IREDA Recruitment 2022 : ઈન્ડિયા રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA) દ્વારા 16 જગ્યા માટે ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું હતું. સરકારી નોકરી (Sarkari Naukri)ની શોધ કરી રહેલા ઉમેદવારો માટે 26-3-2022ના રોજ અરજી કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
IREDA Recruitment 2022 Notification: ઈન્ડિયા રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA) એ ચીફ રિસ્ક ઓફિસર (CRO), ચીફ ડેપ્યુટી જનરલ મેનેજર અને પ્રોટોકલ ઓફિસરની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડી છે. આ નોકરી માટે ઈચ્છુકઅને પાત્રતા ધરાવનાર ઉમેદવાર 26 માર્ચ 2022 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે 5 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે.
આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની શનિવારે 26-3-2022ના રોજ અંતિમ તારીખ છે, ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા ઉમેદવારો સીધા અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા દરકે પોસ્ટ માટેનું નોટિફીકેશન વાંચવું.