IPRCL Recruitment 2022 : ઇન્ડિયન પોર્ટ રેલ એન્ડ રોપવે કોર્પોરેશન લિમિટેડમાં (IPRCL) ઉપલબ્ધ 10 નવી એપ્રેન્ટિસની ભરતી માટે નોટિફીકેશન જાહેર કર્યુ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે 3-5-2022 સુધી અરજી કરી શકે છે.
IPRCL Recruitment: ઇન્ડિયન પોર્ટ રેલ એન્ડ રોપવે કોર્પોરેશન લિમિટેડમાં ઉપલબ્ધ 10 નવી એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ (Apprentice Post) માટે IPRCL દ્વારા ભરતી બહાર (IPRCL Job Notification 2022) પાડવામાં આવી છે. પસંદગી પામેલા ઉમેદવારોએ એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ મુંબઈમાં એક વર્ષ માટે ટ્રેનિંગ (Training) લેવાની રહેશે. નોટિફીકેશનમાં જણાવ્યા અનુસાર, IPRCL તાલીમ સમયગાળા પછી કોઈપણ રોજગારને મંજૂરી આપશે નહીં. પસંદગી પામેલા ઉમેદવારોને રૂ.10,000 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
IPRCL Recruitment:અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત
MHRDNATS વેબસાઇટ પર જારી કરાયેલ નવીનતમ IPRCL એપ્રેન્ટિસ નોટિફીકેશનમાં જણાવ્યા અનુસાર, 10 નવી એપ્રેન્ટિસની જગ્યાઓ છે જેના માટે નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે:
સિવિલ એન્જીનિયરીંગમાં બીઇ અથવા બીટેક કરેલું હોવું જોઇએ. સિવિલ એન્જીનિયરો માટે 7 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જ્યારે ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગમાં બીઇ અથવા બીટેક કરેલા ઉમેદવારોની 3 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.
જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા ઈચ્છે છે તેમની પાસે સંબંધિત ફિલ્ડમાં યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી એન્જિનિયરિંગની ડિગ્રીમાં તમામ વર્ષ અને સેમેસ્ટરના ઓછામાં ઓછા 60 ટકા હોવા જોઈએ. જોકે, SC અથવા ST કેટેગરીના ઉમેદવારો માટે ટકાવારી 55 ટકા સુધી રાખવામાં આવી છે. ડિગ્રીઓ વર્ષ 2020 પછી મેળવેલી હોવી જોઈએ અને જેઓ એક વર્ષથી વધુ કામનો અનુભવ અથવા તાલીમ ધરાવે છે તેઓ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકશે નહીં.
નોકરની ટૂંકી વિગતો
જગ્યા
10
શૈક્ષણિક લાયકાત
સંબંધિત ફિલ્ડમાં યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી એન્જિનિયરિંગની ડિગ્રીમાં તમામ વર્ષ અને સેમેસ્ટરના ઓછામાં ઓછા 60 ટકા
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ જનરલ મેનેજર HR, ઇન્ડિયન પોર્ટ રેલ અને રોપવે કોર્પોરેશન લિમિટેડને 3 મે 2022 પહેલા અરજીઓ સબમિટ કરવાની રહેશે. નોટિફીકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખાલી જગ્યાઓ માટે કોઈ ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં અને પસંદ કરાયેલ ઉમેદવારોને ઈ-મેલ અથવા કુરિયર દ્વારા જાણ કરવામાં આવશે. અરજી કરવા ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો વધુ માહિતી માટે ઓફિશ્યલ નોટિફીકેશન તપાસી શકે છે.
આપને જણાવી દઇએ કે, આઈપીઆરસીએલ એપ્રેન્ટિસશીપ તાલીમ સમયગાળાના સમયે કોઈ બોર્ડિંગ અથવા રહેવાની સુવિધા આપશે નહીં. એપ્રેન્ટિસશીપ તાલીમ સમયગાળાના ઉમેદવારોને કોઈ મુસાફરી ખર્ચ આપવામાં આવશે નહીં.