Home /News /career /

ISRO Free Course: ઘરે બેઠા સ્પેસનો અભ્યાસ કરવાનો સોનેરી અવસર આપી રહ્યું છે ઈસરો, મળશે સર્ટિફીકેટ

ISRO Free Course: ઘરે બેઠા સ્પેસનો અભ્યાસ કરવાનો સોનેરી અવસર આપી રહ્યું છે ઈસરો, મળશે સર્ટિફીકેટ

ISRO Free Online Courses : ઈસરોનો ફ્રી ઓનલાઇન કોર્સ આજે કરો અરજી

SRO Free Online Courses : સાયન્સનો રસ જાળવી રાખવા હવે ઈસરો ફ્રી ઓનલાઇન કોર્સ (ISRO Free Online Course) ઉપલબ્ધ કરાવી રહ્યું છે. કોર્સ પૂર્ણ કર્યા બાદ તમને ઈસરો તરફથી એક પ્રમાણપત્ર (ISRO Course Certificate) પણ આપવામાં આવશે.

  ISRO Free Course:  ઘણા બાળકોને સ્પેસ અને સાઇન્ટિફિક રીસર્ચ (Space & Scientific Research)માં રસ હોય છે, પરંતુ જાણકારીના અભાવે કે પછી યોગ્ય રીસોર્સ કે નાણાંકીય સમસ્યાઓના કારણે તેમને પોતાના રસ અને કરિયર (Career in Space)ની સાથે સમજૂતી કરવી પડે છે. પરંતુ જો તમને સ્પેસ વિશે મફતમાં કોઇ કોર્સ કરવા મળે તો અને તે પણ ઈસરો દ્વારા? જી હાં, તમારો સ્પેસ સાયન્સનો રસ જાળવી રાખવા હવે ઈસરો ફ્રી ઓનલાઇન કોર્સ (ISRO Free Online Course) ઉપલબ્ધ કરાવી રહ્યું છે. કોર્સ પૂર્ણ કર્યા બાદ તમને ઈસરો તરફથી એક પ્રમાણપત્ર (ISRO Course Certificate) પણ આપવામાં આવશે.

  ISROએ શરૂ કર્યા છે 3 નવા કોર્સ : જો તમે પણ સ્પેસ સાયન્સમાં ભવિષ્ય બનાવવા માંગો છો, તો આ કોર્સ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. ઈસરો દ્વારા ઓફર કરવામાં આવેલા ફ્રી ઓનલાઇન કોર્સમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આપને જણાવી દઇએ કે ઈસરોએ આ જ વર્ષે 3 નવા પ્રોફેશનલ કોર્સ શરૂ કર્યા છે, જેમાંથી તમે કોઇ પણ કોર્સ માટે રજીસ્ટ્રેશન કરી શકો છો. જે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમો સેન્સિંગ, દહેરાદૂન દ્વારા યોજાશે. જોકે હાલ રજીસ્ટ્રેશન શરૂ થયા નથી. વર્ષ 2022માં IIRSની ઓફિશિયલ વેબસાઇટ https://www.iirs.gov.in/ પર જઇને રજીસ્ટ્રેશન કરી શકો છો.

  ઈસરોના 3 નવા કોર્સ :

  મશીન લર્નિંગ ટૂ ડીપ લર્નિંગ – રિમોટ સેન્સિંગ ડેટા ક્લાસિફિકેશન

  ઈસરોની ગાઇડલાઇન અનુસાર, આ કોર્સ ખાસ વિવિધ એપ્લિકેશનમાં રિમોટ સેન્સિંગ ડેટા પ્રોસેસિંગમાં કામ કરનાર એક્સપર્ટ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

  અર્થ ઓબ્ઝર્વેશન ફોર કાર્બન સાઇકલ સ્ટડી

  આ કોર્સને રીસર્ચર્સ, એક્સપર્ટ અને અર્થ ઓબ્ઝેર્વેશન, કાર્બન મોડલિંગ, કાર્બન અસેસમેન્ટ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો :  Sarkari Naukri 2021: ધોરણ 8 અને 10 પાસ વિદ્યાર્થીઓ માટે 1290 પદો પર ભરતી, ફટાફટ કરો અરજી

  ઓવર વ્યૂ ઓફ GIS ટેક્નોલોજી

  આ ટેક્નોલોજીને જીઆઈએસ (Geographic Information System) કહેવામાં આવે છે. આ કોર્સ વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર હાર્ડવેર અને સોફ્ટવેરની મદદથી ભૌગોલિક સૂચના સાથે એકત્રિત કરવા, મેનેજ કરવા, વિષ્લેણ કરવા, જાળવવા અને તેનું પ્રતિનિધિત્વ કરવા શીખવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે.

  કોર્સ માટે આ રીતે કરો રજીસ્ટ્રેશન

  જો તમે ઈસરોના આ ફ્રી ઓનલાઇન ક્લાસમાં ભાગ લેવા ઇચ્છો છો તો તમારે ઈસરો કે IIRSની ઓફિશ્યલ વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીએનું પૂરૂ નામ, ધો-10ની માર્કશીટ કે સર્ટિફિકેટ, ઈ-મેલ અને પાસવર્ડ, જે કોર્સમાં ભાગ લેવા માંગો છો સહિતની માહિતી ભરવાની રહેશે. સાથે જ અંગત માહિતી, શૈક્ષણિક માહિતી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. કોર્સ પૂર્ણ થયા બાદ સર્ટીફીકેટ મેળવવા માટે વિદ્યાર્થીએ ઇ-ક્લાસ પોર્ટલ દ્વારા 70 ટકા હાજરી આપવાની રહેશે.

  આ પણ વાંચો : JEE Mains 2022: જેઈઈ મેન 2022 અંગે મહત્ત્વના સમાચાર, આ તારીખોથી શરૂ થઈ શકે છે રજિસ્ટ્રેશન પ્રક્રિયા

  બધા માટે ફ્રી છે કોર્સ

  ઈસરો દ્વારા કરાવવામાં આવનાર ત્રણેય કોર્સ સંપૂર્ણ ફ્રી (ISRO Free Course) છે. જે પૂર્ણ કર્યા બાદ તમને ઇસરો તરફથી એક સર્ટિફીકેટ(ISRO Certificate) આપવામાં આવશે. આઇઆઇઆરએસ દહેરાદૂનની ઓફિશ્યલ વેબસાઇટ અનુસાર, આઇઆઇઆરએસ(IIRS) યૂટ્યૂબ ચેનલ દ્વારા સેશનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને 24 કલાક બાદ ઉપલબ્ધ ઓફલાઇન સત્ર (Online Course)માં પોતાની હાજરી આપવાની રહે છે. ઇસરો અનુસાર, આ ઓનલાઇન લર્નિંગ કોર્સમાં દરેક સિલેબસને વિવિધ સમયમાં વિભાજીત કરાવોમાં આવ્યા છે, જે 4થી 12 દિવસ સુધી ચાલે છે.
  Published by:Jay Mishra
  First published:

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन