IT Jobs : FY-22માં ભારતીય IT કંપનીઓ 450,000 ભરતીઓ કરશે, જાણો શું છે આ બમ્પર નોકરીઓનું કારણ

IT કંપની સ્કિટમાં થશે મોટા પાયે ભરતી

IT Jobs : H2FY22માં ઈન્ડસ્ટ્રીમાં 17 થી 19 ટકાના એટ્રિશનમાં વધારાની અપેક્ષા રાખવામાં આવી રહે છે. અનુમાન છે કે આ વધારો આવતા વર્ષે યથાવત રહેશે.

 • Share this:


  કડક કોવિડ પ્રોટોકોલ વચ્ચે હવ્ સ્કુલ અને કોલેજો ફરીથી ખુલી ચુક્યાં છે. આ સાથે જ હવે આઈટી કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને પરત બોલાવી રહી છે. UnearthInsight અનુસાર ભારતીય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં વર્ષ 2022ના બીજા છ માસિક ગાળામાં (H2FY22) લગભગ 45000 નવી ભરતીઓ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભરતીઓ અનુભવી કર્મચારીઓ માટે કરવામાં આવશે. 2022માં બીજા 6 માસિક ગાળા દરમ્યાન 175000 લોકો નોકરી છોડે તેવી શક્યતા છે. આ સાથે જ 30થી વધુ ડોમેસ્ટિક અને મલ્ટીનેશનલ કંપનીમાં 250000 (Recruitment in IT Jobs)  ફ્રેશર્સને નોકરીની તકો આપવામાં આવશે.

  ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ  UnearthInsightના સંસ્થાપક ગૌરવ વાસુ જણાવે છે કે 2021માં ફ્રેશર્સ હાયરિંગમાં પાંચ કંપનીઓ ટાટા કન્સલટન્સી સર્વિસીસ જે 77000 ફ્રેશર્સ (H1FY22માં 43,000 અને H2FY22માં 34,000); કોગ્ઝિનેટ 45,000 ફ્રેશર્સ; ઈન્ફોસિસ 45,000 ફ્રેશર્સ; ટેક મહિન્દ્રા 15,000 ફ્રેશર્સ અને એચસીએલ ટેક્નોલોજી 2022માં 22,000 અને 2023માં 30,000 ફ્રેશર્સને નોકરી આપશે.

  ભારતીય આઈટી કંપનીઓ દ્વારા મુખ્યરીતે ભારત અને વૈશ્વિક માર્કેટ બન્નેમાં અપસ્કિલિંગ કાર્યક્રમો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટીસીએસ તરફથી આઈઓએન (Ion) લર્નિંગ પ્લેટફઓર્મ પર વિવિધ લર્નિંગ ટૂલ્સનો લાભ ઉઠાવાય છે અને ગ્વેબલ વર્કફોર્સને રિસ્કિંલિંગ કરવાની પહેલ કરી છે.

  આ પણ વાચો : TCS Recruitment 2021: ગ્રેજ્યુએટસ અને ફ્રેશર્સ માટે TCSમાં ભરતી, અહીંથી સીધા કરો એપ્લાય

  રિસ્કિલિંગ અને અપસ્કિલિંગ

  આ તરફ ઈન્ફોસિસમાં 90 ટકા કર્મચારીઓએ લેક્સ (LEX)ના માધ્યમથી શીખ્યું છે. આ એક એવું પ્લેટફોર્મ છે કે જે સંસ્થાઓની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે રિસ્કિલિંગ અને અપસ્કિલિંગ કરવામાં મદદરૂપ થાય છે. ભારતની ટોચની 2 આઈટી કંપનીઓ વિવિધ કર્મચારીઓ માટે ઈન્ટીગ્રેટેડ લર્નિંગ પ્લેટફોર્મ છે. વિપ્રો, એચસીએલ, ટેક મહિન્દ્રા, માઈન્ડ ટ્રી, એમ્ફાસિસ જેવી ટીયર 1 અને ટીયર 2 ફર્મ દ્વારા કર્મચારીઓ માટે સિંગલ ઈન્ટરફેસ, અપસ્કિલિંગ અને ડેવલપમેન્ટલ માટેના કામ કરવામાં આવી રહ્યા છે.

  એટ્રિશન વિશે માહિતી

  IT સેક્ટરમાં મુખ્ય એટ્રિશન ટ્રેન્ડ


  H2FY22માં ઈન્ડસ્ટ્રીમાં 17 થી 19 ટકાના વધારાની અપેક્ષા રાખવામાં આવી રહે છે. અનુમાન છે કે આ વધારો આવતા વર્ષે યથાવત રહેશે.  Companies Q2 FY22(LTM) ફેરફાર % QoQ
  કોગ્નિઝન્ટ 33.00% 2.0%
  ટેક મહિન્દ્રા 21.00% 4.0%
  વિપ્રો 20.50% 5.0%
  ઈન્ફોસિસ 20.10% 6.2%
  લાર્સન એન્ડ ટુબ્રો ઈન્ફોટેક 19.60% 4.4%  UnearthInsight હાલ અનુમાન લગાવી રહ્યું છે કે, ગત 12 મહિનામાં H2FY22 એટ્રિશન 17-19 ટકાના ઉંચા સ્તરે આવી જશે. આ પ્રવૃત્તિ આગામી 2 ત્રિમાસિક ગાળામાં એકસમાન રહેવાની શક્યતા છે. વર્ષ 2023માં અહીં 16-18 ટકા થઈ નજીવો સુધારો જોવા મળી શકે છે. આગામી બે ત્રિમાસિક ગાળામાં નવી ભરતીની આઈટી ઈન્ડસ્ટ્રીને એટ્રિશન કંટ્રોલ કરવામાં મદદ મળશે. ઈન્ડસ્ટ્રીમાં એટ્રિશનના વધારા સપ્લાય સાઈડ ચેલેન્જીસને કારણે જોવા મળે છે. જેમાં આગામી વર્ષે સુધાર થવાની શક્યતા છે.

  દિગગ્જ ટેક કંપનીઓ વચ્ચે વધતું ક્લાઉડ કોમ્પિટિશન


  UnearthInsight અનુમાન લગાવી રહ્યું છે કે 2030 સુધી આઈટી સર્વિસ ઈન્ડસ્ટ્રી માટે ક્લાઉડ સેવાઓમાં એસ્ટિમેટેડ રેવન્યુ 80 થી 100 બિલિયન ડોલર થવાની શક્યતા છે. આવું શક્ય છે કેમ કે ક્લાઉડ પોતે નવા ટૂલ, નવી અપોર્ચ્યુનિટી, નવા રસ્તા, નવા કનેક્શન અને એલ્ગોરિધમ વગેરે બનાવવાની નવી નવી રીતો લઈને આવશે. એક્સેંચરે ક્લાઉડ ઈન્ડસ્ટ્રી અને સિક્યોરિટીમાં મજબૂત બે આંકડોઓનો વધારો કર્યો છે, જ્યારે કૈપજેમિનીની ડિજિટલ અને ક્લાઉડ સેવાઓમાં મુખ્ય રીતે ઓછું પ્રદર્શન કર્યું છે.

  આ પણ વાંચો : Sarkari Naukri: CSLમાં એન્જિનિયરની ભરતી, 70,000 રૂપિCયા સુધી મળી રહ્યો છે પગાર, ફટાફટ કરો અરજી

  2 તૃતિયાંશ એક્ટિવીટી અને વૃધ્ધિને જોતા અનુમાન

  2 તૃતિયાંશ એક્ટિવીટી અને વૃધ્ધિને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. એચસીએલ ટેક્નોલોજી પોતાની એમેજોન વેબ સર્વિસ બિઝનેસ યૂનિટમાં એડબલ્યૂએસ પ્રેક્ટિસમાં 10000 લોકોને રોજગાર આપે તેવી શક્યતા છે. તો બીજી તરફ વિપ્રોએ ફુલ સ્ટ્રાઈડ ક્લાઉડ સેવાઓને રોલઆઉટ કરી છે જે, ક્લાઉડ સ્ટૂડિયો આધારિત અસેટ્સ સાથે ક્ષમતાઓમાં વધારો કરે છે.

  મોટી ડીલમાં વધારો

  ટેક મહિન્દ્રાના મેનેજમેન્ટ દ્વારા પોતાના ગ્રોથ પિલરમાંથી એકના રૂપમાં ક્લાઉડને શામેલ કર્યું છે. તો આ તરફ ઈન્ફોસિસ પાછલા 2 વર્ષમાં મહત્વપૂર્ણ અને મોટી ડીલમાં ડિજિટલ પરિવર્તનને સ્કેલ કરવા માટે પોતાના સ્ટ્રેટેજી બનાવતું દેખાય છે. UnearthInsigh જણાવે છે કે ડીએક્સ યોજનાઓ, હાઈબ્રિડ ક્લાઉડ અને ઓટોમેશનને કારણે મોટી ડીલમાં વધારો થયો છે.

  2030 સુધી 15 થી 20 વિલિયન ડોલર રેવન્યુ થવાની શક્યતા

  સોફ્ટવેર ઉત્પાદન અને પ્લેટફોર્મ ઈન્ડસ્ટ્રીમાં 2030 સુધી 15 થી 20 વિલિયન ડોલર રેવન્યુ થવાની શક્યતા છે. આ વધારો ટોચની ટીયર આઈટી કંપનીઓમાં જોવા મળી શકે છે. TCS, ઈન્ફોસિસ અને HCLનું અમેરિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતમાં વિસ્તૃતિકરણ યથાવત રહેશે.
  First published: