Home /News /career /

IREDA Recruitment: IREDAમાં16 જગ્યા માટે ભરતી, રૂ. 1,20,000 સુધી મળશે પગાર

IREDA Recruitment: IREDAમાં16 જગ્યા માટે ભરતી, રૂ. 1,20,000 સુધી મળશે પગાર

IREDA Recruitment 2022: ઈરેડામાં સરકારી નોકરીની તક

IREDA Recruitment: સરકારી નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ (IREDA)માં 16 જગ્યા માટે ઉમેદવારીની તક, અહીંયા આપવાાં આવેલી લિંક પરથી કરો અ

    IREDA Recruitment 2022 Notification: ઈન્ડિયા રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA) એ ચીફ રિસ્ક ઓફિસર (CRO), ચીફ ડેપ્યુટી જનરલ મેનેજર અને પ્રોટોકલ ઓફિસરની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડી છે. આ નોકરી માટે ઈચ્છુકઅને પાત્રતા ધરાવનાર ઉમેદવાર 26 માર્ચ 2022 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે 5 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે.

    ઉમેદવારોએ આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા તમામ બાબતોની તપાસ કરી લેવી. અહીંયા ટેબલમા આપવામાં આવેલી લિંક દ્વારા ઉમેદવારો નોટિફિકેશન વાંચી શકે છે અને સીધા ઓનલાઇન અરજી કરી શકે છે.

    IREDA Recruitment 2022 ખાલી જગ્યા

    • ચીફ રિસ્ક ઓફિસર (Chief Risk Officer, CRO)- 1 પોસ્ટ

    • ચીફ મોનિટરિંગ અને રિકવરી- 1 પોસ્ટ

    • ચીફ (ઈન્ટરનલ ઓડિટ)- 1 પોસ્ટ

    • ચીફ (લૉ)- 1 પોસ્ટ

    • ડેપ્યુટી જનરલ મેનેજર/ ચીફ મેનેજર (રિસ્ક મેનેજમેન્ટ)- 1 પોસ્ટ

    • ડેપ્યુટી જનરલ મેનેજર/ ચીફ મેનેજર (ઈન્ટરનલ ઓડિટ)- 1 પોસ્ટ

    • ડેપ્યુટી જનરલ મેનેજર/ ચીફ મેનેજર (લૉ)- 1 પોસ્ટ

    • પ્રોટોકોલ ઓફિસર/ ટેકનિકલ આસિસ્ટન્ટ/ સ્પેશિયલ ડ્યુટી ઓફિસર- 8 પોસ્ટ


    આ પણ વાંચો : Free ST Pass: ગુજરાતના 12 લાખ વિદ્યાર્થીઓને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, STના બસના ફ્રી પાસ મળશે

    શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

    • ચીફ રિસ્ક ઓફિસર- આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અથવા એન્જિનિયરિંગમાં બેચલરની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

    • ચીફ મોનિટરિંગ અને રિકવરી- ઉમેદવારે E., B.Tech., B.Sc. એન્જિનિયરીંગ કરેલું હોવું જોઈએ. કોસ્ટ & મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA) અથવા કમ્પ્યુટર સેક્રેટરી કરેલું હોવું જોઈએ.

    • ચીફ (ઈન્ટરનલ ઓડિટ)- CA/CMA

    • ચીફ (લૉ)- LLB અથવા 5 વર્ષ ઈન્ટિગ્રેટેડ લૉ કોર્સ કરેલો હોવો જોઈએ.

    • ડેપ્યુટી જનરલ મેનેજર/ ચીફ મેનેજર (મોનિટરિંગ અને રિકવરી)- E., B.Tech., B.Sc. એન્જિનિયરીંગ અથવા કોસ્ટ & મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA), CS કરેલું હોવું જોઈએ.

    • ડેપ્યુટી જનરલ મેનેજર/ ચીફ મેનેજર (ઈન્ટરનલ ઓડિટ)- CA/CMA

    • ડેપ્યુટી જનરલ મેનેજર/ ચીફ મેનેજર (લૉ)- LLB અથવા 5 વર્ષ ઈન્ટિગ્રેટેડ લૉ કોર્સ કરેલો હોવો જોઈએ.

    • પ્રોટોકોલ ઓફિસર/ ટેકનિકલ આસિસ્ટન્ટ/ સ્પેશિયલ ડ્યુટી ઓફિસર- ઉમેદવારે કોઈપણ ક્ષેત્રે બેચલર અથવા માસ્ટરની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.


    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા16
    શૈક્ષણિક લાયકાતઉપર જણાવ્યા મુજબ દરેક પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા/ ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફીફક્ત જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે 1,000 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ26-3-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    વયમર્યાદા-

    • ચીફ- 50 વર્ષ

    • ડેપ્યુટી જનરલ મેનેજર- 53 વર્ષ


    આ પણ વાંચો :  SBI Recruitment 2022: એસબીઆઈની એસસીઓની ભરતી, અહીંથી સીધા કરો અરજી

    કેવી રીતે અરજી કરવી?

    • ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારે IREDAની સત્તાવાર વેબસાઈટ https://www.ireda.in/. પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

    • ઉમેદવારે અરજી કર્યા બાદ રેફરન્સ માટે અરજી ફોર્મની એક પ્રિન્ટઆઉટ કાઢી લેવી.

    • પસંદગી પામેલ ઉમેદવારે દિલ્હીમાં કામ કરવાનું રહેશે.


    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર