Home /News /career /

IPR Recruitment 2022: આઈપીઆર ગાંધીનગરમાં 31 જગ્યાની ભરતી, રૂ. 18,000 મળશે પગાર, અહીંથી કરો અરજી

IPR Recruitment 2022: આઈપીઆર ગાંધીનગરમાં 31 જગ્યાની ભરતી, રૂ. 18,000 મળશે પગાર, અહીંથી કરો અરજી

IPR Recruitment 2022: ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમાં રિસર્ચ ગાંધીનગરની ભરતી, અહીંથી સીધા કરો અરજી

IPR Recruitment 2022: ગાંધીનગરના ઈનસ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમાં રિસર્ચ (IPR)માં સંભવિત 631 મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ (MTS)ની ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન એપ્લિકેશન મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકે છે.

    IPR Recruitment 2022: ગાંધીનગરમાં કાર્યરત ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમાં રિસર્ચ (IPR Gandhinagar) દ્વારા સંભવિત 31 મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ (MTS)ની ભરતીનું નોટિફીકેશન (IPR Recruitment 2022 Notification) બહાર પાડવામાં આવ્યું છે. આ નોકરી માટે ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન એપ્લિકેશન (IPR Recruitment 2022 Online Applicatiion) કરવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 30-4-2022 છે. રસ ધરાવતા ઉમેદવારો નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા સીધા અરજી કરી શકે છે.

    IPR Recruitment 2022: ખાલી જગ્યા અને વય મર્યાદા

    આ નોકરી માટે સંભવિત 31 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ નોકરી માટે 30 વર્ષ ઉંમર મર્યાદા રાખવામાં આવી છે. જ્યારે એસસી, એસટી, ઓબીસી અને નિવૃત સર્વિસમેન ઉમેદવારો માટે સરકારી નિયમો પ્રમાણે છૂટછાટ મળશે. આ નોકરી બે વર્ષ માટે કરાર આધારિત છે. અને ત્યારબાદ એક વર્ષ માટે કરાર લંબાઈ શકે છે.

    IPR Recruitment 2022: લાયકાત

    આ નોકરી માટે ઉમેદવારી કરવા માટે કોઈ પણ વિષયમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારોને એચઆર, જનરલ એડમિનિસ્ટ્રેશન, એકાઉન્ટ્સ, પર્ચેઝ એન્ડ સ્ટોર, વગેરેમાં નોકરી મળશે. ઉમેદવારોને કમ્યુટરનું જ્ઞાન હોવું આવશ્યક છે.

    IPR Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટે ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્કમ પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. પરીક્ષામાં ઓબ્જેક્ટિવ અને વર્ણાત્મક પ્રશ્નો પૂછાશે. પરીક્ષાના વિષયોમાં જનરલ નોલેજ, જનરલ અવેરનેસ, ઈલેમેન્ટરી મેથેમેટિક્સ અને ન્યૂમેરિક્સ, કોમ્યુટર અને રિઝનીંગને લગતા સવાલો પૂછાશે.

    વર્ણનાત્મક પરીક્ષામાં લખાણ, પત્રવ્યવહારની આવડત અને હિંદી તેમજ અંગ્રેજી ભાષંતરને લગતા સવાલો પૂછાશે. આ પરીક્ષઆના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરીટના આધારે પસંદગી કરવામાં આવશે.

    IPR Recruitment 2022: અરજી ફી

    આ ભરતી માટે જનરલ અને ઓબીસી ઉમેદવારોની અરજી ફી રુપિયા 200 છે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી નિશુલ્ક છે.

    આ પણ વાંચો : RBI Recruitment : RBIની 292 જગ્યાની ભરતી, 62,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    IPR Recruitment 2022: પગાર

    આ નોકરીમાં પસંદ થનારા ઉમેદવારોને રૂપિયા 18,000 પગાર આપવામાં આવશે આ સાથે એચઆરએ અલગથી આપવામાં આવશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા31. સંભવિત
    લાયકાતગ્રેજ્યુએટ
    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
    અરજી ફી200 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ30-4-2022
     ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન ્અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    IPR Recruitment 2022: ફી ભરવા માટે

    1https://www.onlinesbi.com/sbicollect/icollecthome.html ઓપન કરો

    2.હવે →State of corporate / Institution: Gujarat પસંદ કરો

    3.હવે ટાય ઓફ કોર્પોરેટમાં Type of Corporate / Institution: Others પસંદ કરો

    4.Others Name: Institute for Plasma Research પસંદ કરો

    5. Select Payment Category: Application Fees- IPR સિલેક કટોર

    આ પણ વાંચો :IB Recruitment 2022 : ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં 150 જગ્યાની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી

    6. In remarks column, please mention Advt. No. and Post Code. અહીંયા જાહેરાત નંબર અને પોસ્ટ કોડ લખો

    7. Make payment. ફી ભરો

    8. Print/Download receipt to fill details of payment in the Online Application. કોલ લેટરની પ્રિન્ટ કાઢી લો
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર