Home /News /career /

IOCL Recruitment 2022: IOCLમાં 137 જગ્યા પર ભરતી, 25,000 સુધી મળશે શરૂઆતનો પગાર

IOCL Recruitment 2022: IOCLમાં 137 જગ્યા પર ભરતી, 25,000 સુધી મળશે શરૂઆતનો પગાર

IOCL Recruitment 2022 : આઈઓસીએલમાં 137 જગ્યા માટે ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી

IOCL Recruitment 2022 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL Recruitment 2022) પાઇપલાઇન્સ ડિવિઝનની વિવિધ જગ્યાઓએ ભરતી માટે એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ અને ટેક્નિકલ આસિસ્ટન્ટ સહિત નોન-એક્ઝિક્યુટિવ્સ (IOCL Recruitment 2022 Notification)  પોસ્ટ્સ માટે ઉમેદવારોની ભરતી બહાર પાડી છે.

વધુ જુઓ ...

    IOCL Recruitment 2022: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL Recruitment 2022) પાઇપલાઇન્સ ડિવિઝનની વિવિધ જગ્યાઓએ ભરતી માટે એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ અને ટેક્નિકલ આસિસ્ટન્ટ સહિત નોન-એક્ઝિક્યુટિવ્સ (IOCL Recruitment 2022 Notification)  પોસ્ટ્સ માટે ઉમેદવારોની શોધમાં છે. આ ભરતી માટે પાત્ર ઉમેદવારો IOCLની વેબસાઇટ iocl.com પર અરજી સબમિટ કરી શકે છે. IOCLની નોન એક્ઝિક્યુટિવ ભરતી માટે રજિસ્ટ્રેશન (IOCL Recruitment 2022 Online application)  લિંક 18 ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. અરજદારોને 27 માર્ચના રોજ યોજાનારી પરીક્ષા માટે બોલાવવામાં આવશે, જેના માટે એડમિટ કાર્ડ 14 માર્ચના રોજ અપલોડ કરવામાં આવશે.


    મહત્વની તારીખો


    ઓનલાઇન અરજી કરવાનો પ્રારંભ તારીખ: 24 જાન્યુઆરી


    ઓનલાઇન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 18 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યા સુધી


    એડમિટ કાર્ડની તારીખ - 14 માર્ચથી 27 માર્ચ
    પરીક્ષાની તારીખ: 27 માર્ચ
    એસપીપીટીની તારીખ - 01 એપ્રિલ


    ખાલી જગ્યાઓની વિગતો


    કુલ જગ્યા - 137


    -એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ગ્રેડ 4


    - ટેકનિકલ આસિસ્ટન્ટ


    પગરધોરણ


    એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ માટે રૂ. 25000-105000 તેમજ ટેકનિકલ આસિસ્ટન્ટ માટે Rs.23000-78000નું પગારધોરણ રહેશે.


    લાયકાતના માપદંડ


    શૈક્ષણિક લાયકાત


    એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (મિકેનિકલ) ગ્રેડ-IV - સરકાર માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મિકેનિકલ / ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં 55% ગુણ સાથે ફુલ ટાઇમ ડિપ્લોમા અથવા ઓછામાં ઓછા એક વર્ષના આઇટીઆઇ પછી લેટરલ એન્ટ્રી દ્વારા બે વર્ષ કર્યા હોવા જરૂરી છે.


    આ પણ વાંચો : Bank of Baroda Recruitment 2022 : BOBમાં 220 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી


    એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ) ગ્રેડ-IV - સરકાર માન્ય સંસ્થામાંથી 55% ગુણ સાથે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ફુલ ટાઇમ ડિપ્લોમા અથવા ઓછામાં ઓછા એક વર્ષના સમયગાળાના આઇ.ટી.આઇ. પછી લેટરલ એન્ટ્રી દ્વારા બે વર્ષ કરેલા હોવા જરૂરી છે.


    એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (T&I) ગ્રેડ-IV - માન્ય સંસ્થામાંથી 55% ગુણ સાથે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ રેડિયો કમ્યુનિકેશન એન્જિનિયરિંગ/ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ફૂલ ટાઈમ ડિપ્લોમા અથવા ઓછામાં ઓછા એક વર્ષના સમયગાળાની ITI પછી લેટરલ એન્ટ્રી દ્વારા બે વર્ષ તેમજ સરકાર તરફથી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ પ્રોસેસ કંટ્રોલ એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કરેલું હોવું જરૂરી છે.


    એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (ઓપરેશન્સ) ગ્રેડ-IV - માન્ય સંસ્થામાંથી 55 ટકા ગુણ સાથે કેમિકલ એન્જિનિયરિંગ/મિકેનિકલ એન્જિનિયરિંગ/ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં ત્રણ વર્ષનો પૂર્ણ સમયનો ડિપ્લોમા અથવા ઓછામાં ઓછા એક વર્ષના સમયગાળાની ITI પછી લેટરલ એન્ટ્રી દ્વારા બે વર્ષ તેમજ સરકાર તરફથી એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રોનિક્સ અને રેડિયો કમ્યુનિકેશન એન્જિનિયરિંગ/ઈન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ/ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ પ્રોસેસ કન્ટ્રોલ એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ.


    ટેકનિકલ એટેન્ડન્ટ-1 ગ્રેડ-1-10 પાસ અને ITI પાસ કરેલું હોવું જરૂરી છે. ઉપરાંત ઉમેદવારો પાસે SCVT/NCVT દ્વારા આપવામાં આવેલ ટ્રેડ સર્ટિફિકેટ / નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ (NTC) હોવું જોઈએ.


    વયમર્યાદા


    10થી 26 વર્ષ


    પોસ્ટ્સ માટે પસંદગી પ્રક્રિયા


    લેખિત ચકાસણી


    કૌશલ્ય/ નિપુણતા/ ફિઝિકલ ટેસ્ટ (SPPT) લેવામાં આવશે. વધુ પ્રક્રિયા માટે લાયક ઠરવા ઉમેદવારે લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 40 ટકા ગુણ (SC/ST/EXSM/PwBD માટે 30 ટકા) મેળવવાના રહેશે


    નોકરીની ટૂંકી વિગતો


































    જગ્યા137
    શૈક્ષણિક લાયકાત

    એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (મિકેનિકલ) ગ્રેડ-IV - સરકાર માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મિકેનિકલ / ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં 55% ગુણ સાથે ફુલ ટાઇમ ડિપ્લોમા અથવા ઓછામાં ઓછા એક વર્ષના આઇટીઆઇ પછી લેટરલ એન્ટ્રી દ્વારા બે વર્ષ કર્યા હોવા જરૂરી છે.



    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
    અજી ફીજનરલ, OBC અને EWSને રૂ.100 લેખે ફી ચૂકવવી પડશે. જ્યારે SC/ST/PwBD માટે કોઈ ફી રહેશે નહીં.
    અરજી કરવાની અંતિમ તારીખ18-2-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો

    કઈ રીતે કરવી અરજી?


    - IOCLની સત્તાવાર નોન-એક્ઝિક્યુટિવ રિક્રુટમેન્ટ વેબસાઇટ plapps.indianoil.in પર જાઓ.


    - હવે રજિસ્ટ્રેશન માટે રજીસ્ટર નાઉ બટન પર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરો


    - હવે તમારે પાસવર્ડ બનાવવાનો રહેશે. ત્યાંથી તમારો રજિસ્ટ્રેશન નંબર દર્શાવતા પેજ પર લઈ જવામાં આવશે. ત્યાં ફોર્મ ભરવા માટે અન્ય સૂચનો પણ આપવામાં આવ્યા હશે.


    - હવે તમારે લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ અરજી સબમિટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરો.


    - તમે દરેક પેજ પર આપેલા 'સેવ એન્ડ નેક્સ્ટ' બટન પર ક્લિક કરીને તમારી એપ્લિકેશનને સેવ કરી શકો છો.


    આ પણ વાંચો : DRDO recruitment 2022 : DRDOમાં એન્જીનીયરોની ભરતી, મળશે રૂ. 31,000 સ્ટાઈપેન્ડ

    - હવે ત્યાં આપેલા સૂચનો અનુસાર ફોટો અને સહી અપલોડ કરો


    - ત્યારબાદ પ્રિવ્યું ટેબ પર ક્લિક કરી અરજી તપાસી શકો છો અને ભૂલ જણાય તો સુધારી શકો છો. અહીં યાદ રાખો કે, અરજી સબમિટ કર્યા બીજી વખત સુધારવાની તક મળતી નથી.


    - અંતે ફાઇનલ સબમિશન પર ક્લિક કરી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.


    અહીં ઉલ્લેખનીય છે કે, આ અરજી માટે ફી માત્ર એસબીઆઈ કલેક્ટ ઓનલાઇન પોર્ટલ પર જ ચુકવી શકાય છે. જનરલ, OBC અને EWSને રૂ.100 લેખે ફી ચૂકવવી પડશે. જ્યારે SC/ST/PwBD માટે કોઈ ફી રહેશે નહીં.


    First published:

    Tags: કેરિયર, ગુજરાતી સમાચાર, સરકારી નોકરી

    આગામી સમાચાર