Home /News /career /

ISRO Recruitment: ઈસરોમાં 315 એપ્રેન્ટિસની ભરતી, અહીંથી ચેક કરો નોટિફીકેશન અને કરો અરજી

ISRO Recruitment: ઈસરોમાં 315 એપ્રેન્ટિસની ભરતી, અહીંથી ચેક કરો નોટિફીકેશન અને કરો અરજી

ISRO Recruitment 2022 : ઈસરોમાં 315 એપ્રેન્ટિસની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી

ISRO VSSC Recruitment 2022 : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના વિક્રમસારા ભાઈ સ્પેસ સેન્ટર (ISRO VSSC) દ્વારા 315 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

    ISRO VSSC Recruitment 2022 : સરકારી સંસ્થાઓમાં નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ISRO)માં 315 જગ્યાની નોકરી માટે અરજી કરવાની તક છે. ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર દ્વારા 315 ટ્રેડ એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવી છે. (ISRO VSSC Recruitment) આ ભરતી માટે ઉમેદવારોએ 4 એપ્રિલ સુધીમાં ઓફલાઇન અરજી કરવાની રહેશે. આ નોકરી માટે ઉમેદવારો અહીંયા આપવામાં આવેલા નોટિફીકેશનને વાંચી અને નીચેના સરનામા પર પોતાની અરજીઓ મોકલાવે.  આ નોકરીનું નોટિફીકેશન ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર થિરૂવંથપુરમ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. નોકરીનું સ્થળ આ સેન્ટર પર રહેશે.

    ISRO VSSC Recruitment 2022 : ખાલી જગ્યા

    આ ભરતીમાં ખાલી જગ્યામં ઇલેકટ્રોનિક મિકેનિકની 40, ફિટરની 47, ટર્નરની 17, મિકેનિકલ રેફ એન્ડ એસી. 18, મિકેનિસ્ટની 20, મિકેનિકલ મોટર વ્હિકલની 10, ઇલેકટ્રિશિયન 10, ઇલેક્ટ્રોપ્લેટરની 04, પાસા 50, વેલ્ડર 06, ડિઝલ મિકેનિક 10, પ્લમ્બર 11, ફાઉન્ડરીમેન 03, ડ્રાફ્ટસમેન મિકેનિકલ 28, લેબ આસિસ્ટન્ટ (કેમેસ્ટ્રી પ્લાન્ટ)ની 20 મળીને કુલ 315 જગ્યા ખાલી છે.

    ISRO VSSC Recruitment 2022 : શૈક્ષણિક લાયકાત

    આ જગ્યા માટે ITI/NTC દ્વારા પાસ થયેલા સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

    ISRO VSSC Recruitment 2022 : ઉંમર મર્યાદા

    આ ભરતી માટે 31 માર્ચના રોજ 30 વર્ષ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. પીડબલ્યુડી કેટેગરીના ઉમેદવારો માટે આ મર્યાદા વધારી અને 10 વર્ષ લંબાવવામાં આવે છે.



    ISRO VSSC Recruitment 2022 પગાર

    આ નોકરી માટે 770 રૂપિયાથી લઈને 9000 સુધીનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.  દરેક ટ્રેડ માટેના સ્ટાઇપેન્ડની વિગતો અલગ અલગ છે.

    આ પણ વાંચો : artillery Centre Recruitment: આર્ટિલરી સેન્ટર ગ્રુપ D અને ગ્રુપ Cની જગ્યાઓ પર ભરતી, રૂ. 81110 સુધીનો પગાર

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા315
    શૈક્ષણિક લાયકાતધો. 10 પાસ સાથે વિવિધ ટ્રેડમાં સર્ટિફિકેટ
    પસંદગી પ્રક્રિયામેરિટના માધ્યમથી
    અરજી કરવાની અંતિમ તારીખ4-3-2022
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાનું માધ્યમઓફલાઇન
    અરજી કરવાનું સરનામુંધી સિનિયર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, રિક્રુટમેન્ટ રિવ્યુ સિલેક્શન વીએસએસસી, થિરૂવંથપુરમ 695022



    આ પણ વાંચો : Accenture Recruitment 2022: IT કંપની Accentureમાં ફ્રેશર્સની ભરતી, અહીંથી કરો અરજી

    ISRO VSSC Recruitment 2022 પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટે પસંદગી પ્રક્રિયા ઉમેદવારોના મેરીટના આધારે કરવામાં આવશે. ઉમેદવારોએ અરજી નીચે આપેલા સરનામે કરવાની રહેશે.

    ધી સિનિયર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, રિક્રુટમેન્ટ રિવ્યુ સિલેક્શન વીએસએસસી, થિરૂવંથપુરમ 695022
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર