Home /News /career /

IOCL Recruitment: 12 પાસ લોકો માટે ખુશ ખબર, IOCLએ બહાર પાડી આ પદો પર ભરતી

IOCL Recruitment: 12 પાસ લોકો માટે ખુશ ખબર, IOCLએ બહાર પાડી આ પદો પર ભરતી

IOCL Recruitment: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)માં નોકરી (Government Jobs) મળવાની સારી તક

Government Jobs : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)માં નોકરી મળવાની સારી તક, અરજી કરવાની અંતિમ તારીખ 29 જુલાઇ, 2022 છે

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)માં નોકરી (Government Jobs) મળવાની સારી તક છે. આ માટે (IOCL Recruitment 2022) આઈઓસીએલે જુનિયર ઓપરેટર (ઉડ્ડયન) (IOCL Recruitment 2022)ની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ (IOCL Recruitment 2022) માટે અરજી કરવા માંગતા હોય તેઓ આઇઓસીએલની ઓફિશ્યલ વેબસાઇટ iocl.com પર જઇને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29 જુલાઈ છે.

આ ઉપરાંત ઉમેદવારો આ લિંક iocl.com દ્વારા આ પોસ્ટ્સ માટે સીધા જ અરજી કરી શકે છે. તમે આ લિંક IOCL Junior Operator Recruitment 2022 Notification PDF પર ક્લિક કરીને ઓફિશિયલ નોટિફિકેશન (IOCL Recruitment 2022) પણ ચકાસી શકો છો. આ ભરતી (IOCL Recruitment 2022) પ્રક્રિયા હેઠળ કુલ 39 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

મહત્વની તારીખો

આ ભરતી હેઠળ અરજી કરવાની અંતિમ તારીખ 29 જુલાઇ, 2022 છે.

આ પદો પર કરવામાં આવશે ભરતી

જુનિયર ઓપરેટર (ઉડ્ડયન) જી.આર.આઈ. (પોસ્ટ કોડ -101) તેલંગાણા: 05

જુનિયર ઓપરેટર (ઉડ્ડયન) જી.આર.આઈ. (પોસ્ટ કોડ -102) કર્ણાટક: 06

જુનિયર ઓપરેટર (ઉડ્ડયન) જી.આર.આઈ. (પોસ્ટ કોડ -103) તમિલનાડુ અને પુડુચેરી: 28

આ પણ વાંચો - શું તમારી જૂની જોબથી હવે તમને પણ આવે છે કંટાળો, તો અપનાવો આ ટિપ્સ અને જલ્દી જ મેળવો નવી નોકરી

શું હોવી જોઇએ લાયકાત?

જુનિયર ઓપરેટર (ઉડ્ડયન) જી.આર.આઈ : ઉમેદવારોએ કોઈ પણ માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા 45% ગુણ સાથે 12મું પાસ કરેલું હોવું જોઈએ. પ્રાદેશિક પરિવહન સત્તામંડળ દ્વારા જારી કરાયેલ માન્ય ભારે વાહન ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હોવું આવશ્યક છે.

કઇ રીતે કરવામાં આવશે ઉમેવારોની પસંદગી?

પસંદગી પદ્ધતિમાં લેખિત કસોટી, શારીરિક કસોટી અને કૌશલ્ય પરીક્ષણ (ડ્રાઇવિંગ ટેસ્ટ)નો સમાવેશ થાય છે. પરીક્ષામાં કુલ 100 પ્રશ્નો હશે, જેના માટે 90 મિનિટનો સમય ફાળવવામાં આવશે. ભરતી પરીક્ષા 21 ઓગસ્ટે લેવામાં આવશે. પરીક્ષા માટે એડમિટ કાર્ડ પરીક્ષા પહેલા આપવામાં આવશે. જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ માટે અરજી ફી 100 રૂપિયા છે.

કેટલી છે વયમર્યાદા

આ પોસ્ટ પર આવેદન કરવા ઇચ્છતા ઉમેદવારો માટે વય મર્યાદા પણ નક્કી કરાઇ છે. આવેદન કરવા ઇચ્છુક ઉમેદવારોએ ઓછામાં ઓછા 18 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઇએ અને મહત્તમ વયમર્યાદા 26 વર્ષ રાખવામાં આવી છે. ઉમેદવારોને વધુ જાણકારી મેળવવા માટે ઓફિશ્યલ વેબસાઇટ પરથી નોટિફીકેશન તપાસવામાં સલાહ આપવામાં આવે છે.
First published:

Tags: Career and Jobs, Jobs, Jobs alert, Jobs news, Jobs Vacancy

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन