાં જોઈએ છે લાયકાત ધરાવતા કર્મચારી, વાંચો સંપૂર્ણ વિગત

પ્રતિકાત્મક તસવીર

અનેક એવી ખાનગી કંપનીઓ છે જ્યાં લાયક યુવાનોને નોકરીની તક આપે છે અને સાથે સારો પગાર પણ આપે છે. એટલું જ નહીં ખાનગી કંપનીમાં પણ અનુભવ પ્રમાણે પગાર વધારો અને પ્રમોશનનો પણ લાભ તો મળતો રહે છે.

    સંજય વાઘેલા, જામનગર: આજના સ્પર્ધાત્મક યુગમાં મોટી સંખ્યામાં એવા યુવાનો છે, જેઓ રોજગારી (Employment in Jamnagar) ની શોધમાં છે.ઘણા યુવાનો લાયકાત ધરાવતા હોવા છતાં તેઓ સરકારી નોકરી (Government Job) ની તૈયારી કરવા લાગે છે અને અનેક વર્ષો સુધી મહેનત કરવા છતાં નોકરી મળતી નથી.જો કે અનેક એવી ખાનગી કંપની (Job in Private Sector) ઓ છે જ્યાં લાયક યુવાનોને નોકરીની તક આપે છે અને સાથે સારો પગાર પણ આપે છે. એટલું જ નહીં ખાનગી કંપનીમાં પણ અનુભવ પ્રમાણે પગાર વધારો અને પ્રમોશનનો પણ લાભ તો મળતો રહે છે. ન્યુઝ18ના ડિજિટલ પ્લેટફોર્મ પર રોજગારની શોધમાં રહેલા યુવક-યુવતીઓને મદદરૂપ થઇ શકાય તે માટે ખાસ આવા સ્થાનિક નોકરીદાતાઓનો સંપર્ક કરી વેકેન્સીના આર્ટિકલ પબ્લિસ કરવામાં આવે છેજેની મદદથી જરૂરિયાતમંદ યુવાનોને નોકરી મળતી રહે.

    જામનગરમાં કાર શો રૂમ ક્ષેત્રે સંકળાયેલી જાણીતી કંપની ગોકુલ ગ્રૂપ્સ દ્વારા નીચે જણાવેલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. લાયક ઉમેદવારોને ધીર ટોયોટા સર્વીશ સેન્ટર, રેનોલ્ટ સર્વીસસેન્ટરઅને ગોકુલ ફોર્ડ સર્વીસસેન્ટરોમાં પોસ્ટિંગ આપવામાં આવશે.

    દરેડ GIDC ફેઝ 2માં આવેલી કેબટેક એન્જીનીયરિંગ LLP ઇન્ડસ્ટ્રીમાં વિવિધ પદ માટે ભરતી બહાર પડી છે, જેમાં લાયક ઉમેદવારોને સારો પગાર આપવામાં આવશે.

    કયાં પદ પર બહાર પડી ભરતી ?

    1) સર્વીશ ડીપાર્ટમેન્ટમાં કુલ આસિસ્ટન્ટ ટેકનીશીયનની પોસ્ટ માટે પાંચ જગ્યા છે. જેમાં જરૂરિયાત લાયકાત MMV/ ફીટર / ડિપ્લોમા છે. આ જગ્યા માટે ફ્રેશરથી લઈને એકથી બે વર્ષનો અનુભવ આવકાર્ય છે. તો આ જગ્યા માટે પગારની વાત કરીએ તો 7, 500 થી 8000 હજાર સુધી આપવામાં આવશે.

    2) સેલ્સ ડિપાર્ટમેન્ટમાં ટેલીકોલરની કુલ 2 જગ્યા છે, જેમાં કોઈપણ વિષયમાં સ્નાતક હોવા જોઈએ અને ફ્રેશરથી લઈને એકથી બે વર્ષનો અનુભવ આવકાર્ય છે. આ પોસ્ટમાટે પગાર ધોરણ 8 હજારથી 9 હજાર નક્કી રાખવામાં આવ્યું છે.

    3) સર્વીસ ડિપાર્ટમેન્ટમાં ફ્લોર કંટ્રોલરની કુલ એક જગ્યા છે.

    4) સર્વીસ ડિપાર્મેન્ટમાં બોડીશોપ ટેકનીશીયનની એક જગ્યા છે.

    5) સર્વીસ ડિપાર્ટમેન્ટમાં સ્ટોર ઇન્ચાર્જની એક જગ્યા છે.

    6) વોશિંગ આસિસ્ટન્ટની કુલ 15 જગ્યા ખાલી છે.

    7) વોશિંગ સુપરવાઇઝરની કુલ 2 જગ્યા ખાલી છે.

    આ પણ વાંચો: Kutch News: એકમાત્ર દરિયાઈ શાકાહારી જીવના કચ્છના અખાતમાં પ્રથમવખત ફોટોગ્રાફીક પુરાવા મળ્યા

    શૈક્ષણિક લાયકાત અને અનુભવ

    જામનગરમાં વિવિધ કાર શોરૂમ માટેની ઉપર જણાવ્યા પ્રમાણેની જગ્યાઓ માટે MMVડિપ્લોમા મેકેનિકથી લઈને કોઈપણ વિષયમાં સ્નાતક ઉમેદવાર અરજી કરી શકે છે.

    પગાર ધોરણ કેટલું હશે ?

    તો વાત પગારની કરીએ તો ઉમેદવારની વિવિધ લાયકાત અને કયાં પોસ્ટ પર અરજી કરે છે તેના આધારે પગાર નક્કી કરવામાં આવશે. આ અંગે નીચે આપેલી તસ્વીર પર જોઈ શકો છે.

    કેવી રીતે કરવી અરજી ?

    ઉપર જણાવ્યા પ્રમાણેની માહિતી મેળવી લાયક ઉમેદવાર જો અરજી કરવા ઈચ્છે તો તે માટે hr.gokulgroups@gmail.com પર બાયોડેટા મોકલવાનો રહેશે તથા મો. 7203040024. પર સંપર્ક કરવાનો રહેશે.

    નોંધ - આ આર્ટિકલનો હેતુ જરૂરિયાતમંદ યુવાનોને નોકરી મળે અને નોકરીદાતાઓને યોગ્ય ઉમેદવાર મળે એટલો જ છે.નોકરી મેળવતા પહેલા અને નોકરી આપતા પહેલા યોગ્ય ખરાઈ કરી લેવી, આ માટે ન્યુઝ18 જવાબદાર રહેશે નહીં.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર