Home /News /career /IREL Recruitment 2022: 31 ટ્રેઈનીની પોસ્ટ માટે થઇ રહી છે ભરતી, 14 જુલાઈ પહેલાં કરો અરજી

IREL Recruitment 2022: 31 ટ્રેઈનીની પોસ્ટ માટે થઇ રહી છે ભરતી, 14 જુલાઈ પહેલાં કરો અરજી

પ્રતિકાત્મક તસવીર

irel recruitment 2022 : ઓફિશ્યલ વેબસાઈટ પર જઈને ઉમેદવારો તેમના એલિજિબિલિટી માપદંડ ચકાસી શકે છે અને ઓફિશિયલ વેબસાઇટ irel.co પર ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

    IREL Recruitment 2022 : અત્યારે સરકારી નોકરીઓની અઢળત જાહેરાતો બહાર પડી છે ત્યારે ઇન્ડિયન રેર અર્થ લિમિટેડ દ્વારા 31 તાલીમાર્થી (trainee)ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે અને IREL તાલીમાર્થીની અરજી લિંક 14 જુલાઈ સુધી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ઓફિશ્યલ વેબસાઈટ પર જઈને ઉમેદવારો તેમના એલિજિબિલિટી માપદંડ ચકાસી શકે છે અને ઓફિશિયલ વેબસાઇટ irel.co પર ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, IREL ફાયનાન્સ, એચઆર, ટેકનિકલ અને અન્ય સહિત વિવિધ વિભાગો માટે તાલીમાર્થીઓની ભરતી કરી રહ્યું છે.

    IREL Trainee Recruitment notification 2022

    IREL તાલીમાર્થીની ભરતી 2022: શૈક્ષણિક લાયકાત

    IREL ભરતી 2022 કેટલાક વિભાગો માટેની શૈક્ષણિક લાયકાત નીચે દર્શાવેલ છે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ અને ઉપર દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ IREL તાલીમાર્થી ભરતીની સૂચના ચકાસી શકે છે.

    Graduate Trainee (ફાઇનાન્સ): UR, OBC(NCL) અને EWS ઉમેદવારો ઓછામાં ઓછા 60% ગુણ અને SC ઉમેદવારો કુલ 50% ગુણ સાથે માન્ય ભારતીય યુનિવર્સિટીમાંથી CA ઇન્ટરમીડિએટ અથવા CMA ઇન્ટરમીડિએટ / કોમર્સમાં સ્નાતક હોવા જોઈએ.

    Graduate Trainee (એચ આર): UR અને OBC (NCL) ઉમેદવારો ઓછામાં ઓછા 60% ગુણ અને SC ઉમેદવારો 50% ગુણ સાથે માન્ય ભારતીય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવા જોઈએ.

    આ પણ વાંચોઃ-IAF Group C Recruitment 2022: MTS, સ્ટેનો, LDC અને અન્ય પોસ્ટ માટે કરો અરજી

    Diploma Trainee (ટેક્નિકલ): ઇચ્છુક ઉમેદવારો AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી માઇનિંગ/કેમિકલ/મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/સિવિલ/ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા અથવા UR, OBC(NCL) અને EWS ઉમેદવારો ઓછામાં ઓછા 60% માર્ક્સ, તેમજ SC અને ST ઉમેદવારો 50% ગુણ ધરાવતા હોવા જોઈએ.



    IREL Trainee recruitment 2022: કેવી રીતે અરજી કરવી

    - ઓફિશિયલ વેબસાઇટ- irel.co.in પર જાઓ.
    - Careers ટેબ પર જાઓ.
    - ઉમેદવારો આ સીધી લિંક દ્વારા પણ અરજી કરી શકે છે: IREL Trainee Recruitment 2022 Application link
    - "Advt.No.CO/HRM/09/2022- રિવાઇઝ્ડ નોટિસ" લિંક હેઠળ 'ઑનલાઇન એપ્લાય' લિંક પર ક્લિક કરો.
    - હવે એક નવું વેબપેજ ખુલશે.
    - ઓફિશિયલ વેબસાઇટ પર રજીસ્ટર કરો અને તમારા લૉગિન ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને ઉમેદવારના પોર્ટલ પર લૉગિન કરો.
    - ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
    - ફોર્મ સબમિટ કરો અને ભવિષ્ય માટે તેની પ્રિન્ટઆઉટ લો.

    આ પણ વાંચોઃ-IB recruitment 2022: ઇન્ટેલિજન્સ બ્યુરોમાં નોકરીની તક, 766 જગ્યાઓ, રૂ.1.51 લાખ સુધીનો પગાર

    અરજદારોએ ફોર્મની અંદર માન્ય દસ્તાવેજો પ્રમાણિત કરવાનું સુનિશ્ચિત કરવું આવશ્યક છે, કારણ કે આગળની પસંદગી પ્રક્રિયામાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને દસ્તાવેજોમાં કોઈપણ વિસંગતતા જણાશે તો ઉમેદવારી રદ્દ થશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Government jobs, Jobs and Career, Recruitment, Recruitment 2022, Sarkari Naukri

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन