IOCL Recruitment 2021: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં આવી બંપર ભરતી, આ રીતે કરો અરજી

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં આવી બંપર ભરતી

યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર iocl.formflix.com પર 4 ડિસેમ્બર 2021 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ત્યાર બાદ કરવામાં આવતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આપને જણાવી દઇએ કે આ ભરતી પૂર્વ ભારતના રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઝારખંડ અને આસામમાં 527 ખાલી જગ્યાઓ પર બહાર પાડવામાં આવી છે.

  • Share this:
    ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ(IOCL)માં નોકરી(Jobs in IOCL) કરવાની ઉત્તમ તકો સામે આવી છે. જો તમે પણ આ નોકરી મેળવવા ઇચ્છતા હોવ તો અત્યારે જ અરજી(Apply Online) કરી શકો છો. IOCLએ પોતાની ઓફિશ્યલ વેબસાઇટ iocl.com પર ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ અપ્રેન્ટિસના 527 પદો પર બંપર ભરતી માટે નોટીફિકેશન જાહેર (Job Notification) કરી છે. યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર iocl.formflix.com પર 4 ડિસેમ્બર 2021 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ત્યાર બાદ કરવામાં આવતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આપને જણાવી દઇએ કે આ ભરતી પૂર્વ ભારતના રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઝારખંડ અને આસામમાં 527 ખાલી જગ્યાઓ પર બહાર પાડવામાં આવી છે.

    વેકેન્સી ડિટેલ્સ

    પશ્ચિમ બંગાળ – 236
    બિહાર – 68
    ઓડિશા –69
    ઝારખંડ – 35
    આસામ – 119

    19 ડિસેમ્બરે યોજાશે લેખિત પરીક્ષા

    ટેક્નિકલ અપ્રેન્ટિસ અને નોન ટેક્નિકલ અપ્રેન્ટિસના પદો પર અરજી કરનાર ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની રહેશે. આગામી 19 ડિસેમ્બરના રોજ આ ભરતી અંતર્ગત લેખિત પરીક્ષા યોજાશે. એપ્રેન્ટિસશીપ તાલીમનો સમયગાળો 12 મહિનાનો હશે.

    નોકરીની ટૂંકી વિગતો



























    જગ્યા 527
    શૈક્ષણિક લાયકાત : અલગ અલગ નોકરી માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયા : લેખિત પરીક્ષાના આધારે
    અરજી કરવાની અંતિમ તારીખ : 4-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    ટ્રેડ એપ્રેન્ટિસ ડેટા એન્ટ્રી ઓપરેટર (ફ્રેશર એપ્રેન્ટિસ)ને 15 મહિનાની તાલીમ રહેશે. ટ્રેડ એપ્રેન્ટિસ રિટેલ સેલ્સ એસોસિયેટ (ફ્રેશર)ને 14 મહિનાની તાલીમ લેવાની રહેશે. આ તારીખોમાં બદલાવ થઇ શકે છે. આ ઉપરાંત આ ભરતી સાથે જોડાયેલ અન્ય જાણકારીઓ માટે ઇચ્છુક ઉમેદવારોએ ઓફિશ્યલ વેબસાઇટ પર જઇને તમામ વિગતો તપાસવી જોઈએ. જેથી ભવિષ્યમાં કોઇ સમસ્યા ઊભી ન થાય.

    વયમર્યાદા- જનરલ અને EWS કેટેગરીના ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 31 ઓક્ટોબરના રોજ 18થી 24 વર્ષ હોવી જોઈએ. સરકારી માર્ગદર્શિકા અનુસાર SC/ST/OBC (NCL)/PwBD ઉમેદવારો માટેની મહત્તમ વય મર્યાદામાં રાહત આપવામાં આવી છે.

    આ રીતે કરો અરજી

    *સૌ પ્રથમ ઓફિશ્યલ વેબસાઇટ iocl.com ઓપન કરો.

    *હોમ પેજ પર કરીયર(Career) ટેબ પર ક્લિક કરો.

    *તમને એક નવું પેજ દેખાશે તેમાં અપ્રેન્ટિસશિપ લિંક પર ક્લિક કરો. આઇઓસીએલ, પૂર્વ ક્ષેત્રમાં ટેક્નિકલ અને નોન ટેક્નિકલ અપ્રેન્ટિસ એપ્લાય લિંક પર ક્લિક કરો.

    *અરજી ફોર્મ ભરીને સબમિટ કરો. ભવિષ્યના રેફરન્સ માટે તેની એક હાર્ડ કોપી તમારી પાસે ખાસ રાખો.

    *ઉમેદવારોને સલાહ છે કે તેઓ નોટીફિકેશન એક વખત જરૂર તપાસી લે.
    Published by:Margi Pandya
    First published: