Home /News /career /IOCL Recruitment 2022: ઈન્ડિયન ઓયલમાં 1700થી વધારે પદ પર નીકળી વેકેન્સી, ફટાફટ કરી દો અરજી
IOCL Recruitment 2022: ઈન્ડિયન ઓયલમાં 1700થી વધારે પદ પર નીકળી વેકેન્સી, ફટાફટ કરી દો અરજી
iocl rescruitment 2022
10મું પાસ ઉમેદવારથી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાનો શાનદાર અવસર આવ્યો છે. ઈંડિયન ઓયલ કોર્પોરેશને અપ્રેન્ટિસના પદ પર ભરતી બહાર પાડી છે.
નવી દિલ્હી: ઈંડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)માં નોકરી (Sarkari Naukri)કરવાનું માન બનાવી રહેલા યુવાનો માટે સુવર્ણ તક આવી છે. એટલા માટે IOCLએ ટેકનીશિયન, ગ્રેજ્યુએટ અને ટ્રેડ એપ્રેન્ટિસના પદ પર ભરતી માટે અરજીઓ મગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદ (IOCL Recruitment 2022) માટે અરજી કરી શકશે. આ પદ પર અરજી માટેની અંતિમ તારીખ 03 જાન્યુઆરી 2023 છે.
10મું પાસ ઉમેદવારથી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાનો શાનદાર અવસર આવ્યો છે. ઈંડિયન ઓયલ કોર્પોરેશને અપ્રેન્ટિસના પદ પર ભરતી બહાર પાડી છે. આ પદ માટે અરજી આજથી એટલે કે, 14 ડિસેમ્બર બુધવારથી શરુ થઈ ગઈ છે. જે ઉમેદવારો અરજી કરવા માગે છે, તેમણે અંતિમ તારીખ પહેલા ફોર્મ ભરી દેવાનું રહેશે. આ ખાલી જગ્યા પર અપ્લાઈ કરવાની અંતિમ તારીખ 03 જાન્યુઆરી 2023 છે. આ ભરતીની ખાસ વાત એ છે કે, તેના માટે દશમું, બારમું અને ગ્રેજ્યુએશન પાસ ઉમેદવાર અરજી કરી શકશે.
આઈઓસીએલની આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવના માધ્યમથી કુલ 1760 પદ પર ભરતી થવાની છે. તેમાં ટ્રેડ અપ્રેન્ટિસ, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ અને ટેક્નિશિયન અપ્રેટિંસના પદ સામેલ છે. સિલેક્શન થયા બાદ ઉમેદવારની નિમણૂંક દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં જેમ કે, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઝારખંડ, ચંડીગઢ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગુજરાત વગેરેમાં થશે.
આ પદ પર અપ્લાય કરવા માટે યોગ્યતા પદ અનુસાર અલગ છે. ટ્રેડ અપ્રેન્ટિંસ પદ માટે દશમું ધોરણ પાસ ઉમેદવાર અપ્લાય કરી શકશે. ટેક્નિશિયન પદ માટે એન્જીનિયરીંગ પાસ ઉમેદવાર જેમને ઓછામાં ઓછા 50 ટકા ગુણ છે, તે અપ્લાય કરી શકશે. ગ્રેજ્યુએ્ટ એપ્રેન્ટિસ પદ માટે ઓછામાં ઓછા 50 ટકા સાથે બીએ, બીએસસી, બીકોમ પાસ ઉમેદવાર અરજી કરી શકશે. ત્રણેય કેસમાં ઉમેદવાર પાસે સંબંધિત ક્ષેત્રમાં આઈટીઆઈ પાસ હોવું જોઈએ. અનામત વર્ગને છૂટછાટ મળવાપાત્ર છે. આ પદ માટે ઉંમર મર્યાદા 21થી 24 વર્ષ નક્કી કરેલી છે.
ઈંડિયન ઓયલ કોર્પોરેશન આ પગ પર ઉમેદવારોનું સિલેક્શન ઓેનલાઈન એક્ઝામ દ્વારા કરશે. પરીક્ષામાં મલ્ટીપલ ચોઈસ પ્રશ્ન આવશે. એક સાથે ચાર વિકલ્પ હશે, જેમાંથી એક સાચો હશે. પસંદગી પામેલા ઉમેદવારની સર્વિસ એક વર્ષ માટે હશે ફક્ત ટ્રેડ એપ્રેન્ટિસની 15 મહિના અને ટ્રેડ એપ્રેન્ટિસ (રિટેલ સેલ્સ અસોસિએટ) ની 14 મહિનાની હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર