ISRO VSSC Recruitment 2022 : ઈસરોમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે (ISRO VSSC) 20 જગ્યા માટે ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઉમેદવારો કરી શકે છે અરજી
ISRO recruitment 2022 - જુનિયર રિસર્ચ ફેલો, રિસર્ચ એસોસિએટ અને રિસર્ચ સાયન્ટિસ્ટની ખાલી જગ્યાઓ માટે ઈસરો દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પસંદગી પામેલા ઉમેદવારોની કામચલાઉ ધોરણે નિમણૂંક કરવામાં આવશે. રિમોટ સેન્સિંગ (Remote Sensing, RS) ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (Indian Space Research Organisation (ISRO)નો એક ભાગ છે, તેમાં જીઓઇન્ફોર્મેટિક્સ ક્ષેત્રે કેપેસિટી બિલ્ડિંગ અને રિસર્ચ ક્ષેત્રે ભરતી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને તેમની લાયકાત અને અનુભવના આધારે 56,100 રૂપિયા સુધીનો માસિક પગાર ચૂકવવામાં આવશે.
ISRO Recruitment 2022- કોણ અરજી કરી શકે?
બહાર પાડવામાં આવેલી લેટેસ્ટ ISRO રિક્રુટમેન્ટ નોટિફિકેશન મુજબ 20 નવી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે, જેમાંથી 16 જુનિયર સંશોધન ફેલો માટે છે, 3 રિસર્ચ એસોસિયેટ માટે છે અને 1 રિસર્ચ સાઈન્ટિસ્ટ માટે છે. અરજી કરવા માટે જરૂરી લાયકાતની વિગતો નીચે મુજબ છે.
ફિજિક્સ, મિટીઓરોલોજી, એન્વાયરમેન્ટલ સાયન્સ, એટમોસ્ફિરિયલ સાયન્સ, રિમોટ સેન્સિંગ અને GIS અથવા સમકક્ષ વિષયમાં ઉમેદવારોએ ગ્રેજ્યુએશન લેવલ પર અભ્યાસ દરમ્યાન ફિજિક્સ અને ગણિતનો વિષય તરીકે અભ્યાસ કર્યો હોવો જોઈએ.
એટમોસ્ફિયર સાયન્સ, મિટીઓરોલોજી અથવા રિમેટ સેન્સિંગ અને જીઆઈએસમાં MTech કરેલ હોવુ જોઈએ.
ફોરેસ્ટ્રી, ઇકોલોજી, બોટની, એન્વાયરમેન્ટલ સાયન્સ, વીલ્ડ લાઈફ સાયન્સ, બાયોડાયવર્સિટી અને કન્ઝર્વેશન અથવા સમકક્ષ વિષયમાં MSc.
ફોરેસ્ટ્રી અથવા ઇકોલોજીમાં સાથે રિમોટ સેન્સિંગ અને GIS અથવા સમકક્ષ વિષય
કોમ્પ્યૂટર સાયન્સમાં BE અથવા BTech, IT અથવા જીઓઈન્ફોર્મેશન અથવા સમકક્ષ વિષયમાં અભ્યાસ
એગ્રીકલ્ચર મિટીઓરોલોજી, એગ્રીકલ્ચર ફિજિક્સ, ફોરેસ્ટ્રી, ઇકોલોજી અથવા સંબંધિત વિષયમા MSc અથવા MTech. આ સાથે જ ડોક્ટરેટ ડિગ્રી
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ 18 થી 22 એપ્રિલ 2022 દરમિયાન યોજાનાર વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે. તેમની તમામ શૈક્ષણિક લાયકાતની માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્રોની નકલો, ઇન્ટરવ્યુ અરજી ફોર્મ ભરીને ઉમેદવારોએ વોક-ઇન ઇન્ટરવ્યૂની તારીખે સ્વ-પ્રમાણિત કોપીઝ સાથે લાવવાનું રહેશે.. જેઓ અરજી કરવા માંગે છે તેઓને વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર