IRCON Recruitment 2022 : રેલ્વે મંત્રાલય (અંડરટેકિંગ)ની સરકારી એન્જિનિયરિંગ કન્ટ્રક્શન કંપની IRCONમાં 16 જગ્યા માટે ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ સોમવારે 9-5-52022ના રોજ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનાલઈન અરજી કરી શકે છે.
IRCON Recruitment 2022 Notification: ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડ (IRCON) દ્વારા ફાઇનાન્સ આસિસ્ટન્ટ, HR આસિસ્ટન્ટ, IT ઇન્ચાર્જ સહિતની વિવિધ પોસ્ટ્સ માટે ભરતી (IRCON Recruitment) કરવામાં આવશે. જેમાં રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 9 મે, 2022ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. CA/CMA ઇન્ટરમીડિયેટ/2 વર્ષની ફૂલ ટાઈમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/HR/પર્સોનલ/IR/PM અને IR/ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ ડિગ્રીમાં ડિપ્લોમા સહિતની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો નોટિફિકેશનમાં ઉલ્લેખ કર્યા મુજબની લાયકત સાથે આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ સોમવારે 09મી મેના રોજ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે ટેબલમાં આપેલી લિંકનો ઉપયોગ કરી શકે છે.
IRCON Recruitment 2022 ખાલી જગ્યાની વિગતો
ફાઈનાન્સ આસિસ્ટન્ટ-08, HR આસિસ્ટન્ટ- 05, IT ઈન્ચાર્જ-03
IRCON Recruitment 2022 ભરતી માટે યોગ્યતાના માપદંડ
IRCON Recruitment 2022 શૈક્ષણિક લાયકાત
ફાઈનાન્સ આસિસ્ટન્ટ- CA/CMA ઇન્ટરમિડિયેટ
HR આસિસ્ટન્ટ- 2 વર્ષ પૂર્ણસમય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી / UGC/AICTE દ્વારા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ઓછામાં ઓછા 60 ટકાથી ઓછા ગુણ સાથે HR/પર્સોનલ/IR/PM અને IRમાં ડિપ્લોમા
IT ઈન્ચાર્જ- UGC/AICTE દ્વારા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ઓછામાં ઓછા 60% સાથે IT/કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ ડિગ્રી
લાયક ઉમેદવારો 09 મે, 2022ના રોજ અથવા તે પહેલાં સત્તાવાર વેબસાઇટ www.ircon.orgના ‘HR & Career’ વિભાગ/આગળ Contract Employment વિભાગની મુલાકાત લીધા પછી ઑનલાઇન મોડ દ્વારા અરજી કરી શકે છે. ઉમેદવારોએ તેમની અરજીઓની પ્રિન્ટઆઉટ અને જરૂરી એન્ક્લોઝરને 16 મે, 2022 સુધીમાં નોટિફિકેશનમાં આપેલા સરનામાં પર મોકલવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, IRCONએ રેલ્વે મંત્રાલય (અંડરટેકિંગ)ની સરકારી એન્જિનિયરિંગ કન્ટ્રક્શન કંપની છે. તેની સ્થાપના 1974માં કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં હતું. IRCONનું જૂનું મૂળ નામ ઇન્ડિયન રેલ્વે કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ છે. તેનું પ્રાથમિક કામ ભારત અને વિદેશમાં રેલવે પ્રોજેક્ટનું નિર્માણ હતું. હવે કંપનીએ અન્ય ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટ્સમાં અલગ અલગ કામ કર્યા છે. ઓક્ટોબર 1995માં તેનું નામ બદલીને ઈરકોન ઈન્ટરનેશનલ લિમિટેડ કરવામાં આવ્યું હતું. IRCONએ ભારતમાં 300થી વધુ પ્રોજેક્ટ્સ અને વિદેશમાં 100 પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.
IRCON Recruitment 2022 મહત્વપૂર્ણ તારીખો
અરજી કરવાની છેલ્લી તારીખ 09 મે, 2022 છે. જ્યારે હાર્ડ કોપી સાથે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ 16 મે, 2022 છે.