IOCL GAE Recruitment 2022: ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ એન્જિનિયર પોસ્ટ પર ભરતી, આવી રીતે ઓનલાઇન અરજી કરો
IOCL Recruitment 2022 : ઈન્ડિયન ઓઈલ દ્વારા ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ એન્જિનિયર (GAE)ની પોસ્ટ પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે અરજી કરી શકે છે.
IOCL GAE Recruitment 2022: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (Indian Oil Corporation Limited) એટલે કે IOCLએ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ એન્જિનિયર (GAE)ની પોસ્ટ પર ભરતી (IOCL GAE Recruitment)ને લઈને નોટિસ જાહેર કરી છે. ગેટ 2022 સ્કોર્સ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવાને પાત્ર છે. ઓનલાઇન એપ્લિકેશન લિંક iocl.com પર ઉપલબ્ધ છે.
કેમિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એસસી એન્ડ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને મેટલર્જિકલ એન્જિનિયરિંગની શાખાઓ માટે ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત કેમિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ સહિતની શાખાઓમાં કેટલાક ઉમેદવારોની પસંદગી એપ્રેન્ટિસશીપ એક્ટ, 1961 (અને ત્યારબાદ પછીના સુધારા)ને અનુરૂપ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ એન્જિનિયર્સ (જીએઈ) તરીકે કરવામાં આવશે.
ઇજનેરો/અધિકારીઓ તરીકે પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂ. 50,000નો પ્રારંભિક બેઝિક પગાર મળશે અને તેમને રૂ. 50,000 - 1,60,000ના પગાર ધોરણમાં મૂકવામાં આવશે.
IOCL GAE Recruitment 2022: લાયકાતના માપદંડ
શૈક્ષણિક લાયકાત
AICTE/UGC દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ/કોલેજો/યુનિવર્સિટીઓ/ડીમ્ડ યુનિવર્સિટીઓમાંથી ફૂલ-ટાઈમ રેગ્યુલર અભ્યાસક્રમ તરીકે 65% ગુણ (SC/ST/PWD માટે 55%) સાથે B.Tech./BE અથવા સમકક્ષ.
જે તે શાખામાં M.Tech પૂર્ણ કર્યું હોય/આગળ ધપાવ્યું હોય અને યોગ્ય શાખામાં ગેટ 2022ની પરીક્ષામાં ભાગ લીધો હોય અને ઉલ્લેખિત શાખાઓમાંથી કોઈ એકમાં બી.ટેક./ બી.ઈ. પૂર્ણ કર્યું હોય તેવા ઉમેદવારો પણ અરજી કરવા માટે પાત્ર છે.
IOCL GAE Recruitment 2022: વયમર્યાદા
જનરલ, ઇડબ્લ્યુએસ- 26 વર્ષથી વધુ નહીં
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
ઉલ્લેખ નથી
શૈક્ષણિક લાયકાત
AICTE/UGC દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ/કોલેજો/યુનિવર્સિટીઓ/ડીમ્ડ યુનિવર્સિટીઓમાંથી ફૂલ-ટાઈમ રેગ્યુલર અભ્યાસક્રમ તરીકે 65% ગુણ (SC/ST/PWD માટે 55%) સાથે B.Tech./BE અથવા સમકક્ષ.
જે તે શાખામાં M.Tech પૂર્ણ કર્યું હોય/આગળ ધપાવ્યું હોય અને યોગ્ય શાખામાં ગેટ 2022ની પરીક્ષામાં ભાગ લીધો હોય અને ઉલ્લેખિત શાખાઓમાંથી કોઈ એકમાં બી.ટેક./ બી.ઈ. પૂર્ણ કર્યું હોય તેવા ઉમેદવારો પણ અરજી કરવા માટે પાત્ર છે.
પસંદગી પ્રક્રિયા
ગ્રુપ ટાસ્ટ, ગ્રુપ ડિસ્કશન, ઈન્ટરવ્યૂ અને ગેટ 2022ના સ્કોરના આધારે