IPBB Recruitment 2022 : આઈબીપીબીમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી
IPBP Recruitment 2022 : ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (India Post Payment Bank) દ્વારા કાયમી અને કોન્ટ્રાક્ટ આધારે ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો અહીંંયા આપવામાં આવેલી લિંકના આધારે અરજી કરી શકે છે.
IPBP Recruitment 2022: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (India Post Payments Bank) એટલે કે આઇપીપીબી (IPPB)માં નોકરીની તક છે. આઇપીપીબી દ્વારા ઓનલાઇન એપ્લિકેશન મોડ દ્વારા નિયમિત / કરારના આધારે સ્કેલ 2, 3, 4, 5, 6, અને 7માં વિવિધ જગ્યાઓ (બેકલોગ સહિત) પર ભરતી માટે નોટિફિકેશન (Job notification)ની જાહેરાત કરી છે. આ નોકરી માટે ઉચ્છુક અને પાત્ર ઉમેદવારો વેબસાઇટ www.ippbonline.com પર જઈને 9 એપ્રિલ 2022 સુધીમાં ઓનલાઇન અરજી (Online job application for IPPB) કરી શકે છે. આ પોસ્ટ માટેની ઓનલાઇન અરજીઓ 26 માર્ચ 2022ના રોજથી શરૂ થઈ ચુકી છે. અરજીની અન્ય કોઈ રીત સ્વીકારવામાં આવશે નહીં.
આ ભરતી અભિયાન હેઠળ વિવિધ 12 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, ખાલી જગ્યાની વિગતો, પગાર, પસંદગીના માપદંડ સહિતની વિગતો અહીં ચકાસી શકે છે.
મહત્વની તારીખો:
- ઓનલાઇન અરજી સબમિટ કરવાની શરૂઆત: 26 માર્ચ 2022
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 9 એપ્રિલ 2022
IPPB Recruitment 2022: કઈ પોસ્ટ પર કેટલી જગ્યા ખાલી?
- ચીફ ટેકનોલોજી ઓફિસર: કોઈ પણ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ/એમસીએ અથવા સમકક્ષ લાયકાત.
- એજીએમ (એન્ટરપ્રાઇઝ/ઇન્ટિગ્રેશન આર્કિટેક્ટ): બેચલર ઓફ એન્જિનિયરિંગ/બેચલર ઓફ ટેકનોલોજી ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ/એમસીએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સમાં એમબીએ/ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ચીફ મેનેજર (ડિજિટલ ટેકનોલોજી): બેચલર ઓફ એન્જિનિયરિંગ/બેચલર ઓફ ટેકનોલોજી ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સ/એમ.સી.એ કરેલું હોવું જોઈએ.
- સિનિયર મેનેજર (સિસ્ટમ/ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન): બેચલર ઓફ એન્જિનિયરિંગ/બેચલર ઓફ ટેકનોલોજી ઈન ઈન્ફર્મેશન ટેકનોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સ/એમ.સી.એ.