Home /News /career /ISRO Recruitment 2022: ISRO માં નોકરી મેળવવા માંગો છો તો ફટાફટ કરો અરજી
ISRO Recruitment 2022: ISRO માં નોકરી મેળવવા માંગો છો તો ફટાફટ કરો અરજી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ભારતમાં અવકાશ ક્ષેત્રે મહત્તમ નોકરીઓ આપે છે.
ISRO Recruitment 2022: અવકાશમાં કામ કરવું એ માત્ર રોમાંચ નથી. તેના બદલે તેને તગડો પગાર મળે છે અને પ્રતિષ્ઠા પણ મળે છે. હાલમાં ભારત અવકાશ ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે.
ISRO Recruitment 2022: છેલ્લા કેટલાક દાયકાઓથી, અવકાશ વિભાગમાં સરકારી નોકરીઓ જ નથી. તેમજ ખાનગી ક્ષેત્ર પણ આ ક્ષેત્રમાં આવી ગયું છે. જેના કારણે અવકાશ વિભાગમાં નોકરીઓની સંખ્યા પહેલા કરતા વધુ થઈ ગઈ છે. આ એક ઉભરતું ક્ષેત્ર છે.
યુવાનો હવે આ ક્ષેત્રમાં ઘણી રીતે પોતાની અદ્ભુત કારકિર્દી બનાવી રહ્યા છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ભારતમાં અવકાશ ક્ષેત્રે મહત્તમ નોકરીઓ આપે છે. આ સંસ્થામાં 7મા પગારપંચ મુજબ પગાર આપવામાં આવે છે. ઈસરોએ આખી દુનિયામાં અવકાશ ક્ષેત્રે ભારતનો ડંકો વગાડ્યો છે.
જો તમે અવકાશી ક્ષેત્રે નોકરી શોધી રહ્યા છો, તો સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) પર અરજી કરો. SGSC ભરતીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષક, પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક અને પ્રાથમિક શિક્ષક માટે ભરતી કરવામાં આવી રહી છે. તમે તમારી લાયકાત મુજબ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકો છો. આ એક સુવર્ણ તક છે. જેમાં કુલ 19 જગ્યાઓ ભરવામાં આવશે.
સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા, આંધ્ર પ્રદેશમાં આવેલું છે અને તે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO) નું પ્રક્ષેપણ કેન્દ્ર છે. SDSC SHAR ની સ્થાપના 1971 માં કરવામાં આવી હતી. તમે સમય સમય પર ISROની સત્તાવાર વેબસાઇટની(isro.gov.in) મુલાકાત લઈને નોકરી શોધી શકો છો.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર