Home /News /career /Career tips: ટોપ કંપનીઓ કઈ રીતે ઉમેદવારની પસંદગી કરે છે અને કંપનીમાં હાયર કરે છે?
Career tips: ટોપ કંપનીઓ કઈ રીતે ઉમેદવારની પસંદગી કરે છે અને કંપનીમાં હાયર કરે છે?
જોબ્સ ટીપ્સ
Interviews in top companies: અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો ભારતની (India) અને વિદેશી કંપનીઓ ઉમેદવારોમાં એક ખાસ ટેલેન્ટ શોધી રહ્યા છે, જે હવે ખૂબ જ સામાન્ય બની ગયું છે.
વર્ષ 2021-22 એક એવો સમય હતો, જ્યારે કંપનીઓનું (companies) માનવું હતું કે, તેઓ જે પણ કર્મચારીઓની ભરતી કરે છે, તેઓ સ્થાનિક ન હોવા જોઈએ. જેના કારણે હાયરિંગ (hiring) કરનાર મેનેજરો ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ (Interview) લેતા હતા, શોર્ટલિસ્ટ કરતા અને પછી તેમને રિજેક્ટ કરી દેતા હતા. અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો ભારતની (India) અને વિદેશી કંપનીઓ ઉમેદવારોમાં એક ખાસ ટેલેન્ટ શોધી રહ્યા છે, જે હવે ખૂબ જ સામાન્ય બની ગયું છે.
જેથી કર્મચારીઓ ઓફિસની નજીક રહેવાના ઓપ્શન અને અન્ય મહત્વપૂર્ણ બાબતો વિશે વિચારવાને બદલે તે કંપનીની સમસ્યા વિશે વિચારી શકે છે.
કંપનીમાં કર્મચારીઓને રિક્રુટ કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઉમેદવારોના ફેસ ટુ ફેસ ઈન્ટરવ્યૂની જગ્યાએ વિડીયો કોલથી ઈન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યું છે. તમે ઘણીવાર જોયું હશે કે, અનેક કાર્યસ્થળ રિમોટ એરિયા બની રહ્યા છે. હવે એ પ્રશ્ન ઊભો થાય છે કે, કંપનીઓ ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરે છે?
જે કંપનીઓ નવા કર્મચારીઓની ભરતી કરવાનું વિચારે છે તે કંપનીઓ તમારા રિઝ્યુમમાં કંઈક ખાસ બાબત શોધવાનો પ્રયાસ કરે છે. કંપનીઓ સૌથી પહેલા તમે કયા પ્રોજેક્ટ બનાવ્યા છે તે અને કમ્યુનિટી પ્રત્યે તથા ઓપન સોર્સ પહેલમાં કઈ રીતે યોગદાન આપો છો, તેના પર સૌથી પહેલા ધ્યાન આપે છે. જો તમે Amazon, Uber તથા અન્ય ટોપ કંપનીઓ સાથે કામ કરવા ઈચ્છો છો, તો તમારા રિઝ્યુમમાં તમે કરેલા પ્રોજેક્ટ વિશે ઉલ્લેખ કરવો જરૂરી છે. મોટાભાગની ટોપ કંપનીઓ તમારા ટેલેન્ટ પર ધ્યાન આપે છે અને તમારો કંપનીમાં શું રોલ રહેશે તે વિશે સૌથી પહેલા વિચારે છે.
તમારા પ્રોજેક્ટને રિઝ્યુમમાં હાઈલાઈટ કરો, જેથી રિક્રુટર તમારા કામને યોગ્ય રીતે સમજવામાં મદદ કરે છે. ઉપરાંત રિક્રુટરને ઈમ્પ્રેસ પણ કરી શકે છે.
ઉમેદવારનું અગાઉની કંપનીમાં યોગદાન
તમે એક એવા ઓર્ગેનાઈઝેશનમાં એપ્લાય કર્યું છે, જે એવા ઉમેદવારને રિક્રુટ કરવા ઈચ્છે છે જે પહેલેથી જ સ્કેલિંગ પ્રોસેસનો એક ભાગ રહી ચૂક્યા છે. સ્કેલને ગ્રોથની જેમ જ ડિફાઈન કરવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો તમે અગાઉ કંપનીમાં એક વર્ષમાં 1 મિલિયનના ટ્રાન્ઝેક્શન થતા હતા જે હવે વધીને પ્રતિ વર્ષ 10 મિલિયનના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. આ ઉદાહરણ પરથી જોઈ શકાય છે કે, અહીં ઉમેદવારની બિઝનેસને વિસ્તારિત કરવાની એબિલિટી પર ધ્યાન આપવામાં આવ્યું છે.
સ્વિગી, મિંત્રા, ઉબર જેવી કંપનીઓમાં એપ્લાય કરવાનો વિચાર કરવો જોઈએ. આ એવી કંપનીઓ છે જે ઉમેદવારોની કેટેગરી અને પ્રોડક્ટ લાઈન તથા અન્ય બાબતોને સ્કેલ કરે છે. જ્યારે આ કંપનીઓ તમારા સુધી પહોંચે છે, ત્યારે તમે તમારા કામની કેવી રીતે રજૂઆત કરશો?
તમે અગાઉ જે કંપનીમાં કામ કર્યું છે, તે કંપનીને તમે કેવી રીતે સહાયરૂપ થયા છો, તમારી સ્ટ્રેટેજી શું હતી અને તે કંપનીએ કેવી રીતે સફળતા મેળવી. આ તમામ બાબતોથી તમે તમારા કામની રજૂઆત કરી શકો છો.
સ્ટેટીસ્ટીકલ એનેલિસિસ (Statistical Analysis)
જો સ્ટેટીસ્ટીકલ એનેલિસિસ પર નજર નાખીએ તો ઈન્સ્ટાહાયર 8000થી વધુ કંપનીઓ સાથે કામ કરે છે. જેમાં લગભગ 87% ઈન્ટરનેટ કંપનીઓ છે. આ કંપનીઓ ઈન્સ્ટાહાયરને પ્રોડક્ટ સંબંધિત બાબતોને લઈને અલગ અલગ ભૂમિકાઓ માટે હાયર કરે છે. જેમાં એન્જિનિયરીંગ, પ્રોડક્ટ મેનેજર, એન્જિનિયરીંગ મેનેજર, ડેવલપર્સ, આર્કિટેક્ટ, સેલ્સ અને માર્કેટીંગ, પ્રોજેક્ટ મેનેજરનો સમાવેશ થાય છે.
અમે 5 મહિનામાં 2,398 રિક્રુટર્સના ઈન્ટરવ્યૂ લીધા છે. આ ઈન્ટરવ્યૂમાં અમે જાણવાની કોશિશ કરી હતી કે, રિક્રુટર રિઝ્યુમને કઈ રીતે જુએ છે. રિક્રુટર એવી કઈ બાબતો પર વધુ ધ્યાન આપે છે, જેનાથી તેઓ સમજી શકે કે આ ઉમેદવાર તેમની કંપનીમાં કામ કરી શકે છે.
રિક્રુટર પાસે ઉમેદવારના રિઝ્યુમને સમજવા માટે વધુ સમય હોતો નથી. ઉમેદવાર એકથી વધુ પોસ્ટ માટે એપ્લાય કરે છે.
જે ઉમેદવાર એકસમાન કંપનીમાં કામ કરે છે. (48% રિક્રુટર જ્યારે પણ ઉમેદવારનું ઈન્ટરવ્યૂ લે છે, તો જે ઉમેદવાર સમાન બેકગ્રાઉન્ડમાંથી આવતો હોય તેવા ઉમેદવારની પસંદગી કરે છે.)
સ્કેલ અને ટેકનોલોજી માટે કયા ઉમેદવારોએ આંકડાકીય માહિતી આપી છે? (રિક્રુટર જ્યારે પણ ઉમેદવારનું ઈન્ટરવ્યૂ લે છે, ત્યારે તે આંકડાકીય માહિતી પર વધુ ધ્યાન આપે છે.)
જે ઉમેદવાર પાસે ગિટહબ, બિટબકેટ લિંક છે અને હાઈ એક્ટિવિટી પૂર્ણ કરી છે. (પ્રાથમિકરૂપે યૂઝર બેઝડ કંપનીઓ આ પ્રકારના કર્મચારીઓની વધુ માંગ કરે છે.)
કરિઅર પ્રોગ્રેશન અને ઉમેદવારને શું કામ કરવું પસંદ છે? (37% રિક્રુટર જણાવે છે કે, તેઓ હંમેશા ઉમેદવારની હોબી અને તેના કરિઅર પ્રોગ્રેશન પર વધુ ધ્યાન આપે છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર