Home /News /career /IOCL Recruitment 2022: IOCLમાં વધુ એક ભરતીની જાહેરાત, 1.5 લાખ સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
IOCL Recruitment 2022: IOCLમાં વધુ એક ભરતીની જાહેરાત, 1.5 લાખ સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
IOCL Recruitment 2022: આઈઓસીએલ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી
IOCL Recruitment 2022 : ઈન્ડિયન ઓઈલમાં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા સીધા અરજી કરી શકે છે.
IOCL recruitment 2022: ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે (Indian Oil Corporation Limited) ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત 6 નવા જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ અને જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટના પદો પર ભરતી કરવામાં આવશે. જેમાં 6 નવી જુનિયર ટેકનિકલ સહાયક અને જુનિયર ગુણવત્તા નિયંત્રણ વિશ્લેષકની ખાલી જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની બોંગાઈગાંવ રિફાઈનરીમાં આ ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે. નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યા મુજબ આ પદોમાં એક, બે અથવા ત્રણ શિફ્ટમાં વર્ક અરેન્જમેન્ટ કરવામાં આવી શકે છે. આ સિવાય કામની જરૂરિયાત પ્રમાણે શિફ્ટની ગોઠવણી કરવામાં આવશે. આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને માસિક રૂ. 25,000થી 1,05,000 સુધી પગાર ચૂકવવામાં આવશે.
IOCL Recruitment 2022- કોણ અરજી કરી શકે
IOCL નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર 6 નવા જુનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ અને જુનિયર ક્વોલિટી કંટ્રોલરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. જેના માટે નીચે પ્રમાણે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ (મિકેનિકલ)- PwBD ઉમેદવારો માટે ઓછામાં ઓછા 45% માર્કસ સાથે માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા મેટ્રિક સાથે ફિટર ટ્રેડમાં પાસ ક્લાસ સાથે ITI.
જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ (ઇન્સ્ટ્રુમેન્ટેશન)- PwBD ઉમેદવારો માટે ઓછામાં ઓછા 45% માર્કસ સાથે માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ.
જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ- ફિજિક્સ, કેમિસ્ટ્રી, ઈન્ડસ્ટ્રી કેમિસ્ટ્રી અને ગણિત સાથે બીએસસી સામાન્ય, ઓબીસી અથવા એસસી ઉમેદવારો માટે ઓછામાં ઓછા 50% અને ST અથવા પીડબલ્યુબીડી ઉમેદવારોના કિસ્સામાં 45% માર્ક્સ ફરજીયાત છે.
IOCL Recruitment 2022- આ રીતે કરો અરજી
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 12 ,મે 2022 પહેલા ઓફિશિયલ વેબસાઇટ પર ઑનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે. સામાન્ય, EWS અને OBC (NCL) ઉમેદવારોએ રૂ. 150 ની નોન-રિફંડેબલ એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે. ઑનલાઇન અરજીની પ્રિન્ટઆઉટ ઉમેદવારે જરૂરી દસ્તાવેજો સાથે લેખિત પરીક્ષાના દિવસે સબમિટ કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે.