IOCL Recruitment: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં 19 જગ્યા માટે ભરતી, 1,05,000 રૂપિયા સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
IOCL Recruitment: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં 19 જગ્યા માટે ભરતી, 1,05,000 રૂપિયા સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
IOCL Recruitment 2022: આઈઓસીએલ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી
IOCL Recruitment 2022 ; ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) દ્વારા 19 જગ્યાની ભરતી માટે નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે
IOCL Recruitment: IOCL દ્વારા જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ IVની 19 નવી ખાલી જગ્યાઓ પર ભરતી (IOCL Recruitment 2022) માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજીઓ 7 મે, 2022થી શરૂ થશે. નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ, એક, બે કે ત્રણ શિફ્ટમાં કામની વ્યવસ્થા સાથે પોઝિશન ઓપરેટ કરવામાં આવે છે અને પસંદગી પામેલા ઉમેદવારે કામ મુજબ કોઈપણ વર્ક અરેન્જમેન્ટમાં ફરજ બજાવવાની રહેશે. જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટને તેમની લાયકાત અને અનુભવના આધારે માસિક 1,05,000 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે.
IOCL Recruitment: કેટલી જગ્યાઓ પર થશે ભરતી?
- જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ-IV (પ્રોડક્શન)ની કુલ 18 જગ્યા પર ભરતી કરવામાં આવશે.
- જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ-IV (ઇન્સ્ટ્રુમેન્ટેશન)ની 1 જગ્યા પર ભરતી કરવામાં આવશે.
IOCL Recruitment: કોણ કરી શકે છે અરજી?
IOCLની નોટિફિકેશન મુજબ નીચે જણાવેલી લાયકત ધરાવતા ઉમેદવારો આ નોકરી માટે અરજી કરી શકે છે.
1) જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ-IV (પ્રોડક્શન)
માન્યતા પ્રાપ્ત સંસ્થા કે યુનિવર્સિટીમાંથી કેમિકલ, રિફાઇનરી અને પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા અથવા ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અથવા ઔદ્યોગિક રસાયણશાસ્ત્રમાં બીએસસી કરેલું હોવું જોઈએ. જેમાં જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે કુલ મળીને ઓછામાં ઓછા 50 ટકા ગુણ અને અનામત જગ્યાઓ સામે એસસી ઉમેદવારોના કિસ્સામાં 45 ટકા જરૂરી છે.
માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કન્ટ્રોલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનું ડિપ્લોમા કરેલો હોવો જોઈએ, જેમાં જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે કુલ મળીને ઓછામાં ઓછા 50 ટકા ગુણ અને અનામત જગ્યાઓ સામે એસસી ઉમેદવારોના કિસ્સામાં 45 ટકા ગુણ જરૂરી છે.
તદુપરાંત, અરજદારો પાસે સંબંધિત પ્રવાહોમાં એક વર્ષનો પોસ્ટ-ક્વોલિફિકેશન અનુભવ હોવો જરૂરી છે. તેમજ પાર્ટ-ટાઇમ, કોરસપોન્ડન્ટ અથવા ડિસ્ટન્સ એજ્યુકેશન મોડ દ્વારા મેળવેલી લાયકાત ધરાવતા ઉમેદવારો પાત્રતા ધરાવતા ન હોવાનું જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે
રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારોએ 28 મે 2022 સુધીમાં IOCLની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજીઓ સબમિટ કરવાની રહેશે. જનરલ, EWS અને OBC (NCL) ઉમેદવારોએ અરજી ફી તરીકે 150 રૂપિયા ચૂકવવાના રહેશે. અરજીઓ સબમિટ કરતા પહેલા, ઉમેદવારો પાસે એક્ટિવ ઇમેઇલ આઇડી અને મોબાઇલ ફોન નંબર હોવો જોઈએ અને તે ભવિષ્યના સંદેશાવ્યવહાર માટે ઓછામાં ઓછા બાર મહિનાના સમયગાળા માટે માન્ય રહે તે પણ આવશ્યક છે. અરજી કરવા માંગતા ઉમેદવારોને વધુ માહિતી માટે નોટિફિકેશનને વિગતવાર વાંચી લેવાની સલાહ આપવામાં આવે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર