Home /News /career /ITBP Recruitment 2023: ITBPમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની સોનેરી તક, આ તારીખ પહેલા કરી દો અરજી

ITBP Recruitment 2023: ITBPમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની સોનેરી તક, આ તારીખ પહેલા કરી દો અરજી

ITBP Recruitment 2023

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ITBPની સત્તાવાર વેબસાઈટ recruitment.itbpolice.nic.inના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે. આ પદ માટે ઉમેવાર અરજી પ્રક્રિયા 20 ફેબ્રુઆરીથી કરી શકશે.

ITBP Recruitment 2023: ભારત-તિબ્બત સીમા પોલીસ દળ (ITBP)માં નોકરી મેળવવાનો ઉત્તમ અવસર આવ્યો છે. ITBPએ કોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટી ( સ્પોર્ટ્સમેન )ના પદ (ITBP Recruitment 2023) પર ભરતી માટે અરજી આમંત્રિત કરી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ITBPની સત્તાવાર વેબસાઈટ recruitment.itbpolice.nic.inના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે. આ પદ માટે ઉમેવાર અરજી પ્રક્રિયા 20 ફેબ્રુઆરીથી કરી શકશે.

આ પણ વાંચો: UPSC Recruitment 2022: યૂપીએસસીમાં બમ્પર ભરતીની જાહેરાત, ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવારો માટે સુવર્ણ તક; વહેલી તકે કરો અરજી

ITBP Bharti 2023 માટે ઉમેદવાર ડાયરેક્ટ લિંક


https://www.itbpolice.nic.in/ દ્વારા પણ અરજી કરી શકશે. સાથે જ આ લિંક https://recruitment.itbpolice.nic.in/ પર જઈને સત્તાવાર નોટિફિકેશન પણ ચેક કરી શકશે. આ ભરતી કુલ 71 પદ પર થવાની છે.

ITBP Recruitment 2023- ખાલી જગ્યાનું વિવરણ


આ ભરતી અભિયાન કોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટીની 71 ખાલી જગ્યા ભરવા માટે આયોજીત થઈ રહી છે.

ITBP Recruitment 2023 વય મર્યાદા


ઉમેદવાર જે પણ આ પદ માટે અરજી કરવા માગે છે, તેની ઉંમર 21 માર્ચ, 2023ના રોજ 18થી 23ની વચ્ચે હોવી જોઈએ.

ITBP Recruitment 2023 જરુરી તારીખો


અરજી પ્રક્રિયા શરુ થવાની તારીખ- 20 ફેબ્રુઆરી
અરજી પ્રક્રિયાની અંતિમ તારીખ- 21 માર્ચ

ITBP Recruitment 2023 માટે યોગ્યતા


ઉમેદવાર જે આ પદ માટે અરજી કરવા ઈચ્છુક છે, તેમની પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલ યોગ્યતા હોવી જોઈએ.

ITBP Recruitment 2023 અરજી ફી


યૂઆર/ઓબીસી/ઈડબ્લ્યૂએસ શ્રેણીના પુરુષ ઉમેદવારને અરજી ફી તરીકે 100 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અને મહિલા ઉમેદવાર સંબંધિત ઉમેદવારને ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે.

ITBP Recruitment 2023 પગારધોરણ


જે પણ ઉમેદવાર આ પદ માટે પસંદગી પામશે તેમને સેલરી તરીકે 21700થી 69100 રૂપિયા આપવામાં આવશે.
First published:

Tags: Government job, ITBP