Appleમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ ઈન્ટર્નની ભરતી, સારું કામ કરનારને મળશે કાયમી જોબ

Apple Jobs : એપલ દ્વારા ભારતમાં સોફ્ટવેર ડેવલપર ઇન્ટર્નની નોકરી આપવામાં આવશે.

Apple Jobs India : એપલમાં સોફ્ટવેર ડેવલપરની નોકરી માટે ઇન્ટર્નની ભરતી છે. આ ઇન્ટર્ન પૈકી જાન્યુઆરીથી જુલાઈની વચ્ચે નોકરી માટે મુખ્ય ભરતી કરાશે.

  • Share this:
    ક્યૂપર્ટિનો બેઝ્ડ ટેકનોલોજી કંપની એપ્પલ (Apple jobs in India) ભારતમાં બેંગ્લોર સ્થિત લોકેશન માટે સોફ્ટવેર ડેવલપમેન્ટ ઈન્ટર્ન હાયર કરવા ઈચ્છે છે. કંપનીએ જણાવ્યું કે, આગામી વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે એપ્પલના સંગઠનમાં ફુલ ટાઈમ સોફ્ટવેર એન્જિનિયર (Software Engineer Jobs in Apple India)  ઈન્ટર્નને હાયર કરવા ઈચ્છે છે. કોરોનાની બીજી લહેર બાદ દેશમાં જુદા જુદા સેક્ટરમાં નોકરીની અપાર તકો ખુલી રહી છે. દરમિયાન એપલ દ્વારા ભારતની આ નોકરીઓ માટે યુવક-યુવતીઓ માટે તક આપવામાં આવી છે. એપલના મોબાઇલથી લઈને જુદી જુદી એસસરિઝ લોકો વાપરે છે અને ખૂબ પ્રતિષ્ઠીત બ્રાન્ડ તરીકે તેનો ઉપયોગ કરે છે ત્યારે એપલની આ નોકરી ભારતીય યુવાનો માટે સોનેરી તક સમાન છે.

    સોફ્ટવેર ડેવલપમેન્ટ ઈન્ટર્ન

    બેંગ્લોરમાં એપ્પલની એપ્લિકેશન એક્સેલેરેટર સ્થાનિક ડેવલપર્સને સપોર્ટ અને ટ્રેઈનિંગ આપે છે. અનેક એપ્લિકેશનને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સફળતા મળી છે. એપ એક્સેલેરેટરના કારણે ભારતમાં 8,73,000થી અધિક રોજગારીનું સર્જન થયું છે. જેનો સંપૂર્ણ શ્રેય iOS App ઈકોસિસ્ટમને જાય છે.

    ભારત દુનિયાના ગણતરીના દેશોમાંથી એક છે, જ્યાં એપ્પલ આઈફોન બનાવે છે. સ્થાનિક સ્તર પર iPhone 12, iPhone SE, iPhone 11 અને iPhone XR બનતા હોય તે ખૂબ જ ગર્વની વાત છે. અગાઉ ભારતમાં iPhone 7, iPhone 6S અને iPhone SE ના ફર્સ્ટ જનરેશનનું નિર્માણ થઈ ચૂક્યું છે.

    આ પણ વાંચો :  JOBS: TCSમાં MBA ફ્રેશર્સ માટે નોકરીની ભરતી, જાણો એપ્લાય કરવાની તારીખ

    ભારતમાં iPhone નિર્માણની સાથે Apple ના સપ્લાયર Apple સપ્લાયરના ક્લિન એનર્જી પ્રોગ્રામમાં શામેલ થયા છે, જેમાં Yuto અને CCL શામેલ છે. મહિલાઓના સ્વાસ્થ્ય અને વેલ-બીઇંગ પર પર આધારિત હેલ્થ પ્રોગ્રામ પર પણ વિસ્ટ્રોન સાથે કામ કરી રહ્યા છીએ. તેની તેમના પરિવાર અને કમ્યુનિટી પર વધુ અસર થાય છે.

    કંપનીની વેબસાઈટ અનુસાર, ‘Apple સાથે જોડાઈને તમે નવા વિચારો રજૂ કરી શકો છો અને ઈનોવેશન કરી શકો છો. Apple સાથે જોડાઓ અને Appleને વધુ યોગ્ય બનાવવામાં મદદ કરો.’































    કંપનીનું નામ Apple India
    કંપનીની વેબસાઇટ www.apple.com
    જોબ રોલ Software Developer Intern
    જોબ ID 200300112
    અનુભવ NA
    ઓનલાઇન એપ્લાય કરવા અહીંયા ક્લિક કરો
    લોકેશન






    બેંગલુરુ


    Apple Air Pods માં હેલ્થ ફોકસ્ડ ફીચર લાવવા પર રિસર્ચ કરી રહ્યું છે. આ ફીચરમાં જે વ્યક્તિ ઈયરબર્ડસ પહેરશે તેમનું તાપમાન અને તેમનો પોશ્ચર તથા તેમની સાંભળવાની ક્ષમતામાં સુધારો કરવાનું શામેલ હોઈ શકે છે.

    ધ વર્જ અનુસાર Air Pods માં ભવિષ્યમાં જે ફીચર આપવામાં આવશે તે ફીચર "Conversation Boost" ફીચરથી અલગ હશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

    રિપોર્ટ અનુસાર ‘આગામી વર્ષ સુધીમાં આ કાર્ય થવાની સંભાવના નથી. ગ્રાહકો માટે આ ગમે ત્યારે શરૂ કરવામાં નહીં આવે અથવા સમયમાં ફેરફાર થઈ શકે છે.’બીજા શબ્દોમાં કહીએ તો, iPhone નિર્માતા નવા સ્વાસ્થ્ય ફીચર વિશે રિસર્ચ કરી રહ્યા છે. આ ફીચર લાવવા માટે આગામી એક થી બે વર્ષમાં કામ કરવામાં આવશે.

    આ પણ વાંચો :

    આ સેન્સરની મદદથી Apple ને ફાયદો થશે. કંપની પોતાની પ્રોડક્ટમાં સ્વાસ્થ્ય અંગેનું ફીચર ઉમેરવાનું વિચારી રહી છે. સૌથી વધુ Apple Watch પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
    First published: