નવી દિલ્હી. ISRO-LPSC Recruitment 2021: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (Indian Space Research Organization- ISRO) ધોરણ-10 પાસ માટે ડ્રાઇવર (Driver), કુક (Cook) અને ફાયરમેન (Fireman) જેવા પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. સરકારી નોકરી (Government Jobs) મેળવવાની ઈચ્છા ધરાવતા યુવાઓ માટે આ શાનદાર તક છે. આ ભરતી ઇસરોના લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ્સ (Liquid Propulsion Systems) માટે બહાર પાડવામાં આવી છે. તેના માટે ઓનલાઇન અરજી (Online Application) કરવાની પ્રક્રિયા 24 ઓગસ્ટ, 2021થી શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક ઉમેદવારોએ અરજી ઇસરોની ઓફિશિયલ વેબસાઇટ psc.gov.in પર જઈને કરવાની છે. અરજી 6 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કરી શકાશે. આ ભરતી પ્રક્રિયા હેઠળ ડ્રાઇવર, કુક અને ફાયરમેનની સાથોસાથ કેટરિંગના પદ ઉપર પણ વેકન્સી છે. ઇસરો ભરતી 2021ના (ISRO-LPSC Recruitment 2021) નોટિફિકેશન મુજબ, હેવી મોટર વ્હીકલ ડ્રાઇવર, કુક, અટેન્ડન્ટ અને ફાયરમેનની કુલ 8 વેકન્સી છે.
ઇસરોનું લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ્સ સેન્ટર (Liquid Propulsion System Centres) ઇસરોના લોન્ચ વ્હીકલ (ISRO Launch Vehicles) માટે લિક્વિડ પ્રોપલ્સન સ્ટેજની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને રિયલાઇઝેશનનું કામ કરે છે. એલપીએસસીની ગતિવિધિઓ વલિયમલા, તિરુવનંપુરમ, મહેન્દ્રગિરિ અને બેંગલુરુમાં ફેલાયેલી છે.
ઇસરો ભરતી 2021 (ISRO-LPSC Recruitment 2021) માટે અભ્યર્થી ધોરણ-10 પાસ હોવા જરૂરી છે.
ઉંમર મર્યાદા (Age Limit)
ISRO-LPSC Recruitment 2021 હેઠળ ફાયરમેન (Fireman) અને કેટરિંગ અટેન્ડન્ટ (Catering Attendant) માટે મહત્તમ ઉંમર 25 વર્ષ અને અન્ય તમામ પદો માટે 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.