Home /News /career /Sarkari Naukri: ITBPમાં 248 પદો માટે આવી ભરતી, જાણો કેટલો મળશે પગાર અને કઇ રીતે કરવી અરજી
Sarkari Naukri: ITBPમાં 248 પદો માટે આવી ભરતી, જાણો કેટલો મળશે પગાર અને કઇ રીતે કરવી અરજી
ITBPમાં ભરતી
ITBP recruitment 2022: ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસે (ITBP Recruitment 2022) વિવિધ પદો માટે ભરતી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. જેમાં પુરુષ/ મહિલા/ એલડીસીઈ (LDE) માટે 248 હેડ કોન્સ્ટેબલ વેકેન્સી માટે અરજીઓ મંગાવી રહી છે.
Jobs and Career:સરકારી નોકરીની (Job) શોધ કરી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસે (ITBP Recruitment 2022) વિવિધ પદો માટે ભરતી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. જેમાં પુરુષ/ મહિલા/ એલડીસીઈ (LDE) માટે 248 હેડ કોન્સ્ટેબલ વેકેન્સી માટે અરજીઓ મંગાવી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 07 જુલાઈ 2022 છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ itbpolice.nic.in દ્વારા અરજી કરી શકે છે.
મહિલાઓ અને પુરૂષો કરી શકશે અરજી
આઇટીબીપી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફીકેશન અનુસાર કુલ 248 પદો પર ભરતી કરવામાં આવશે. જેમાં 135 પદો પર હેડ કોન્સ્ટેબલ (પુરૂષ)ના, 90 હેડ કોન્સ્ટેબલ એલડીસીઇના, 23 પદ કોન્સ્ટેબલ (મહિલા)ના સામેલ છે.
શું છે શૈક્ષણિક લાયકાત
આ પોસ્ટ પર અરજી કરવા ઇચ્છુક ઉમેવારોએ કોઇ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે. સાથે જ હેડ કોન્સ્ટેબલની પોસ્ટ મટે અંગ્રેજી અને હિન્દીમાં 3 શબ્દો પ્રતિ મિનિટની ટાઇપિંગ સ્પીડ હોવી જરૂરી છે. વધુ જાણકારી માટે તમે નોટિફીકેશન ચકાસી શકો છો.
આપણે સૌ જાણીએ છીએ કે સેનાની ભરતીમાં દેશના યુવાનોમાં ઘણો ઉત્સાહ છે. આથી આ ભરતી માટે મોટી સંખ્યામાં અરજીઓ આવવાની આશા છે. તેથી, લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં અરજી કરી લેવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર