IOCL Recruitment : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL Recruitment 2022) ભારતમાં સૌથી મોટું વ્યાપારી ઉપક્રમ અને ફોર્ચ્યુન “ગ્લોબલ 500એ જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ-IV (પ્રોડક્શન) માટે નવી નોટિફીકેશન (Job Notification) જાહેર કરી છે. જેઓ સંબંધિત અનુભવ સાથે એન્જિનિયરિંગ ડિપ્લોમા ધરાવે છે, તેઓ IOCL ભરતી 2022 માટે પાત્ર છે. અરજીની ઓનલાઈન રજીસ્ટ્રેશનની વેબસાઈટ www.iocrefrecruit.in પર હોસ્ટ કરવામાં આવી છે. ઉમેદવારોએ આ માટે 29 માર્ચ, 2022ના રોજ અથવા તે પહેલાં અરજી કરવાની રહેશે. મંગળવારે આ નોકીર માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક છે. ઉમેદવારો અહીંયા ટેબલમાં આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.
- SPPTની તારીખ- 22 એપ્રિલ, 2022
આપને જણાવી દઇએ કે, ઇન્ડિયન ઓઇલ દ્વારા કેમિકલમાં જૂનિયર એન્જીનિયરીંગ આસિસ્ટન્ટ-IV (પ્રોડક્શન)ના 4 પદો માટે ભરતી કરવામાં આવશે.
પગારધોરણ
આ પોસ્ટ માટે પસંદગી પામનારા ઉમેદવારો રૂ. 25,000થી રૂ.1,05,000 સુધી પગાર આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
કેમિકલ/રિફાઈનરી અને પેટ્રોકેમિકલ એન્જી.માં 3 વર્ષનો ડિપ્લોમા. અથવા માન્ય સંસ્થા / યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ (SC/ST ઉમેદવારો માટે 45% ગુણ) સાથે B. Sc. (ગણિત, ફિઝીક્સ, કેમિસ્ટ્રી અથવા ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી).
અનુભવ
પેટ્રોલિયમ રિફાઇનરી/પેટ્રોકેમિકલ્સ/ફર્ટિલાઇઝર/હેવી કેમિકલ/ગેસ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં પંપ હાઉસ, ફાયર્ડ હીટર, કોમ્પ્રેસર, ડિસ્ટિલેશન કોલમ, રિએક્ટર, હીટ એક્સ્ચેન્જર વગેરેની કામગીરીમાં લાયકાત ઉપરાંત ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
- જનરલ, EWS અને ST (યુઆર તરીકે અરજી કરનાર) – 18 વર્ષથી 26 વર્ષ
- SC કેટેગરી માટે ઉંમરમાં 5 વર્ષ સુધીની છૂટછાટ અને OBC (NCL) ઉમેદવારો માટે અનામત હોદ્દા સામે 3 વર્ષ સુધીની છૂટ આપવામાં આવશે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
04
શૈક્ષણિક લાયકાત
કેમિકલ/રિફાઈનરી અને પેટ્રોકેમિકલ એન્જી.માં 3 વર્ષનો ડિપ્લોમા. અથવા માન્ય સંસ્થા / યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ (SC/ST ઉમેદવારો માટે 45% ગુણ) સાથે B. Sc. (ગણિત, ફિઝીક્સ, કેમિસ્ટ્રી અથવા ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી).
પસંદગી પ્રક્રિયા
સ્કિલ પ્રોફિશિયેન્સી ટેસ્ટ દ્વારા
અરજી ફી
જનરલ, ઈડબલ્યુએસ અને ઓબીસી માટે જ ફી છે. ફી રૂ. 150
- હવે, ઓનલાઇન અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ પર યોગ્ય રીતે સહી કરો અને સાથે તમામ દસ્તાવેજો જોડીને 9 એપ્રિલ, 2022 સુધીમાં તેને Dy જનરલ મેનેજરને (એચઆર), બરૌની રિફાઇનરી, પી.ઓ. બરૌની ઓઈલ રિફાઈનરી, બેગુસરાઈ, બિહાર – 851114 પર મોકલો.
ઉમેદવારોએ ઓન-લાઈન અરજીની નકલ સાથે તમામ પ્રમાણપત્રોની સાચી નકલો સાથે રાખવી અને ચકાસણી માટે SPPT સમયે તે રજૂ કરવી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર