Home /News /career /

ITBP Recruitment 2022: 10 પાસ સાથે આ ડિપ્લોમાં છે તો ITBPમાં મળશે નોકરી, 1 લાખથી વધુ મળશે પગાર

ITBP Recruitment 2022: 10 પાસ સાથે આ ડિપ્લોમાં છે તો ITBPમાં મળશે નોકરી, 1 લાખથી વધુ મળશે પગાર

ITBP Recruitment 2022: આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ છે.

Indo-Tibetan Border Police Recruitment 2022 : ITBPએ સબ ઈન્સ્પેક્ટરની પોસ્ટ (SI Recruitment) પર ભરતી માટે અરજીઓ મંગાવી છે, ઉમેદવારો ITBPની અધિકૃત વેબસાઈટ itbpolice.nic.in પર જઈન અરજી કરી શકે છે

ITBP Recruitment 2022: ભારત તિબેટ સીમા પોલીસ (Indo-Tibetan Border Police, ITBP)માં નોકરી (Sarkari Naukri) કરવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર છે. ITBPમાં ભરતી (ITBP Recruitment 2022) માટે ITBPએ સબ ઈન્સ્પેક્ટરની પોસ્ટ (SI Recruitment) પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર ITBPની અધિકૃત વેબસાઈટ itbpolice.nic.in પર જઈન અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ છે.

ઉમેદવાર recruitment.itbpolice.nic.in પરથી ડાયરેક્ટ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. ઉમેદવાર આ લિંક પર ITBP SI Recruitment 2022 Notification PDF ક્લિક કરીને અધિકૃત નોટિફિકેશન પણ ચેક કરી શકે છે. આ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 37 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત- 16 જુલાઈ 2022

ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ- 14 ઓગસ્ટ 2022

ITBP Recruitment 2022 માટેની માહિતી

સબઈન્સ્પેક્ટર– 37

આ પોસ્ટમાં પુરુષ સબઈન્સ્પેક્ટરની 32 પોસ્ટ અને મહિલા સબઈન્સ્પેક્ટરની 5 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જેમાં જનરલ કેટેગરી માટે 8 પોસ્ટ, OBC માટે 18 પોસ્ટ, EWS માટે 3 પોસ્ટ, અનુસૂચિત જાતિ માટે 6 પોસ્ટ અને અનુસૂચિત જનજાતિ માટે 2 પોસ્ટ નિર્ધારિત કરવામાં આવી છે.

આ પણ વાંચો - રક્ષા મંત્રાલયમાં 10 પાસ માટે આ પદો પર આવી ભરતી, મળશે 45,000 રૂપિયા પગાર

પગારધોરણ

પસંદગી પામેલ ઉમેદવારને માસિક રૂ. 35,400થી રૂ. 1,12,400 વેતન આપવામાં આવશે.

પાત્રતા માપદંડ

આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ 10 પાસ અને ડિપ્લોમા સિવિલ એન્જિનિયરીંગ કરેલું હોવું જોઈએ.

વયમર્યાદા

આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારની વય 20થી 25 વર્ષ હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

ઓ પોસ્ટ માટે સૌથી પહેલા ઉમેદવારની ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET), ત્યારબાજ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) બાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે.

ત્યારબાદ ઉમેદવારને ડોક્યુમેન્ટેશન, ડિટેલ મેડિકલ ટેસ્ટ (DME), રિવ્યૂ મેડિકલ ટેસ્ટ (RME) માટે બોલાવવામાં આવશે. જેના આધાર પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

અરજી પ્રક્રિયા

- સૌથી પહેલા ઉમેદવારે અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- હોમ પેજ SI ભરતીની અરજી માટે લિંક જોવા મળશે, આ લિંક પર ક્લિક કરો.
- હવે તમને એક નવું પેજ જોવા મળશે.
- આ પેજ પર જે પણ માહિતી માગવામાં આવી છે, તે માહિતી ભરીને લોગિન કરો અને અરજી કરો.
- અરજી ફી ભરીને સબમિટ કરો.
- તમારા રેફરન્સ માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ તમારી પાસે રાખો.
First published:

Tags: Army Jobs, Jobs alert, Jobs and Career, Jobs news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन