JOBS: શા માટે TCS, ઈન્ફોસિસ, વિપ્રોમાં 1 લાખથી વધુ ફ્રેશર્સની થઈ રહી છે ભરતી, જાણો કારણ

IT Jobs માટે તૈયાર થઈ જાઓ દેશની ચાર મોટી કંપની કરશે એક લાખથી વધુ ફ્રેશર્સની ભરતી

IT Jobs : ચાર મુખ્ય સર્વિસ પ્રોવાઈડર્સ, - ટાટા કન્સલટન્સી સર્વિસ (TCS), - ઇન્ફોસિસ, - વિપ્રો અને - HCL ટેકનોલોજી એક લાખથી વધુ ફ્રેશર્સની ભરતી કરવા જઈ રહ્યું છે.

 • Share this:
  ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં હાલ સૌથી વધુ એમ્પ્લોયને હાયર કરવામાં આવી રહ્યા છે. ચાર મુખ્ય સર્વિસ પ્રોવાઈડર્સ, - ટાટા કન્સલટન્સી સર્વિસ (TCS), - ઇન્ફોસિસ, - વિપ્રો અને - HCL ટેકનોલોજી એક લાખથી વધુ ફ્રેશર્સની ભરતી કરવા જઈ રહ્યું છે. દેશની 4 મોટી IT કંપનીઓએ ચાલુ નાણાંકીય વર્ષમાં 1,20,000 કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી છે.

  TCS, વિપ્રો (Wipro), HCL ટેકનોલોજી અને ઈન્ફોસિસે હાયરિંગ કરવાની સંખ્યામાં વધારો કર્યો છે. નાણાંકીય વર્ષ 2022ના બીજા ક્વાર્ટરમાં 50,000થી વધુ લોકોને હાયર કર્યા છે. નાણાંકીય વર્ષ 2022 પહેલા જ 6 મહિનામાં હાયરિંગની સંખ્યા 1,02,517 થઈ ગઈ છે. આ ચાર IT કંપનીઓ ભારતની કુલ વર્કફોસના ચોથા ભાગથી વધુ લોકોને રોજગારી આપે છે.

  આ IT કંપનીઓમાં એટ્રિશન રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. આ કારણોસર કંપની જરૂરિયાત કરતા વધુ કર્મચારીઓની ભરતી કરી રહી છે. આ IT કંપનીઓ બિનઅનુભવી ગ્રેજ્યુએટ્સને ભરતી કરવા જઈ રહ્યું છે અને તેમના માટે મેન્ટરનું પણ કામ કરી રહી છે.

  TCS 35,000ની ભરતી કરશે

  TCSના ચિફ HR ઓફિસર મિલિન્દ લક્કડે 30 સપ્ટેમ્બરે સમાપ્ત થતા ક્વાર્ટર અંગે કેટલીક જાણકારી આપી છે. તેમણે જાણકારી આપી છે કે, ‘છેલ્લા 6 મહિનામાં બિનઅનુભવી ગ્રેજ્યુએટ્સને નોકરી આપવામાં આવી છે. અમારી શિફ્ટ લેફ્ટ ટ્રેઈનિંગ સ્ટ્રેટેજીના કારણે તેમનું ડેપ્લોયમેન્ટ થઈ રહ્યું છે. ફ્રેશર્સના ટેલેન્ટની મદદથી કંપની તમામ પડકારોને પૂર્ણ કરી શકશે અને ગ્રાહકોની માંગને નિર્ધારિત સમયસીમાની અંદર પૂર્ણ કરી શકાશે.’

  આ પણ વાંચો :

  કંપનીએ જાહેરાત કરી છે કે, ચાલુ નાણાંકીય વર્ષના બીજા છ મહિનામાં 35 હજાર ન્યૂ ગ્રેજ્યુએટ્સને રોજગાર આપવામાં આવશે. આથી ચાલુ નાણાંકીય વર્ષમાં કુલ 78,000 લોકોને રોજગારી આપવામાં આવશે. TCS માં છેલ્લા ક્વાર્ટરમાં એટ્રિશન રેટ 8.6 ટકાથી વધીને 11.9 ટકા નોંધવામાં આવ્યો હતો. આ અંગે મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું છે કે, આગામી 2થી 3 ક્વાર્ટર સુધી આ પ્રકારની એક્ટિવિટી જોવા મળશે.

  આ પણ વાંચો  :   Sarkari Naukri: સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફની 114 જગ્યા પર ભરતી, અહીંથી સીધા કરો અરજી

  ઈન્ફોસિસ કંપની જિયોગ્રાફિક્સ અને વર્ટીકલ્સ ક્ષેત્રે બ્રોડ આધારિત માંગના કારણે રેવન્યૂમાં વધારો થવાનો અંદાજો લગાવી રહી છે. આ કારણોસર ભરતી પ્રક્રિયામાં વધારો થયો છે.

  ઈન્ફોસિસ 45,000ની ભરતી કરશે

  ઈન્ફોસિસના ચિફ ઓપરેટિંગ ઓફિસર UB પ્રવિણ રાવે આ અંગે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, માંગમાં અસામાન્ય રીતે વધારો થઈ રહ્યો છે. આ પ્રકારની માંગ વર્ષ 2010 પહેલા જોવા મળી રહી હતી.

  વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું કે, 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થતા ક્વાર્ટરમાં એટ્રિશન રેટ વધીને 20.1 ટકા થઈ ગયો હતો, જૂનના અંતમાં એટ્રિશન રેટ 13.9 ટકા હતો. ઈન્ફોસિસ કર્મચારીઓના વેતનમાં વૃદ્ધિ કરવા જઈ રહી છે.

  બજારમાં રોજગારી ઉત્પન્ન કરવા માટે કોલેજના છેલ્લા વર્ષના ગ્રેજ્યુએટ્સ માટે 45,000 ભરતી કાર્યક્રમ કરી રહી છે. રોજગારીની સાથે કર્મચારીઓ માટે વેલ્યુ પ્રપોઝીશનની સાથે આરોગ્ય અને વેલનેસની સુવિધા, રિસ્કિલિંગ પ્રોગ્રામ્સ, યોગ્ય કમ્પેન્સેશન ઈન્ટરવેન્શન્સ અને વિકાસની તકો પણ ઉભી કરી રહ્યા છીએ.

  આ પણ વાંચો :  Sarkari Naukri: રાજકોટ મનપામાં 29 જગ્યા માટે ભરતી, 49,700 રૂ. સુધી પગાર, વિવિધ પોસ્ટ માટે ફટાફટ કરો અરજી

  Wipro 25,000 ફ્રેશર્સની ભરતી કરશે

  બીજી તરફ વિપ્રોએ બીજા ક્વાર્ટરની આવકની જાહેરાત કરી હતી. આ દરમિયાન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO થેરી ડેલાપોર્ટે કેટલીક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કંપનીએ બીજા ક્વાર્ટર દરમિયાન કોલેજમાં ભરતી પ્રક્રિયામાં 8,100 કર્મચારીઓને રોજગારી આપી હતી. ડેલાપોર્ટે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, કંપની તરફથી આ અંગે કાર્ય કરવાનું ચાલુ રહેશે. આગામી નાણાંકીય વર્ષમાં 25 હજાર ફ્રેશર્સને હાયર કરવા માટે કંપની સંપૂર્ણ રીતે તૈયાર છે.

  HCL 30,000 ફ્રેશર્સની ભરતી કરશે

  HCL ટેકનોલોજી આ વર્ષે કોલેજના પ્લેસમેન્ટ પ્રોગ્રામમાં 20,000-22,000 ફ્રેશર્સ ગ્રેજ્યુએટ્સને રોજગારી આપવાની યોજના બનાવી રહી છે. મેનેજમેન્ટે આ અંગે જાણકારી આપી છે કે, આગામી વર્ષે કંપની 30,000 ફ્રેશર્સને રોજગારી આપવાનું વિચારી રહી છે.
  Published by:Jay Mishra
  First published: