Home /News /career /

IPBP Recruitment 2022: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં 2.88 લાખ પગાર સુધીની નોકરી, અરજી કરવાની અંતિમ તક

IPBP Recruitment 2022: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં 2.88 લાખ પગાર સુધીની નોકરી, અરજી કરવાની અંતિમ તક

IPBB Recruitment 2022 : આઈબીપીબીમાં ભરતી, ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક

IPBP Recruitment 2022 : ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (India Post Payment Bank) દ્વારા કાયમી અને કોન્ટ્રાક્ટ આધારે ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક છે, ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા સીધા અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    IPBP Recruitment 2022: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (India Post Payments Bank) એટલે કે આઇપીપીબી (IPPB)માં નોકરીની તક છે. આઇપીપીબી દ્વારા ઓનલાઇન એપ્લિકેશન મોડ દ્વારા નિયમિત / કરારના આધારે સ્કેલ 2, 3, 4, 5, 6, અને 7માં વિવિધ જગ્યાઓ (બેકલોગ સહિત) પર ભરતી માટે નોટિફિકેશન (Job notification)ની જાહેરાત કરી છે. આ નોકરી માટે ઉચ્છુક અને પાત્ર ઉમેદવારો વેબસાઇટ www.ippbonline.com પર જઈને 9 એપ્રિલ 2022 સુધીમાં ઓનલાઇન અરજી (Online job application for IPPB) કરી શકે છે. આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલાં ઉમેદવારોએ પોતાની લાયકાત સક્ષમ છે કે નહીં તે જાહેરાતમાં ચકાસી લેવું.

    IPPB Recruitment 2022: કઈ પોસ્ટ પર કેટલી જગ્યા ખાલી?

    - ચીફ ટેકનોલોજી ઓફિસર - 1 પોસ્ટ,  એજીએમ (એન્ટરપ્રાઇઝ/ ઇન્ટિગ્રેશન આર્કિટેક્ટ)- 1 પોસ્ટ,  ચીફ મેનેજર (ડિજિટલ ટેકનોલોજી)- 1 પોસ્ટ, સિનિયર મેનેજર (સિસ્ટમ/ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન)- 1 પોસ્ટ, સિનિયર મેનેજર (સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન/આર્કિટેક્ટ)- 1 પોસ્ટ, મેનેજર (સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન)- 1 પોસ્ટ,  એજીએમ - બીએસજી (બિઝનેસ સોલ્યુશન્સ ગ્રૂપ)- 1 પોસ્ટ, ચીફ મેનેજર (રિટેલ પ્રોડક્ટ્સ)- 1 પોસ્ટ, ચીફ મેનેજર (રિટેલ પેમેન્ટ્સ)- 1 પોસ્ટ,  જીએમ (ઓપરેશન્સ)- 1 પોસ્ટ, ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર- 1 પોસ્ટ, ચીફ મેનેજર (ફાયનાન્સ)- 1 પોસ્ટ

    IPPB Recruitment 2022: લાયકાતના માપદંડ

    - ચીફ ટેકનોલોજી ઓફિસર: કોઈ પણ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ/એમસીએ અથવા સમકક્ષ લાયકાત.

    - એજીએમ (એન્ટરપ્રાઇઝ/ઇન્ટિગ્રેશન આર્કિટેક્ટ): બેચલર ઓફ એન્જિનિયરિંગ/બેચલર ઓફ ટેકનોલોજી ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ/એમસીએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સમાં એમબીએ/ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

    - ચીફ મેનેજર (ડિજિટલ ટેકનોલોજી): બેચલર ઓફ એન્જિનિયરિંગ/બેચલર ઓફ ટેકનોલોજી ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સ/એમ.સી.એ કરેલું હોવું જોઈએ.

    - સિનિયર મેનેજર (સિસ્ટમ/ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન): બેચલર ઓફ એન્જિનિયરિંગ/બેચલર ઓફ ટેકનોલોજી ઈન ઈન્ફર્મેશન ટેકનોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સ/એમ.સી.એ.

    સિનિયર મેનેજર (સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન/આર્કિટેક્ટ)- ઇલેક્ટ્રોનિક્સ, ફિઝિક્સ, કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફર્મેશન ટેકનોલોજી અથવા બી.ટેક/બી.ઇ.- ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર સાયન્સ અથવા એમએસસી ઇલેક્ટ્રોનિક્સ, ફિઝિક્સ, એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સમાં બી.એસ.સી.

    - મેનેજર (સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન): ઇલેક્ટ્રોનિક્સ, ફિઝિક્સ, કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફર્મેશન ટેકનોલોજી અથવા બી.ટેક/બી.ઇ.- ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર સાયન્સ અથવા એમએસસી ઇલેક્ટ્રોનિક્સ, ફિઝિક્સ, એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સમાં બી.એસ.સી

    - એજીએમ - બીએસજી (બિઝનેસ સોલ્યુશન્સ ગ્રુપ): સેલ્સ/માર્કેટિંગમાં એમબીએ.

    - ચીફ મેનેજર (રિટેલ પ્રોડક્ટ્સ), ચીફ મેનેજર (રિટેલ પેમેન્ટ્સ): MBA અથવા સમકક્ષ કક્ષાના કોઈપણ સ્નાતક.

    - જીએમ (ઓપરેશન્સ): યુનિવર્સિટી/સંસ્થામાંથી સ્નાતક.

    - ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર: કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક.

    - ચીફ મેનેજર (ફાઇનાન્સ): ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (ફાઇનલ) સાથે કોમર્સ ગ્રેજ્યુએટ.

    IPPB Recruitment 2022: નોકરીની ટૂંકી વિગતો



























    જગ્યા12
    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષાના આધારે
    અરજી કરવાની ફી

    એસસી/એસટી/પીડબ્લ્યુડી (માત્ર ઇન્ટિમેશન ચાર્જિસ) - રૂ. 150

    - બીજા બધા માટે - રૂ. 750
    અરજી કરવાની અંતિમ તારીખ9-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    IPPB Recruitment 2022: વયમર્યાદા

    મેનેજર - 23થી 35 વર્ષ,  સીનિયર મેનેજર - 26થી 35 વર્ષ,  ચીફ મેનેજર - 29થી 45 વર્ષ,  આસિસ્ટન્ટ જનરલ મેનેજર - 32થી 45 વર્ષ. ડેપ્યુટી જનરલ મેનેજર - 35 થી 55 વર્ષ,  જનરલ મેનેજર - 38થી 55 વર્ષ

    આ પણ વાંચો : RTE Admission: RTE હેઠળ એડમિશન લેવા માંગતા વાલીઓ માટે ખાસ સૂચના, આવકના દાખલા અંગે ભૂલથી પણ ન કરતા આ કામ

    IPPB Recruitment 2022: પગારધોરણ











































    સ્કેલબેઝિક પે સ્કેલ (રૂપિયામાં)અંદાજિત CTC
    Scale VII1,16,120 – 3,220 (4)- 1,29,0003,21,289/-
    Scale VI1,04,240 – 2,970 (4)- 1,16,1202,88,393/-
    Scale V89,890 – 2,500 (2) – 94,890 – 2,730 (2) -1,00,3502,31,375/-
    Scale IV76,010 – 2,220 (4) – 84890 – 2,500 (2) – 89,8901,95,122/-
    Scale III63,840 – 1,990 (5) – 73,790 – 2,220 (2) – 78,2301,64,373/-
    Scale II48,170 – 1,740 (1) – 49,910 – 1,990 (10) – 69,8101,29,684/
    Scale I36,000 – 1490 (7) – 46,430 – 1,740 (2) – 49,910 – 1,990 (7) – 638401,04,163/-



    IPPB Recruitment 2022: પસંદગીના માપદંડ અને અરજી પ્રક્રિયા

    આ પોસ્ટ્સ પર ઇન્ટરવ્યૂના આધારે પસંદગી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 9 એપ્રિલ 2022 સુધીમાં ઓનલાઇન મોડ દ્વારા અરજીઓ સબમિટ કરી શકે છે.

    આ પણ વાંચો : BOB Recruitment 2022: બેન્ક ઓફ બરોડામાં વધુ 100 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

    IPPB Recruitment 2022:અરજી માટે ફી

    - એસસી/એસટી/પીડબ્લ્યુડી (માત્ર ઇન્ટિમેશન ચાર્જિસ) - રૂ. 150

    - બીજા બધા માટે - રૂ. 750
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર